Success Story: સરકારી નોકરી છોડીને નેટ હાઉસમાં શરૂ કરી કાકડીની ખેતી, લોકોને આપે છે રોજગારી

નેટ હાઉસમાં ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પાણીની ઘણી બચત થાય છે. કારણ કે નેટ હાઉસમાં ટપક પદ્ધતિથી પાકને પિયત આપવામાં આવે છે. આનાથી પાણીનો બગાડ ઓછો થાય છે. તેમજ છોડના મૂળ સુધી પાણી પહોંચે છે. મુકેશ કુમાર પોતાના ખેતરમાં ઉત્પાદિત કાકડીઓ દિલ્હી અને ચંદીગઢ સહિત ઘણા શહેરોમાં સપ્લાય કરે છે.

Success Story: સરકારી નોકરી છોડીને નેટ હાઉસમાં શરૂ કરી કાકડીની ખેતી, લોકોને આપે છે રોજગારી
Cucumber Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 6:51 PM

આજે લોકો સરકારી નોકરી (Govt Job) પાછળ પાગલ થઈ ગયા છે. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના સંતાનને સરકારી નોકરી મળે, જેથી તેમને જીવનભર કોઈ બાબતની ચિંતા કરવી પડે નહીં. ભલે તે પટાવાળાની જ સરકારી નોકરી કેમ ન હોય. પરંતુ આજે આપણે એવી વ્યક્તિ વિશે વાત કરીશું જેણે સરકારી નોકરી છોડી દીધી અને હવે ગામમાં આવીને ખેતી (Farming) કરે છે.

નેટ હાઉસમાં ખેતી શરૂ કરી

અમે જે યુવા ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ મુકેશ કુમાર છે. મુકેશ હરિયાણાના કરનાલ જિલ્લાના રહેવાસી છે. અગાઉ તેઓ હરિયાણા બોર્ડમાં સરકારી નોકરી કરતા હતા. તેને દર મહિને 45,000 રૂપિયાનો પગાર મળતો હતો. પરંતુ તેને આ કામ કરવાનું મન ન થયું એટલે તેમણે નોકરી છોડી દીધી. આજે તે તેમની જમીન પર નેટ હાઉસમાં ખેતી કરી રહ્યા છે, જેમાંથી તેમને સારી એવી આવક થઈ રહી છે.

લોકોને રોજગારી પણ આપી

મુકેશે જણાવ્યું કે તેમણે પોતાની જમીન પર 4 નેટ હાઉસ બનાવ્યા છે, જેમાં તે કાકડીની ખેતી કરે છે. તેમના મતે ઉનાળાની ઋતુમાં કાકડીની માગ વધી જાય છે. આવી સ્થિતિમાં તેઓ 2 વર્ષથી નેટ હાઉસમાં કાકડીની ખેતી કરે છે. મુકેશ તેમાંથી સારો નફો કમાઈ રહ્યો છે. આ જ કારણ છે કે તેણે ધીમે ધીમે ખેતીનો વિસ્તાર વધાર્યો. ખાસ વાત એ છે કે મુકેશે પોતાના નેટ હાઉસમાં ઘણા લોકોને રોજગારી પણ આપી છે.

15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાકડીઓનું વેચાણ

મુકેશ કુમાર કહે છે કે નેટ હાઉસમાં ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પાણીની ઘણી બચત થાય છે. કારણ કે નેટ હાઉસમાં ટપક પદ્ધતિથી પાકને પિયત આપવામાં આવે છે. આનાથી પાણીનો બગાડ ઓછો થાય છે. તેમજ છોડના મૂળ સુધી પાણી પહોંચે છે. મુકેશ કુમાર પોતાના ખેતરમાં ઉત્પાદિત કાકડીઓ દિલ્હી અને ચંદીગઢ સહિત ઘણા શહેરોમાં સપ્લાય કરે છે. હાલમાં તેઓ 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાકડીઓ વેચી રહ્યા છે.

આ પણ વાંચો : પશુપાલકોએ પશુઓની કાળજી કેવી રીતે રાખવી? જાણો પશુઓમાં આવતા જુદા-જુદા રોગો અને તેનાથી બચવાના ઉપાય

આખા વર્ષ દરમિયાન ખેતી કરી શકાય

મુકેશ કહે છે કે નેટ હાઉસ બનાવવા માટે અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ તેમાં ખેતી કરવામાં આવે તો આવકમાં નોંધપાત્ર વધારો થાય છે. યુવા ખેડૂત કહે છે કે કાકડીની ઘણી જાતો છે, જે નેટ હાઉસમાં આખું વર્ષ ઉગાડી શકાય છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 54000
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 54000