હોર્ટિકલ્ચર ફાર્મિંગમાં મદદ કરશે આ નવું મશીન, ખેડૂતોનું કામ થશે વધુ સરળ

મહિન્દ્રા ગ્રૂપના એક ભાગ સ્વરાજ ટ્રેક્ટર્સે ગુરુવારે દેશમાં બાગાયત ક્ષેત્રને વધારવા માટે દેશમાં ડિઝાઈન કરેલ બહુહેતુક ફાર્મ, ફાર્મ મિકેનિઝમ સોલ્યુશન રજૂ કર્યું હતું.

હોર્ટિકલ્ચર ફાર્મિંગમાં મદદ કરશે આ નવું મશીન, ખેડૂતોનું કામ થશે વધુ સરળ
Farmer (File Pic)
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 11, 2021 | 6:39 PM

મહિન્દ્રા ગ્રૂપના એક ભાગ સ્વરાજ ટ્રેક્ટર્સે ગુરુવારે દેશમાં બાગાયત ક્ષેત્રને વધારવા માટે દેશમાં ડિઝાઈન કરેલ બહુહેતુક ફાર્મ, ફાર્મ મિકેનિઝમ સોલ્યુશન રજૂ કર્યું હતું. તેને CODE નામ આપવામાં આવ્યું છે. બાગાયતી ખેતી સાથે સંકળાયેલા લોકોના કામને સરળ બનાવવાનો ઉપાય છે. તેનો ધ્યેય બાગાયતી ખેતી (Horticulture Farming)માં ક્રાંતિ લાવવાનો છે, જેથી ખેડૂતો (Farmers) વિવિધ શાકભાજી અને ફળ પાકો માટે નાની હરોળમાં કામ કરી શકે.

આ ઉપરાંત મશીનમાં એક નાનો ટર્નિંગ રેડિયસ છે, જેની મદદથી નાના ખેતરોમાં હોર્ટિકલ્ચર પાકની ખેતી સરળ બનશે. સ્વરાજ ટ્રેક્ટર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હરીશ ચૌહાણ અનુસાર કંપની બાગાયત ક્ષેત્રે નવા સોલ્યુશન્સ લાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યાં હાલમાં વધુ ટેક્નોલોજી અને મશીનો નથી.

ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે

તેઓએ કહ્યું કે તે આ ક્ષેત્રમાં નિપુણતા મેળવવા માંગે છે. કોડ જેવા મશીનની મદદથી વધુ જમીનમાં ખેતી કરી શકાય છે, જેનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં બાગાયત ક્ષેત્રે યાંત્રિકરણનો વિશાળ વિસ્તાર છે અને સ્વરાજ કોડ એ ખાસ ડિઝાઈન કરાયેલ મશીન છે, જે બાગાયત ક્ષેત્રના ખેડૂતોની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવે છે.

ચૌહાણે જણાવ્યું હતું કે હાલમાં મેન્યુઅલ અને એનિમલ લેબર આ સેગમેન્ટમાં મોટાપાયે સામેલ છે અને કંપનીનું ઉત્પાદન આ સેગમેન્ટમાં મશીનો લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે કંપની આ મહિનાના અંત સુધીમાં પ્રોડક્ટની કિંમતની જાહેરાત કરશે.

આ પ્રસંગે તેમણે કહ્યું કે હાલમાં દેશના કૃષિ જીડીપીમાં બાગાયત ક્ષેત્રનો હિસ્સો લગભગ 31 ટકા છે. તેમના મતે વિસ્તારનો કવરેજ માત્ર 17 ટકા છે. લોકો આ સેગમેન્ટમાં પીછેહઠ કરી રહ્યા છે કારણ કે તેમને મુશ્કેલ લાગે છે. તેમણે કહ્યું કે જો વધુ જમીનમાં ખેતી થશે તો ખેડૂતોને તેનો લાભ મળશે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રેસિડેન્ટ (Farm Equipment Sector) હેમંત સિક્કાએ ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના કૃષિ જીડીપીમાં બાગાયતનો હિસ્સો વધી રહ્યો છે. આ કારણે ઉત્પાદન વધારવા માટે આ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂર છે. તેમણે કહ્યું કે CODEના લોન્ચ સાથે તેઓ ખેડૂતોને સસ્તું અને નવીન ટેક્નોલોજીની સરળ ઍક્સેસ આપવાનું લક્ષ્ય રાખે છે.

આ પણ વાંચો: પંજાબ વિધાનસભામાં CM ચન્નીની સ્પીચ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુ અને અકાલી દળના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ

આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati