આનંદો ! ગુજરાત સહિત દેશભરના ખેડૂતોના ખાતામાં આજે 13માં હપ્તાના પૈસા ટ્રાન્સફર કરશે PM મોદી

આ વખતે પીએમ મોદી 16 હજાર કરોડથી વધુની રકમ જાહેર કરશે અને 2000 રૂપિયાનો 13મો હપ્તો 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચશે.

આનંદો ! ગુજરાત સહિત દેશભરના ખેડૂતોના ખાતામાં આજે 13માં હપ્તાના પૈસા ટ્રાન્સફર કરશે PM મોદી
PM Modi kishan yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 9:58 AM

દેશના કરોડો ખેડૂતોની રાહનો આજે અંત આવી રહ્યો છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તા તરીકે સોમવારે 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 16,800 કરોડ રૂપિયાની રકમ જમા કરશે.

પીએમ-કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર 4 મહિનામાં 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. આ યોજના ફેબ્રુઆરી, 2019 માં રજૂ કરવામાં આવી હતી પરંતુ તે ડિસેમ્બર, 2018 થી અસરકારક માનવામાં આવી હતી.

PM કર્ણાટકમાં આ યોજનાનો 13મો હપ્તો બહાર પાડશે

એક સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદી કર્ણાટકના બેલાગવીમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ-કિસાન યોજનાનો 13મો હપ્તો રજૂ કરશે. પીએમ કિસાન અને જલ જીવન મિશનના લાભાર્થીઓ સહિત લગભગ એક લાખ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કૃષિ સચિવ મનોજ આહુજા પણ હાજર રહેશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પીએમ કિસાન યોજના હેઠળ લાખો ખેડૂતોને મળ્યો લાભ

પીએમ-કિસાન યોજનાનો 11મો હપ્તો મે, 2022માં જ્યારે 12મો હપ્તો ઓક્ટોબર, 2022માં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ 2.25 લાખ કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાંથી 1.75 લાખ કરોડ રૂપિયા કોવિડ-19 સમયગાળા દરમિયાન ખેડૂતોને અનેક હપ્તામાં આપવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પીએમ મોદી 16 હજાર કરોડથી વધુની રકમ જાહેર કરશે અને 2000 રૂપિયાનો 13મો હપ્તો 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચશે.

ખેડૂતોના ખાતામાં થશે ટ્રાન્સફર

પીએમ કિસાન એક કેન્દ્રીય યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. ખાસ વાત એ છે કે 6000 રૂપિયાની આ રકમ ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે પીએમ કિસાન માટે 2 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.

પીએમ કિસાન યોજનાના લાભાર્થી તરીકે તમારું નામ આ રીતે તપાસો

>> સૌ પ્રથમ લાભાર્થી https://pmkisan.gov.in પર જાઓ. >> વેબસાઈટ ઓપન થયા બાદ ‘ફાર્નર કોર્નર’ પર ક્લિક કરો. >> ‘ફાર્નર કોર્નર’માં લાભાર્થીઓની યાદી પર ક્લિક કરો. >> તમારું રાજ્ય, જિલ્લો, તાલુકા, બ્લોક અને ગામ એક પછી એક પસંદ કરો. >> હવે ‘Get Report’ પર ક્લિક કરો. >> આ પછી તમારી સ્ક્રીન પર તમામ લાભાર્થીઓની યાદી દેખાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">