બવ કરી! 11 વખત વેક્સિન લઈ કાકા 12 મી વખત ગયા લેવા, લોકોએ કહ્યું શરીરમાં લોહી નહી વેક્સિન જ વેક્સિન છે

કોરોના સંક્રમણની ત્રીજી લહેર ચરમસીમાએ છે, પરંતુ રાહતની વાત એ છે કે દેશમાં કોવિડની રસી આપવાનું શરૂ છે. આ બધાની વચ્ચે રસીકરણ સાથે જોડાયેલા એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમે દંગ રહી જશો.

બવ કરી! 11 વખત વેક્સિન લઈ કાકા 12 મી વખત ગયા લેવા, લોકોએ કહ્યું શરીરમાં લોહી નહી વેક્સિન જ વેક્સિન છે
Brahamdev Mandal Take 11 Doses Of Corona Vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:38 PM

કોરોનાવાયરસ (Coronavirus)થી બચવા માટે, વિશ્વના તમામ લોકોને રસીના 2 ડોઝ મળી રહ્યા છે, જે તમને ગંભીર બીમારી અથવા વાયરસના કારણે મૃત્યુથી બચાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશના બિહાર (Bihar) રાજ્યમાં એક વ્યક્તિને રસીના એટલા બધા ડોઝ મળ્યા કે લોકો કહી રહ્યા છે, આ લોકો કોણ છે અને ક્યાંથી આવ્યા છે ?

આ મામલો બિહાર રાજ્યના ઉત્તર ભાગનો છે, જ્યાં એક વ્યક્તિએ દાવો કરીને હંગામો મચાવ્યો છે કે તેણે COVID-19 રસીના 11 ડોઝ લીધા છે. 84 વર્ષીય બ્રહ્મદેવ મંડળે દાવો કર્યો હતો કે તેમને કોવિડની રસી બે વાર નહીં પરંતુ 11 વખત લીધી છે. અને હા, તે 12મી વખત પણ રસી લેવા જઈ રહ્યો હતો પરંતુ તે પકડાઈ ગયો, ત્યારબાદ તેનો ભાંડો ફૂટ્યો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

હાલમાં, તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે, સમાચાર એજન્સી અનુસાર, ’84 વર્ષીય બ્રહ્મદેવ મંડલનો દાવો છે કે તેણે કોવિડ રસી(Covid vaccine)ના 11 ડોઝ લીધા છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું ‘જ્યારથી મેં વેક્સીન લેવાનું શરૂ કર્યું છે ત્યારથી હું ક્યારેય બીમાર નથી પડ્યો અને મારી તબિયતમાં સુધારો થવા લાગ્યો’.

આ નિવેદન પછી આ મામલો ઈન્ટરનેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો હતો અને યૂઝર્સે આ મુદ્દે તેઓ પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. રમુજી મેમ્સ પણ શેર કર્યા છે.

પોલીસને આ અંગેની માહિતી મળતાં બ્રહ્મદેવ મંડળ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પુરૈનીના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું, “પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) પુરૈનીએ બ્રહ્મદેવ મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેની તપાસ ચાલી રહી છે.”

આ પણ વાંચો: શશિ થરૂરની અંગ્રેજી ડિક્શનરીઃ કેન્દ્ર સરકાર પર નિશાન સાધવા ફરી એક નવા શબ્દનો ઉપયોગ, જાણો તેનો શું છે અર્થ

આ પણ વાંચો: Viral: કાકા પોલીસની ગાડી રોકી સાઈરન પર કરવા લાગ્યા ડાન્સ, લોકો બોલ્યા ડર કે આગે જીત હૈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">