AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMFBY: પાક વીમા યોજનામાં થયો મોટો ફેરફાર, ખેડુતોને સીધો ફાયદો મળશે, જાણો શું છે સમગ્ર વિગત

પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત, ખેડુતોને પાક વીમા આપતી વખતે વીમા કંપનીઓદ્વારા વીમામાં વારસદારના નામનો સમાવેશ કરવામાં આવતો ન હતો.

PMFBY: પાક વીમા યોજનામાં થયો મોટો ફેરફાર, ખેડુતોને સીધો ફાયદો મળશે, જાણો શું છે સમગ્ર વિગત
PMFBY
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 2:43 PM
Share

દેશના ખેડુતોને કુદરતી આફતો અને જીવાતોથી થતાં પાકને થતા નુકસાનથી રાહત આપવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana) વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરી હતી. આ યોજના દ્વારા ખેડુતોને વીમા કવચ મળે છે અને સૂચિત પાકનો નાશ થાય તો ખેડુતોને આર્થિક સહાય આપવામાં આવે છે.

યોજના હેઠળ વારસદારને જોડવા પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડુતોને પાક વીમા આપતી વખતે વીમા કંપનીઓ વીમામાં વારસદારના નામનો સમાવેશ કરતી નહોતી. જેના કારણે ખેડુતોના પરિવારોને નુકસાનની સ્થિતિમાં વીમા કવરની ચુકવણી કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શું છે કર્ણાટક સરકારનો ફેંસલો ખેડુતોના પરિવારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તે જોતા કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, કર્ણાટક સરકારે હવે વીમા કંપનીઓને પીએમએફબીવાય હેઠળ વીમા કવર આપતી વખતે નામાંકિત તરીકેના ખેડૂતના પરિવારના સભ્યોના નામનો સમાવેશ કરવા માટે વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે.

રાજ્યના કૃષિ પ્રધાન બી.સી. પાટીલે વીમા કંપનીઓને પીએમએફબીવાય હેઠળ નામાંકિતોનો સમાવેશ કરવા નિર્દેશ આપ્યો છે, જેથી વીમા કરાયેલા ખેડુતના મૃત્યુના કિસ્સામાં ખેડુતોના પરિવારોને વીમા રકમની ચુકવણી મળે. તેમને કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

કૃષિ મંત્રીએ પણ આદેશ આપ્યો છે કર્ણાટકના કૃષિ પ્રધાન બી.સી. પાટિલે વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ વિભાગ જિલ્લા અને તાલુકાની બદલે કૃષિ વિભાગની કચેરીની બહાર કચેરીઓ સ્થાપિત કરે. આ સાથે વિભાગને લોકેશનની જીપીએસ લિંક કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી હતી.

હજુ સુધી ખેડુતો દાવો કરે છે સત્તાવાર અખબારી યાદી મુજબ, 2019-20 ની રવિ સીઝનમાં 6.81 લાખ ખેડુતોએ રૂ. 771 કરોડના પાક વીમાના દાવો કર્યો છે. તેમાંથી 6.44 લાખ ખેડુતોએ 736.37 કરોડ રૂપિયાના દાવા મેળવ્યા છે. અન્ય ખેડુતોને વીમાનો લાભ મળી શક્યો નહીં કારણ કે તેમના બેંક એકાઉન્ટ્સ આધાર કાર્ડ સાથે જોડાયેલા ન હતા. આ સિવાય પણ ઘણા અન્ય કારણો હતા.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત આ તબક્કાઓમાં પાકને નુકસાન થાય તો પાક વીમાનો લાભ ખેડુતોને મળે છે.

1. વાવણી કરવામાં નિષ્ફળતા

2. સ્થાયી પાક

3. પાક પછી નુકસાન

4. કુદરતી આપત્તિઓ

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">