ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં ઉનાળું મગફળી, બાજરી અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Feb 08, 2022 | 10:26 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં ઉનાળું મગફળી, બાજરી અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Groundnut Crop - Symbolic Image

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ઉનાળું મગફળી (Groundnut), બાજરી અને જુવારના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ઉનાળુ મગફળીના વાવેતરની તૈયારી

1. નિંદામણ: મગફળીનું વાવેતર કર્યા બાદ ઉગતા પહેલા જરૂર જણાય તો જ સ્ટોમ્પનો છંટકાવ કરવો.

2. બીજને પટ: બીજને થાયરમનો પટ આપવો ત્યારબાદ રાઈઝોબીયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પણ પટ આપીને વાવેતર કરવું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

3. વાવેતર: ઉષ્ણતામાનને ધ્યાને રાખીને 15 ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું.

4. પ્રથમ પિયત માટે ઉતાવળ ન કરતા 25 થી 30 દિવસે અથવા ખેતરના 80% વિસ્તારમાં ફૂલ જોવા મળે ત્યારે જ પિયત આપવું.

5. વાવેતર માટે જી.જી.-૨, જી.જી.-૬, ૪, ૩૪, જી.જે.જી.-૩૧, ટી.પી.જી.-૪૧, ટી.જી.-૨૬, ૩૭એ પૈકી કોઇપણ એક જાતની પસંદગી કરવી.

6. બીજ દર : ૧૨૦ થી ૧૩૦ કીલો/હે અને ખાતર: ૨૫ કિ.ગ્રા. નાઇટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પાયામાં આપવું ઉપરાંત ૫૦ કિ.ગ્રા. પોટાશ અને ૨૦ કિ.ગ્રા. સલ્ફર હેકટરે પાયામાં આપીને વાવેતર કરવું.

જુવારનું વાવેતર

1. જી.જે.- ૩૫, ૩૭, ૩૯, ૪૦, ૪૧, સી.એસ.એચ–૫, ૬, સી.એસ.એચ.આર.-૮, જી.એસ.એચ.-૧, જી.એસ.એફ.–૪ જાતનું વાવેતર કરો.

બાજરીના વાવેતરની તૈયારી

1. ખાતર: ૧૨૦-૬૦-૦ ના-ફો-પો કિ.ગ્રા./હે. સાથે ૨૦ કિ.ગ્રા./હે. ઝીંક સલ્ફેટ + ફેરસ સલ્ફેટ ખાતર આપવું.

2. જી.એચ.બી.–૫૫૮, ૫૩૮, ૫૨૬ નું વાવેતર કરવું.

3. બીજ દર : ૪ કિલો પ્રતિ હેક્ટર રાખવો.

4. વાવેતર ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં અને અંતર ૪૫ સે.મી. × ૧૫ સે.મી. રાખવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : Success Story: જૈવિક ખેતીમાં લાખોની કમાણી કરી આ પ્રગતિશીલ ખેડૂત અન્ય માટે બન્યા ઉદાહરણરૂપ

આ પણ વાંચો : Trichoderma એક ફુગ જે છે ખેડૂતની છે સૌથી સારી મિત્ર, ઉત્પાદન વધારે અને ખર્ચમાં કરે છે ઘટાડો

આ પણ વાંચો : ભારતીય ટ્રેક્ટરની નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી, અમેરિકા સહિતના આ દેશોએ સૌથી વધુ ખરીદી કરી

Published On - 10:25 pm, Tue, 8 February 22

Next Article