VADODARA : દહેજની કંપનીએ કેમિકલ છોડતા વડોદરા અને ભરુચમાં કપાસનો પાક નષ્ટ થયાના આક્ષેપો

ભરૂચના દહેજ પાસે આવેલી ખાનગી કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવતા પાકમાં વિકૃતિ આવી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. પાક નષ્ટ થતા બંને જિલ્લાના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 8:40 AM

VADODARA : વડોદરા તથા ભરુચ જિલ્લાના ગામોના ખેતરોમાં કપાસનો પાક નષ્ટ થઈ રહ્યો છે. પાકમાં વિકૃતિ આવી હોય પાક નષ્ટ થઈ રહ્યો છે. ભરૂચના દહેજ પાસે આવેલી ખાનગી કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવતા પાકમાં વિકૃતિ આવી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. પાક નષ્ટ થતા બંને જિલ્લાના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. આ બાબતે વડોદરા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દ્વારા તંત્રને આવેદનપત્ર આપી કંપની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કપાસના પાકમાં ભેદી રોગથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. કપાસના પાકમાં ભેદી રોગથી ડભોઈ તાલુકામાં ખેડૂતો ચિંતિત થયા.કપાસના પાકને અજાણ્યા વાયરસનો રોગ લાગું પડી ગયો હતો. જેના નમૂના લઈ આનંદ કૃષિ યુનિવર્ષિટી ખાતે રિષર્ચ માટે મોકલવામાં આવ્યા છે.પરંતુ કપાસના પાકમાં લાગેલા આ વાયરસનાં રોગના નિવારણ માટે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. કપાસના પાકમાં આવેલા આ ભેદી રોગથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં 23,601 હેકટર જમીનમાં વાવેલો પાકમાં નુકસાનમાં ભીતી સેવાઈ રહી હતી.

વડોદરા ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી અને બોડેલી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કપાસની ખેતીમાં અચાનક ભેદી રોગ જોવા મળ્યો હતો. ખેતીવાડી અધિકારીએ નિરીક્ષણ માટે છોડ લઈ જઈ તપાસ કરી પરંતુ ભેદી રોગની ભાળ મળી ન હતી.

કપાસના પાકમાં આ પહેલીવાર આવો રોગ આવ્યો છે જેને વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે, પણ આ વાયરસ એવો છે કે કપાસનો વિકાસ અટકાવી દે છે. અત્યારે બે અઢી મહિનાના કપાસમાં ફળ આવી જવું જોઈએ, પણ વાયરસના કારણે કપાસમાં ફળ આવ્યાં નથી. જેના કારણે ખેડૂત પાયમાલ થવાની સ્થિતિ તરફ જઈ રહ્યો છે. કિસાન સંઘ આ માટે ભરૂચના દહેજ પાસે આવેલી ખાનગી કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવતા પાકમાં વિકૃતિ આવી હોવાનો આક્ષેપ કરી રહ્યું છે.

આ પણ વાંચો : AHMEDABAD : FORD મોટર્સે સાણંદ સ્થિત પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ કર્યુ, હજારો લોકોની રોજગારી પર અસર થશે

Follow Us:
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">