Cherry Tomato Cultivation: 600 રૂપિયા કિલો વેચાય છે આ ટામેટા, જાણો ચેરી ટામેટાની ખાસિયત
પ્રગતિશીલ ખેડૂતો વિશેષ કાળજી અને મહેનતથી અલગ જ કમાલ કરતા હોય છે. ત્યારે અહીં એક ખેડૂતે ચેરી ટામેટાની ખેતીની એક ખાસ જાતમાંથી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.
ખેતીમાં જેટલી પાકની માવજત અગત્યની છે એટલી જ પાકની જાત પણ મહત્વની છે સારી જાતનું બિયારણ અથવા હાઈબ્રિડ બિયારણથી (Hybrid seeds) ખેતીમાં સારો નફો મળી શકે છે જ્યારે હાલના સમયમાં બજારમાં ઘણા પ્રકારના બિયારણ ઉપલબ્ધ છે. જેમાંથી ખેડૂતો સારી જાત પસંદ કરી ખેતી કરતા હોય છે. ટામેટાની ખેતીમાં ખેડૂતો (Farmers) ઘણી માવજત કરતા હોય છે તેમાં પણ પ્રગતિશીલ ખેડૂતો વિશેષ કાળજી અને મહેનતથી અલગ જ કમાલ કરતા હોય છે. ત્યારે અહીં એક ખેડૂતે ચેરી ટામેટાની (Cherry Tomato) ખેતીની એક ખાસ જાતમાંથી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.
જબલપુરના ખેડૂતે ઓર્ગેનિક ખેતી (Organic Farming) દ્વારા ‘ચેરી ટામેટા’ નામની ટામેટાની એક ખાસ જાતથી ઉત્પાદન મેળવ્યું છે. જેની કિંમત 400 થી 600 રૂપિયા પ્રતિ કિલો છે અને તેઓ વર્ષના 12 મહિના તેનું ઉત્પાદન કરે છે. આ ચેરી ટામેટાની માત્ર રાજ્ય કે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારે માગ છે.
વાસ્તવમાં રાજસ્થાનના જબલપુર જિલ્લામાં અંબિકા પટેલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં ‘ચેરી ટામેટા’ નામની ટામેટાની ખેતી કરી છે. જેના કારણે તેમને વર્ષના 12 મહિના સારો નફો મળી રહ્યો છે. ખેડૂત અનુસાર તેમણે ટામેટાની ખેતી માટે વ્યાપક સંશોધન કર્યું છે. જેમાં તેમણે ચેરી ટામેટાની સૌથી ઉપયોગી અને આર્થિક જાત ગણાવી છે.
તેઓ છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ શહેરોમાં સપ્લાય કરે છે. ચેરી ટામેટાંને હાઇબ્રિડ ટામેટાં અથવા ઉચ્ચ વિટામિન યુક્ત ટામેટા પણ કહી શકાય. આ ટામેટાને પોલીહાઉસમાં વરસાદની ઋતુમાં પણ ઉગાડી શકાય છે અને તેનો વર્ષ આખું લાભ લઈ શકાય છે.
ચેરી ટમેટાનું કદ
ફળના આકારનું ખુબ મહત્વ હોય છે. ત્યારે ચેરી ટામેટા કદમાં નાના હોય છે, સામાન્ય ટામેટા કરતાં તેનો સ્વાદ સમાન હોય છે અને વિટામિનથી ભરપૂર હોય છે.
ચેરી ટમેટાની ખેતી
ચેરી ટમેટાની ખેતી (Cherry Tomato Cultivation)સરળતાથી કરી શકાય છે. તેની ખેતીમાં ઓછો ખર્ચ આવે છે. તે કોઈપણ પ્રકારની ટ્રેમાં ઉગાડી શકાય છે. તેની ખેતી સિંચાઈ દ્વારા અથવા પૂરતા ભેજ માટે ડ્રોપ સ્પ્રિંકલિંગ દ્વારા પણ કરી શકાય છે. રોપને પાંચથી છ પાંદડા સાથે રોપવા જોઈએ. છોડનું અંતર 60 સેમી અને હરોળનું અંતર દોઢથી બે મીટર રાખવું જોઈએ. સૌથી અગત્યનું, રોપણી પછી તરત જ સિંચાઈ કરવી જોઈએ.
નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો: અમિત શાહે કહ્યું, પ્રાકૃતિક ખેતી ભારત માટે મહત્વપૂર્ણ, તેનાથી નવી હરિત ક્રાંતિ શરૂ કરે ખેડૂતો
આ પણ વાંચો: Viral: પેરાગ્લાઈડિંગ કરતા યુવતીની હાલત થઈ ખરાબ, ઈન્સ્ટ્રક્ટરને કહ્યું મને નીચે ન જોવા દો