AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશુપાલકોએ પશુઓની કાળજી કેવી રીતે રાખવી? જાણો પશુઓમાં આવતા જુદા-જુદા રોગો અને તેનાથી બચવાના ઉપાય

પશુઓને ખોરાકમાં શું આપવું, પશુઓમાં રસીકરણ (Vaccination) ક્યારે અને કયા રોગના રક્ષણ માટે કરાવવું વગેરે બાબતોની સમયાંતરે કાળજી લેવી પડે છે. પશુપાલકોને આ અંગે જાણકારી હશે તો તે ગુણવત્તા યુક્ત અને વધારે દૂધ ઉત્પાદન (Milk Production) મેળવી શકે છે. ચાલો જાણીએ પશુઓની કેવી રીતે કાળજી લેવી.

પશુપાલકોએ પશુઓની કાળજી કેવી રીતે રાખવી? જાણો પશુઓમાં આવતા જુદા-જુદા રોગો અને તેનાથી બચવાના ઉપાય
Cow
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 1:38 PM
Share

પશુપાલકોએ ઋતુ અનુસાર પશુઓની (Cattle) કાળજી રાખવી પડે છે. જેમાં પશુઓને ખોરાકમાં શું આપવું, પશુઓમાં રસીકરણ (Vaccination) ક્યારે અને કયા રોગના રક્ષણ માટે કરાવવું વગેરે બાબતોની સમયાંતરે કાળજી લેવી પડે છે. પશુપાલકોને આ અંગે જાણકારી હશે તો તે ગુણવત્તા યુક્ત અને વધારે દૂધ ઉત્પાદન (Milk Production) મેળવી શકે છે. ચાલો જાણીએ પશુઓની કેવી રીતે કાળજી લેવી અને પશુઓમાં આવતા જુદા-જુદા રોગો અને તેનાથી બચવાના કયા ઉપાયો કરવા જોઈએ.

આઉં સોજાના લક્ષણો અને ઉપાય

આ રોગનું નિદાન મુખ્યત્વે રોગના ચિહ્નો, દુધની ચકાસણી કે બાવલાની તપાસ દ્વારા થતું હોય છે. દુધની ચકાસણી મસ્ટાઈટીસ ડીટેકશન સ્ટ્રીપકેલિફોર્નિયા મસ્ટાઈટીસ ડીટેકશન કિટ તથા ક્લોરાઈડ ટેસ્ટ, કેટાલેઝ ટેસ્ટ ગળસુંઢો મુખ્યત્વે ગાય, ભેંસમાં આ રોગ થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે.

લક્ષણો: પશુમાં તાવ, મોઢામાંથી લાળ પડે, શ્વાસોચ્છવાસ વધે, ધબકારા વધે, ગળાના ભાગે સોજા આવે, ગળામાંથી અવાજ પણ થાય છે.

રોગનું નિયંત્રણ: દર 6 માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ. ચોમાસા પહેલા મે-જુનમાં તથા ડિસેમ્બરમાં તેની રસી મુકાવી હિતાવહ છે.

1. આઉં અને આંચળને દૂધ દોહન પહેલા ટીટ ડીપ દ્રાવણથી સાફ કરવું.

2. દૂધ દોહન બાદ પશુ ૧૫-૨૦ મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું.

3. પશુના રહેઠાણમાં સિમેન્ટ કોંક્રીટના પાકા ભોયતળીયા ન બનાવવા.

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં ડાંગર અને મગફળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

ગાંઠિયો તાવના લક્ષણો અને ઉપાય

લક્ષણો: પશુને પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, પશુ બેચેન બની જાય, ચાલી ન શકે, થાપાના ભાગે ખરાબ વાસવાળું કાળું પ્રવાહી ભરાયેલું હોય, ત્યાં સોજાની જગ્યાએ થપકારવાથી ક્રીપીટેશનસાઉન્ડ (ફુગ્ગાનો ચચરાટી વાળો અવાજ) આવે. રોગની તીવ્રતામાં ૨૪ કલાકમાં પશુ મરણ પામી શકે છે.

ઉપાય: ગાંઠીયો તાવ (બી.ક્યુ.)નું વેકસીનેશન ચોમાસા પહેલાં ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શક્યતાવાળા વિસ્તારમાં કરવું જોઈએ.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">