AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બટેર પાલન દ્વારા ઓછા રોકાણમાં થાય છે વધુ કમાણી, જાણો સમગ્ર વિગત

ભારતમાં બટેર ફાર્મિંગથી ખેડુતો (Farmers) તેમની આવક વધારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આ એક વધુ સારો વ્યવસાય બની રહ્યો છે.

બટેર પાલન દ્વારા ઓછા રોકાણમાં થાય છે વધુ કમાણી, જાણો સમગ્ર વિગત
Bater Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:41 PM
Share

મરઘાં ઉછેર અંગે ઉત્સાહિત ખેડુતોને હવે નવી ખેતી મળી છે. ખેડુત હવે મરઘાંની ખેતીને બદલે બટેર પાલન ફાર્મિંગમાં (Bater Farming) નસીબ અજમાવી રહ્યા છે. આ જાપાની બટેરને 70 ના દાયકામાં અમેરિકાથી ભારત લાવવામાં આવી હતી. કોરોના સમયગાળા દરમિયાન જ્યાં લોકો તમામ પ્રકારના માંસાહારી ખોરાકને ટાળતા હતા. તેઓ કોરોના સમય દરમિયાન બટેરને ખાતા હતા.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ ફાર્મિંગ તરફ ખેડુતોનો ટ્રેન્ડ વધવા માંડ્યો છે. ખેડુતો તેમની મહેનત પ્રમાણે સારી કમાણી કરી રહ્યા છે.

કેટલી થાય છે કમાણી એક દિવસના બચ્ચાંની કિંમત 6 રૂપિયા હોય છે. એક અઠવાડીયાના બચ્ચા ખેડૂતો 15 રૂપિયાથી 19 રૂપિયામાં ખરીદે છે. આ 45 દિવસ બાદ 300 ગ્રામ થઇ જાય છે ત્યારે તેને ઓછામાં ઓછા 45 રૂપિયામાં વેચે છે.

ખેડુતો સરળતાથી તેમના પોતાના મકાનોમાં 200 બટેરનો ઉછેર કરી સારી કમાણી કરી શકે છે. કોરોના સમયગાળામાં જ્યાં લોકો તમામ પ્રકારના માંસાહારી ખોરાકને ટાળતા હતા. પરંતુ કોરોનાકાળ બાદ તેનો ઉપયોગ વધી ગયો છે. બટેરથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેને ખાવાથી શરીરમાં ગરમી વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તેથી તે કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારશે.

બટેર ફાર્મ સંબંધિત અગત્યની માહિતી ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રિય કૃષિ વિશ્વ વિદ્યાલયના પક્ષી વૈજ્ઞાનિક પ્રમોદ કુમારે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બટેરની ઉછેર અને તાલીમ લઈને ખેડુતો સારી આવક મેળવી શકે છે. બટેર ફાર્મિંગ માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જેના પર ખેડુતોએ ધ્યાન આપવાની જરૂર છે.

પોષણની દ્રષ્ટિએ બટેરનું 55 ગ્રામ વજન હોય છે, જ્યારે બટેરના ઇંડાનું વજન 30 ગ્રામ હોય છે. બટેર 10 ભાગોના રૂપમાં ઇંડા મૂકે છે. તો મરઘી ફક્ત 3 ભાગમાં જ હોય છે. બટેરના ઇંડામાં ફોસ્ફરસ અને આયર્ન હોય છે અને લોકો તેની શક્તિના ગુણધર્મોને કારણે તેને વધુ પસંદ કરે છે. જંગલી મરઘીને મારવા પર હજી કાનૂની પ્રતિબંધ છે.

જાપાનની જાતિના બ્રીડ માટે સુપ્રીમ કોર્ટ તરફથી મંજૂરી આપવામાં આવી છે, હાલમાં બિહારના વૈશાલી જિલ્લામાં સો ખેડુતો તેની ખેતી કરી રહ્યા છે. એક બટેરના બચ્ચાને પુખ્ત થતા 6 થી 7 અઠવાડિયા લાગે છે. આ સાથે જ ઈંડા આપવાનું શરૂ કરી દે છે. એક વર્ષમાં બટેર 280 થી 290 ઈંડા આપે છે.

બટેરના ઇંડાની વિશેષતા એ છે કે તેમને ચોક્કસ તાપમાને રાખતા 17 દિવસની પ્રક્રિયા પછી બચ્ચાઓ બહાર આવે છે. જે સરળતાથી બીજા ખેડુતને ઉછેર માટે આપવામાં આવે છે. એક બટેર 5 અઠવાડિયામાં 300 ગ્રામ આસપાસનું થઇ જાય છે અને તે બજારમાં વેચવા યોગ્ય બને છે. તેની કિંમત 45 રૂપિયાથી 60 રૂપિયા સુધીની હોય છે.

આ પણ વાંચો : PMFBY: પાક વીમા યોજનામાં થયો મોટો ફેરફાર, ખેડુતોને સીધો ફાયદો મળશે, જાણો શું છે સમગ્ર વિગત

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">