Success Story: સોનીપતથી ગુજરાતમાં ટ્રાન્સફર થતાં નોકરી છોડી, ખેતી અપનાવી નોકરી કરતા મેળવી ચાર ગણી આવક

Guava Farming: કોરોના પહેલા કપિલ બેંક સેક્ટરમાં નોકરી કરતો હતો પરંતુ કોરોના બાદ સોનીપતથી તેનું ટ્રાન્સફર ગુજરાત કરવામાં આવ્યું. પરંતુ તેમણે ગુજરાત જવાને બદલે જામફળની ખેતી કરવાનું વિચાર્યું.

Success Story: સોનીપતથી ગુજરાતમાં ટ્રાન્સફર થતાં નોકરી છોડી, ખેતી અપનાવી નોકરી કરતા મેળવી ચાર ગણી આવક
Success Story of Farmers (Photo: Social Media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 1:17 PM

કોરોના કાળ દરમિયાન ઘણા લોકોની નોકરી છૂટી ગઈ જેમાં યુવાનોએ ગામ તરફ પ્રયાણ કર્યું. હરિયાણા સોનીપત (Sonipat)નું એક ગામ શહજાદપુરના રહેવાસી કપિલે પોતાની સેટલ્ડ બેંકની નોકરી (Bank Job)છોડી ખેતી કરવાનું વિચાર્યું. તેમનું ટ્રાન્સફર સોનીપતથી ગુજરાત (Gujarat) માં કરવામાં આવ્યું હતું. પરંતુ કપિલે ગુજરાત આવવાના બદલે જામફળની ખેતી (Guava Farming) અપનાવી અને જોત જોતામાં નોકરીમાંથી મળતા પગારની સરખામણીએ 4 ગણી વધુ આવક થઈ ગઈ.

બેંકની નોકરી છોડી શરૂ કરી જામફળની ખેતી

કોરોના (Corona)આવ્યા પહેલા કપિલ બેંક સેક્ટરમાં નોકરી કરતો હતો, પરંતુ કોરોના આવ્યા બાદ સોનીપતથી તેમનું ટ્રાન્સફર ગુજરાત કરવામાં આવ્યું પરંતુ કપિલે ગુજરાત આવવાના બદલે જામફળની જૈવિક ખેતી કરવાનું વિચાર્યું. જોત જોતામાં નોકરીમાં મળતી સેલરીની સરખામણીએ ચાર ગણી આવક થવા લાગી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

8 જાતના જામફળનું કરે છે ઉત્પાદન

કપિલ પોતાના બાગમાં 8 જાતના જામફળનું ઉત્પાદન કરે છે. જામફળની ક્વાલિટી તો તાઈવાનના જામફળને પણ ટક્કર આપે તેવી છે. કપિલને પોતાના ફળને માર્કેટ સુધી લઈ જવાની જરૂર પણ ન પડી, ખરીદનાર ખુદ તેમની પાસે આવીને ઓર્ડર આપી જાય છે.

કપિલ કહે છે કે નોકરી છોડીને પોતાનો બાગ લગાવ્યો ત્યારથી મહિને લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે. તેમની સફળતા તેમના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. દુર-દુરથી યુવાનો હાલ તેમની પાસે ટિપ્સ પણ લેવા આવે છે.

હવે શરૂ કરી લીંબૂની ખેતી

કપિલ જામફળની ખેતીની સાથે સાથે પોતાના ખેતરમાં લીંબૂની પણ ખેતી કરી રહ્યા છે. આ જૈવિક લીંબૂને માર્કેટમાં વેચવાના બદલે તેઓ તેનું અથાણું બનાવી વેચી રહ્યા છે. જેથી તેઓ વધુ ફાયદો મેળવી રહ્યા છે.

ખેતીમાં અપાર તકો રહેલી છે બસ જરૂર છે તો ઈચ્છા શક્તિ અને દઢ્ સંકલ્પની, ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી આજે ઘણી સરળ બની છે. ત્યારે આજે યુવાનો પણ ખેતીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

આ પણ વાંચો: Success Story: શાકભાજીમાંથી શોધી અથાણું બનાવાની રીત, કરોડોના ટર્નઓવર સાથે હજારો મહિલાઓને આપી રોજગારી

આ પણ વાંચો: Omicron Cases: એક જ મહિનામાં 108 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, વિશ્વભરમાં 1.50 લાખથી વધુ કેસ, જાણો જુદા-જુદા દેશોની સ્થિતિ

આ પણ વાંચો: Nagma Birthday Special : સલમાન ખાન સાથે બોલિવુડમાં ડેબ્યૂ કરનાર આ ખૂબસુરત અભિનેત્રી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">