AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahogany Farming: 100 વર્ષ સુધી નથી સડતું આ વૃક્ષનું લાકડુ, ઈન્ટરનેશનલ માર્કેટમાં છે ખુબ ડિમાન્ડ

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આ વૃક્ષની કિંમત લાખોમાં છે. મહોગની લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે થાય છે. જો એક એકર જમીનમાં મહોગનીના 120 વૃક્ષો વાવવામાં આવે તો ખેડૂત માત્ર 12 વર્ષમાં કરોડપતિ બની શકે છે.

Mahogany Farming: 100 વર્ષ સુધી નથી સડતું આ વૃક્ષનું લાકડુ, ઈન્ટરનેશનલ માર્કેટમાં છે ખુબ ડિમાન્ડ
Mahogany Farming (PC: Social Media)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 2:23 PM
Share

Mahogany Farming Profit: ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશની લગભગ 58% વસ્તી માટે આજીવિકાનો પ્રાથમિક સ્ત્રોત કૃષિ છે. પરંતુ તેમ છતાં ખેડૂતો(Farmers)ની આર્થિક સ્થિતિ સારી નથી. દર વર્ષે હવામાન, પૂર કે અન્ય કોઈ કારણોસર લાખો ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય છે અને જે પાક બચે છે તેને બજારમાં યોગ્ય ભાવ મળતો નથી. જેના કારણે ખેડૂત હંમેશા પરેશાન રહે છે.

ખેડૂતો માટે ખેતીની આવી ઘણી પદ્ધતિઓ છે, જેની મદદથી તેઓ લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે. મહોગનીની ખેતી એ એક અવો જ વ્યવસાયિક આઈડિયા છે. આ વૃક્ષ વાવીને ખેડૂતો કરોડપતિ બની શકે છે. જો એક એકર જમીનમાં 100 થી વધુ મહોગની વૃક્ષો વાવવામાં આવે તો તમે માત્ર 12 વર્ષમાં કરોડપતિ બની શકો છો.

એક વીઘામાં તેના વાવેતરનો ખર્ચ 40-50 હજાર રૂપિયા આવે છે. એક મહોગનીનું ઝાડ 20 થી 30 હજારમાં વેચાય છે. આવી સ્થિતિમાં તમે તમારા ખેતરમાં મોટા પાયે ખેતી કરીને કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. માત્ર તેની કિંમત જ નહીં, પરંતુ આ વૃક્ષમાં ઔષધીય ગુણો પણ છે અને તેનું લાકડું અનેક રીતે ઉપયોગી છે.

ગુજરાતનું વાતાવરણ સાનુંકૂળ

સારા નિતારવાળી કાળી, ગોરાડુ, મધ્યમ ભાસ્મિક અથવા ખડકાળ જમીનમાં આ વૃક્ષની ખેતી કરી શકાય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં મહોગનીના વાવેતર (Mahogany Farming In Gujarat) માટે સાનુકૂળ જમીન અને વાતાવરણ ઉપલબ્ધ છે.

મહોગની વૃક્ષ શું છે?

મહોગની લાકડું મજબૂત અને લાંબા સમય સુધી સારુ રહેતુ લાકડું છે. મહોગની લાકડું બજારમાં ખૂબ મોંઘા ભાવમાં વેચાય છે. આ લાકડું લાલ અને ભૂરા રંગનું હોય છે. પાણીની પણ તેના પર કોઈ અસર થતી નથી. આ વૃક્ષ 50 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને પાણી ન હોવા છતાં પણ તે વધતું રહે છે.

મહોગની લાકડું કેવી રીતે કામ કરે છે?

મહોગની લાકડાનો ફર્નિચર અને બંદૂકમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેમાંથી બોટ પણ બનાવવામાં આવે છે. તે તબીબી હેતુઓ માટે પણ ખૂબ મૂલ્યવાન માનવામાં આવે છે. તેના પાનનો ઉપયોગ મુખ્યત્વે કેન્સર, બ્લડપ્રેશર, અસ્થમા, શરદી અને ડાયાબિટીસ સહિત અનેક પ્રકારના રોગોમાં થાય છે.

આ સિવાય તેના પાંદડા અને બીજના તેલનો ઉપયોગ મચ્છર ભગાડતી દવાઓ અને જંતુનાશક બનાવવામાં થાય છે. તેના તેલનો ઉપયોગ કરીને સાબુ, પેઇન્ટ, વાર્નિશ અને અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે.

મહોગનીની કિંમત

મહોગની પ્લાન્ટ પાંચ વર્ષમાં એકવાર બીજ આપે છે. એક છોડમાંથી પાંચ કિલો સુધી બીજ મેળવી શકાય છે. તેના બીજની કિંમત ઘણી વધારે છે અને તે એક હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. ત્યારે તેનું લાકડું હોલસેલમાં ઓછામાં ઓછા બે હજારથી 2200 રૂપિયા પ્રતિ ઘનફૂટમાં વેચાય છે.

મહોગનીના વૃક્ષો વાવીને કમાયા કરોડો

પ્લાન્ટ લવર તરીકે જાણીતા ચક્રધરપુરના ચંદ્રશેખર પ્રધાને મહોગનીના વૃક્ષો વાવીને કરોડોની કમાણી કરી છે. ચંદ્રશેખર પ્રધાન માય ફ્યુચર લાઈફ સંસ્થામાં જોડાઈને સારી આવક માટે ખેડૂતોને મહોગનીના વૃક્ષો વાવવાની તાલીમ આપી રહ્યા છે. સંગઠન દ્વારા પશ્ચિમ અને પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં અત્યાર સુધીમાં 42 હજાર મહોગની વૃક્ષો વાવવામાં આવ્યા છે. આનાથી તેમને ખૂબ સારી આવક થઈ.

આ પણ વાંચો: બવ કરી! 11 વખત વેક્સિન લઈ કાકા 12 મી વખત ગયા લેવા, લોકોએ કહ્યું શરીરમાં લોહી નહી વેક્સિન જ વેક્સિન છે

આ પણ વાંચો: Success Story: કૃષિ ક્ષેત્રમાં આવ્યો મોબાઈલ લેબોરેટરીનો નવો કન્સેપ્ટ, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો કમાલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">