Success Story: પત્રકારે 3 માળના ઘરને હાઇડ્રોપોનિક્સ ફાર્મમાં રૂપાંતરિત કર્યું, વર્ષે 70 લાખ રૂપિયાની કરે છે કમાણી
Hydroponics Farm: રામવીરે ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરવાનું શરૂ રાખ્યું હતું અને સાથે જૈવિક ખેત પેદાશોનું વ્યવસાયિક વેચાણ કરવાનું પણ શરૂ કર્યું હતું. 2017-18માં તેઓ કૃષિ સંબંધિત કાર્યક્રમ માટે દુબઈ ગયા અને હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ વિશે જાણ્યું.
જીવનમાં ઘણી વખત કોઈ ઘટના આપને ઘણું બધુ શીખવી દે છે એમ કહી શકાય કે એવી ઘટનાથી આપણી આંખો ખુલી જતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો એક ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા રામવીર સિંહ સાથે બન્યો હતો. વર્ષ 2009 માં રામવીર સિંહના મિત્રના કાકાને કેન્સર થયું છે. તેમને તેના પર વધુ સંશોધન કરતાં સમજાયું કે, કેમિકલ યુક્ત શાકભાજીના કારણે કેન્સર થયું છે. પહેલા તો તેઓ ડરી ગયા પરંતુ તેમને નક્કી કર્યું કે તેઓ તેમના પરિવારને આ જોખમથી દૂર રાખશે.
ભૂતપૂર્વ ફુલ ટાઈમ પત્રકાર, રામવીર અનુસાર તેઓએ નોકરી છોડી દેવાનું નક્કી કર્યું અને પોતાનો સમય ઓર્ગેનિક શાકભાજી (Organic Vegetables) ઉગાડવા માટે તેમની પૂર્વજોની જમીનને સમર્પિત કર્યો. તેમનું ખેતર બરેલીથી 40 કિમી દૂર છે અને તેઓએ જમીન પર શાકભાજી ઉગાડવા અને ઉત્પાદન વધારવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા.
રામવીરે ફ્રીલાન્સ પત્રકાર (Journalist) તરીકે કામ કરવાનું શરૂ રાખ્યું હતું અને બાજુમાં જૈવિક ખેત પેદાશોનું વ્યવસાયિક વેચાણ કરવાનું પણ શરૂ કર્યું હતું. 2017-18માં, તેઓ કૃષિ સંબંધિત કાર્યક્રમ માટે દુબઈ ગયા અને હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ વિશે જાણ્યું. તેઓ ખેતીની આ પદ્ધતિથી રોમાંચિત થયા જેમાં તેઓએ જાણ્યું કે આ પદ્ધતિમાં જમીનની જરૂર પડતી નથી અને જંતુના ઓછા ઉપદ્રવ સાથે છોડ ઉગાડી શકાય છે અને છોડ ઉગાડવા માટે જરૂરી લગભગ 80 ટકા પાણી બચાવે છે.
રામવીર બે અઠવાડિયા સુધી ખેડૂતો પાસેથી ખેતીની તકનીકો શીખી. પરત આવ્યા પછી, તેમણે ઘરે ખેતીની તકનીકનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. હાઈડ્રોપોનિક્સ (Hydroponics Farms) પ્રત્યેનો તેમનો જુસ્સો અને પ્રેમથી આજે તેઓ તેમના ત્રણ માળના મકાનને હાઈડ્રોપોનિક્સ ફાર્મમાં રૂપાંતરિત કરી લાખોની કમાણી કરે છે.
10,000 છોડવાળું ઘર રામવીરે તેની બાલ્કની અને ખુલ્લી જગ્યાઓમાં હાઈડ્રોપોનિક્સ સિસ્ટમ્સ ગોઠવવા માટે પાઈપો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેઓ પોષક ફિલ્મ ટેકનીક (NFT) અને ડીપ ફ્લો ટેકનીક (DFT) નો ઉપયોગ કરીને ફાર્મ માટે બે પદ્ધતિઓ સ્થાપિત કરી. હાલમાં, ફાર્મ 750 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલું છે, જેમાં 10,000 થી વધુ છોડ છે.
તેઓ ભીંડા, મરચાં, કેપ્સિકમ, ટામેટાં, કોબીજ, પાલક, કોબી, સ્ટ્રોબેરી, મેથી અને લીલા વટાણા ઉગાડે છે. તેઓ હાઈડ્રોપોનિક્સ સાથે તમામ મોસમી શાકભાજી ઉગાડે છે. પીવીસી પાઈપોનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવી છે અને ગુરુત્વાકર્ષણની મદદથી પાણીનું પરિભ્રમણ કરે છે. જેમાં એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે કે, લગભગ 16 પોષક તત્વો જેમ કે મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, નાઈટ્રોજન, જસત અને અન્ય છોડને વહેતા પાણીમાં દાખલ કરીને છોડ સુધી પહોંચાડી શકાય છે. આ પદ્ધતિથી પાણીનો 90 ટકા જેટલો બચાવ થાય છે.
રામવીર માને છે કે હાઇડ્રોપોનિક ખેતીની ટેકનીક ઓર્ગેનિક ખેતી કરતાં આરોગ્યપ્રદ અને સારી છે. તેમના મુજબ હાઇડ્રોપોનિક ખેતીમાં ઉગાડવામાં આવતી શાકભાજી પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ કરે છે. તદુપરાંત, પદ્ધતિથી જમીનના પ્રદૂષણનું કોઈ જોખમ નથી કારણ કે રાસાયણિક ખેતીનો અભ્યાસ કરતા પડોશી ખેડૂત પરંપરાગત ખેતીમાં રસાયણો અથવા જંતુનાશકોનો છંટકાવ કરીને માટી અથવા છોડને ખુલ્લા પાડી શકે છે. હાઇડ્રોપોનિક્સ ખેતી હાનિકારક રસાયણોથી સ્વતંત્ર છે.
રામવીર તેના ઘરથી 40 કિમી દૂર આવેલા તેમના ખેતરની દેખરેખ રાખે છે પરંતુ હવે તેઓ શાકભાજી માટે બજાર પર નિર્ભર નથી. તેઓને અઠવાડીયાના શાકભાજી માટે લાંબા અંતરની મુસાફરી કરવાની જરૂર નથી. તેઓ તેમના ખેતરમાંથી તાજી શાકભાજી લાવીને રસોડામાં ઉપયોગ કરે છે.
તેમના પ્રભાવશાળી અને અનોખા ખેતરે વટેમાર્ગુઓનું ધ્યાન આકર્ષિત કર્યું કારણ કે તેઓ બાજુઓ પર લટકતી શાકભાજીઓથી ઢંકાયેલી કોંક્રીટની ઇમારતથી આશ્ચર્યચકિત થઈ જાય છે. ઘણા લોકો તેમના ઘરોમાં આ પદ્ધતિ ઇન્સ્ટોલ કરવાની માગ કરે છે. તેઓએ 10 લોકોને તેમના માટે હાઇડ્રોપોનિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને મદદ કરી છે.
રામવીરે વિમ્પા ઓર્ગેનિક અને હાઇડ્રોપોનિક્સ કંપનીની સ્થાપના કરી જે તેને વર્ષે 70 લાખ રૂપિયાની કમાણી કરી આપે છે. એટલું જ નહીં તાજેતરમાં, બિહારના એક ખેડૂત માટે રામવીરના હાઇડ્રોપોનિક્સ ઇન્સ્ટોલેશને તેની ઉપજને પૂરથી બચાવી હતી. ત્યારે મોટા ભાગના ખેડૂતો પૂર દરમિયાન તેમની ઉપજ ગુમાવી દેતા હોય છે.
આજે, રામવીર માટી વિનાની શાકભાજી ઉગાડી સંતોષ અનુભવી રહ્યા છે. તેઓને ગર્વ છે કે તેમના પ્રયત્નો અને અનોખી ખેતી પદ્ધતિએ તેમને અને અન્ય ઘણા લોકોને હાનિકારક રસાયણો વિના શાકભાજી ઉગાડવામાં મદદ કરી છે.
આ પણ વાંચો: ખેતીમાં પાણીની અછતને જળ સંચય થકી નિવારી શકાય! આ ગામના સફળ જળ સંચયના પ્રયાસથી ખેડૂતો બન્યા સમુદ્ધ