દુષ્કાળની જાહેરાત ક્યારે થઈ શકે?, શું છે દુષ્કાળ માટે સરકારની ગાઈડલાઈન? આવો જાણીએ

Manual For Drought Management : દુષ્કાળ માટે સરકારે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા દુષ્કાળ મેન્યુઅલ બનાવવામાં આવેલો છે. જેમાં દુષ્કાળ ક્યારે જાહેર થઇ શકે તેની જોગવાઈઓ કરવામાં આવી છે.

દુષ્કાળની જાહેરાત ક્યારે થઈ શકે?, શું છે દુષ્કાળ માટે સરકારની ગાઈડલાઈન? આવો જાણીએ
Provisions for declaring Drought as per the Manual For Drought Management

રાજ્યમાં દર વર્ષે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો દુષ્કાળ જાહેરાત કરવા માટે સરકાર પાસે માગણી કરતા હોય છે. પરંતુ દુષ્કાળ માટે સરકારે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા દુષ્કાળ મેન્યુઅલ બનાવવામાં આવેલો છે. જેમાં દુષ્કાળ ક્યારે જાહેર થઇ શકે તેની જોગવાઈઓ કરવામાં આવી છે. જે જોગવાઈઓ પ્રમાણે વાસ્તવિક પરિસ્થિતિ હોય તો જ કોઈપણ જિલ્લા કે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. શું છે અનાવૃષ્ટિ માટેની જોગવાઈ આવો જાણીએ.

1)કોઈપણ તાલુકાના મહેસુલી રેન્જમાં ખરીફ સીઝનમાં 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોવો જોઈએ.

2)1 જૂન થી 15 ઓક્ટોબર સુધીનું સમયગાળો ખરીફ સીઝનમાં વાવેતરનો ગણવામાં આવે છે.આ સમયગાળા દરમિયાન 28 દિવસમાં એક પણ વરસાદ ન થયો હોય તો દુષ્કાળની જાહેરાત થઈ શકે છે.

3)જુની શરત મુજબ 125 mm ઓછો વરસાદ હોય તો દુષ્કાળ જાહેર થતો હતું પરંતુ હવે તે વધારીને 250 mm કરાયો છે.

4) દુષ્કાળ મેન્યુઅલ પ્રમાણે કેનાલ કમાન્ડ એરિયા ધરાવતા ખેડૂતોને અનાવૃષ્ટિનો લાભ મળવાપાત્ર રહેતો નથી.

5)ખેતીના પાકોને નુકસાન થયું હોય તો પણ દુષ્કાળની પરિસ્થિતિ જ કહેવાય છે.

6) કોઈ એક ગામમાં 10 ખેડૂતોના પાકને ઓછા વરસાદના કારણે નુકસાન થયું છે તો તેની માહિતી ગ્રામ પંચાયત પરથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી મોકલી ખેડૂતોને દુષ્કાળ નો લાભ અપાવી શકાય છે.

7)જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ મામલે સમગ્ર રિપોર્ટ કલેકટરના અધ્યક્ષસ્થાને તૈયાર થાય છે અને જે યાદી રાજ્ય સરકારના મહેસૂલી વિભાગને મોકલવામાં આવે છે.

8) મહેસુલ વિભાગ અને સરકાર અનાવૃષ્ટિ નો લાભ આપો કે કેમ તે મામલે આખરી નિર્ણય કરે છે.

9) 33 ટકા થી 60 ટકા નુકસાન માં પ્રતિ હેકટર 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

10)60 ટકા થી વધુ નુકસાન માં પ્રતિ હેકટર 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

ગામના વરસાદ આધારીત ખેતીના પાકને ઓછા વરસાદથી નુકશાન થયું હોય તો પણ દુષ્કાળનો લાભ મળી શકે

અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હોય છે. પરંતુ તેમ છતાં પણ ગામના જે પણ ખેડૂતોને ઓછા વરસાદના કારણે પાક નુકશાની થઇ હોય તેવા ખેડૂતોનની યાદી દુષ્કાળના મેન્યુઅલ પ્રમાણે સરપંચ તેમજ તલાટી ગ્રામ પંચાયત સ્તરે તૈયાર કરી તાલુકા સ્તરે મોકલાવે છે. જે બાદ આ યાદી જિલ્લા સ્તરે જતા ગ્રામસેવક દ્વારા ખેતીના પાકોને નુકસાન થયું છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે. જીઓ ટેગીંગ સાથે તેના ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે. જેના આધારે ખેતીના પાકોને કેટલું નુકસાન છે તે બાબત ધ્યાને લેવામાં આવે છે. જેના આધારે નુકસાનીનું વળતર આપવું કે કેમ તેની યાદી કલેકટર સરકારમાં મોકલી આપે છે. જેના આધારે દુષ્કાળ ની સહાય પાક નુકશાની ભોગવતા ખેડૂતોને દુષ્કાળ સહાય મળી શકે છે.

આ પણ વાંચો : VADODARA : દહેજની કંપનીએ કેમિકલ છોડતા વડોદરા અને ભરુચમાં કપાસનો પાક નષ્ટ થયાના આક્ષેપો

Click on your DTH Provider to Add TV9 Gujarati