Red Banana: શું તમે ક્યારેય લાલ કેળું ખાધું છે? જાણો કેવી રીતે થાય છે તેની ખેતી

અગાઉ લાલ રંગના કેળાની ખેતી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયામાં થતી હતી. આ સિવાય અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ અને મેક્સિકોમાં પણ તેની ખેતી થાય છે. પરંતુ હવે ભારતમાં પણ ખેડૂતો તેની ખેતી કરવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળના ખેડૂતો લાલ રંગના કેળાની ખેતી કરે છે.

Red Banana: શું તમે ક્યારેય લાલ કેળું ખાધું છે? જાણો કેવી રીતે થાય છે તેની ખેતી
Red Banana Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 8:51 AM

કેળામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી-6, કાર્બોહાઇડ્રેટ્સ, મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આના સેવનથી પુષ્કળ પોષક તત્વો મળે છે અને શરીર મજબૂત રહે છે. લોકો માને છે કે કેળાનો રંગ ફક્ત લીલો અને પીળો હોય છે અને બજારમાં માત્ર લીલા અને પીળા રંગના કેળા વેચાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે લાલ રંગના કેળા પણ હોય છે. તેમાં લીલા અને પીળા રંગના કેળા કરતાં વધુ વિટામિન હોય છે.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: શું તમે પણ ઠંડુ પાણી પીઓ છો? ઉનાળામાં ઠંડા પાણીના રાજીવ દીક્ષિતે જણાવ્યા ગેરફાયદા, શરીરને પહોંચાડી શકે છે નુકસાન

અગાઉ લાલ રંગના કેળાની ખેતી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયામાં થતી હતી. આ સિવાય અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ અને મેક્સિકોમાં પણ તેની ખેતી થાય છે. પરંતુ હવે ભારતમાં પણ ખેડૂતો તેની ખેતી કરવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળના ખેડૂતો લાલ રંગના કેળાની ખેતી કરે છે. લાલ કેળાની ખાસિયત એ છે કે તેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય તેમાં બીટા કેરોટીન પણ સામાન્ય કેળા કરતાં વધુ જોવા મળે છે. લાલ કેળું કેન્સર અને હૃદય રોગના દર્દીઓ માટે દવાનું કામ કરે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એક ગુચ્છામાં લગભગ 100 કેળા હોય છે

ડોક્ટરોનું કહેવું છે કે લાલ કેળાનું સેવન કરવાથી કિડનીમાં પથરી નથી બનતી. હાડકા પણ મજબૂત બને છે. આ સાથે લાલ કેળા ખાવાથી હાર્ટબર્નની સમસ્યામાંથી પણ રાહત મળે છે. અત્યારે બજારમાં લાલ કેળાનો ભાવ લગભગ 100 રૂપિયા પ્રતિ કિલો છે. તે ખાવામાં મીઠા લાગે છે. તેના એક ગુચ્છામાં લગભગ 100 કેળા છે. તેની ખેતી શુષ્ક વાતાવરણમાં થાય છે.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં પણ લાલ કેળાની થઈ રહી છે ખેતી

લાલ કેળાની પણ સામાન્ય કેળાની જેમ ખેતી કરવામાં આવે છે. તેના વૃક્ષો ખૂબ ઊંચા છે. મહારાષ્ટ્રના સોલાપુર અને જલગાંવમાં ખેડૂતો તેની ખેતી કરી રહ્યા છે. આ સિવાય ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં પણ લાલ કેળાની ખેતી થઈ રહી છે. વર્ષ 2021માં મિર્ઝાપુર બાગાયત વિભાગે 5 હજાર રોપાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ આ છોડ ખેડૂતોમાં વહેંચવામાં આવ્યા હતા. જો ખેડૂતો લાલ કેળાની ખેતી કરે છે, તો તેમની આવકમાં વધારો થશે, કારણ કે તેની કિંમત સામાન્ય કેળા કરતાં વધુ છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">