PM Kisan 10th Installment: 10માં હપ્તાની તારીખ જાહેર, આ દિવસે વડાપ્રધાન મોદી 12 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા કરશે ટ્રાન્સફર
અત્યાર સુધી, કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દસમા હપ્તા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું ન હતું, પરંતુ આજે લાભાર્થી ખેડૂતોને એક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી.
દેશભરના ખેડૂતો (Farmers) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi)ના દસમા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. પીએમ કિસાન સન્માન નિધિના દસમા હપ્તા (PM Kisan 10th Installment)ને લઈને અત્યાર સુધી દરેકના મનમાં એક જ સવાલ હતો કે તે ક્યારે આવશે, પરંતુ હવે આ રાહ પૂરી થઈ ગઈ છે. ખરેખર, દસમા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ અંગે લાભાર્થી ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે.
આ મેસેજ દ્વારા, સરકારે પીએમ કિસાન સન્માન નિધિના દસમા હપ્તાના આવવાની તારીખ જણાવી છે. મતલબ કે આટલા લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોની રાહ જોવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. મેસેજ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 1 જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 12 વાગ્યે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તો જાહેર કરશે.
આ સાથે મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે વડાપ્રધાન મોદી ખેડૂત ઉત્પાદક સંગઠનોની ઈક્વિટી ગ્રાન્ટ પણ જાહેર કરશે. તમે દૂરદર્શન અથવા pmindiawebcast.nic.in દ્વારા આ પ્રોગ્રામ સાથે જોડાઈ શકો છો.
અત્યાર સુધી, કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દસમા હપ્તા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું ન હતું, પરંતુ આજે લાભાર્થી ખેડૂતોને એક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી કે દસમો હપ્તો 1 જાન્યુઆરી, 2022 ના રોજ બપોરે 12 વાગ્યે બહાર પાડવામાં આવશે. આ યોજના હેઠળ લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા મોકલવામાં આવશે. દર ચાર મહિને બે હજાર રૂપિયા રિલીઝ થાય છે. મતલબ કે આ યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ વખતે નવો હપ્તો જે 1 જાન્યુઆરીએ આવશે તે વર્ષ 2021ના છેલ્લા મહિનાનો હશે.
અત્યાર સુધીમાં નવ હપ્તા આપવામાં આવ્યા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ નવ હપ્તા ચૂકવવામાં આવ્યા છે. જેમાં DEC-MAR 2018-19માં પ્રથમ હપ્તાના લાભાર્થી ખેડૂતોની સંખ્યા 3,16,10,700 હતી. APR-JUL 2019-20માં બીજા હપ્તામાં ખેડૂતોની સંખ્યા 6,63,27,601 હતી. AUG-NOV 2019-20માં ત્રીજા હપ્તામાં લાભાર્થી ખેડૂતોની સંખ્યા 8,76,21,282 હતી.
DEC-MAR 2019-20માં ચોથા હપ્તાના લાભાર્થી ખેડૂતોની સંખ્યા 8,96,00,395 હતી. APR-JUL 2020-21માં 5મા હપ્તાના લાભાર્થી ખેડૂતોની સંખ્યા 10,49,31,270 હતી. AUG-NOV 2020-21માં 6ઠ્ઠા હપ્તાના લાભાર્થી ખેડૂતોની સંખ્યા 11,12,88,002 છે. જ્યારે DEC-MAR 2020-21માં 7મા હપ્તાના લાભાર્થી ખેડૂતોની સંખ્યા 10,23,49,456 હતી. APR-JUL 2021-22 માં, 9મા હપ્તાના લાભાર્થી ખેડૂતોની સંખ્યા 11,12,88,002 હતી.
આ પણ વાંચો: Viral: કિકથી સ્ટાર્ટ થતી આ જીપએ જીત્યુ આનંદ મહિન્દ્રાનું દિલ, કરી દીધી બોલેરો આપવાની ઓફર
આ પણ વાંચો: Viral: દાદાએ સાત સમંદર પાર ગીત પર કર્યો અદ્ભૂત ડાન્સ, જૂઓ આ મજેદાર વીડિયો