AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan : પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે રૂપિયા 3,000 પેન્શન, જાણો વિગત

PM Kisan Maandhan Pension Scheme : આ યોજના હેઠળ ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3 હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે. 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરનાં બે હેકટર કે તેથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે.

PM Kisan : પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે રૂપિયા 3,000 પેન્શન, જાણો વિગત
PM Kisan Maandhan Pension Scheme
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 5:37 PM
Share

કોઇ પણ વ્યક્તિ માટે સૌથી મોટી સુરક્ષા તેની આર્થિક સુરક્ષા હોય છે. ખેતી એ અનિશ્વિતતાઓ ભર્યો વ્યવસાય છે. હાલના સમયમાં નોકરીયાત વર્ગનાં વ્યક્તિઓને તો પેન્શનનો લાભ મળે છે પરંતુ ખેતીનો વ્યવસાય કરતા ખેડૂતોનું (Farmers) શું? એક ખેડૂત જ્યારે તેનાં ખેતીનાં વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાનું વિચારે ત્યારે તેને પેન્શનનો લાભ નથી મળતો. આ માટે જ સરકાર 2 હેકટરથી ઓછી જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડૂતો માટે લાવી છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના.

ખેડૂતોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં જોડાયેલા ખેડૂતો સરળતાથી કિસાન માનધન યોજનાનો લાભ મેળવી શકે છે.

ખેડૂત આખી જીંદગી ખુબ જ મહેનત કરે છે છતાય તેની વૃદ્ધાવસ્થામાં તેને નિયમિત નિશ્વિત આવક મળે એવી કોઇ વ્યવસ્થા હોતી નથી. ઉંમર વધવાની સાથે આવક કમાવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. જીવનનિર્વાહ ખર્ચમાં વધારો થઇ રહ્યો છે ત્યારે માસિક આવકની ખાતરી વૃદ્ધાવસ્થામાં પ્રતિષ્ઠિત જીવનની ખાતરી પૂરી પાડે છે. આ માટે સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અમલમાં મૂકી છે.

સૌ પ્રથમ તો જો આ યોજનાનો લાભ લેવા માટેની લાયકાતની વાત કરીએ તો બે હેકટર કે તેથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શક્શે. 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરનાં તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શક્શે. એક કુટુંબનાં પતિ-પત્ની પણ આ યોજનામાં જોડાઇ શકે છે, પરંતુ બંન્ને એ પોતાનો ફાળો અલગથી આપવો પડશે. યોજનાની વધારે માહિતી: https://pmkmy.gov.in/

યોજનાનો લાભ લેવા ખેડૂતને પોતાનું આધાર કાર્ડ અને બેંક ખાતાની પાસબુક રજૂ કરવી પડશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર જઇને ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. જો ખેડૂતે ઓનલાઇન નોંધણી કરાવી હોય તો http://pmkmy.gov.in સાઇટ પર જઇને પોતે આ યોજના માટે ઓન-લાઇન ફોર્મ ભરી શકે છે.

આ યોજના હેઠળ ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3 હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે. જો પેન્શનનો લાભ લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પતિ કે પત્નીને માસિક પેન્શનની રકમનાં 50% 1500 રૂપિયા મળતા રહેશે. પેન્શન શરૂ થાય તે પહેલા જો લાભાર્થીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ખેડૂતનાં ખાતામાં જમા રકમ વ્યાજ સહિત તેની પત્ની કે પતિને મળી જશે. જો ખેડૂત આ યોજનાનો લાભ લેવા ન ઇચ્છતો હોય અને અધવચ્ચેથી પેન્શન યોજનાનો લાભ લેવાનું બંધ કરે તો તેને ત્યાં સુધી ભરેલ રકમ વ્યાજ સહિત પાછી મળી જશે.

આ પેન્શન યોજના હેઠળ ખેડૂતે પોતાની ઉંમર મૂજબ જે રકમ નક્કિ થાય તે રકમ દર મહિને જમા કરાવવાની રહેશે. 18 થી 40 વર્ષનાં ખેડૂત માટે આ યોજના માટે ખાતામાં ભરવાની ફાળાની રકમ અલગ-અલગ છે. 18 વર્ષનાં ખેડૂત માટે આ રકમ 55 રૂપિયા છે, જ્યારે 40 વર્ષનાં ખેડૂત માટે આ રકમ 200 રૂપિયા છે. લાભાર્થી ખેડૂત જ્યારથી રકમ ભરવાની શરૂઆત કરે ત્યારે તેની જે ઉેમર હોય તે મૂજબની રકમ તે ખેડૂત 60 વર્ષનો થાય ત્યાં સુધી તેને ભરવાની રહે છે.

ખેડૂત જેટલી રકમ દર મહિને જમા કરશે તેટલી રકમનો ફાળો સરકાર પણ જમા કરશે. 18 વર્ષનાં ખેડૂત માટે આ રકમ 55 રૂપિયા પ્રતિ માસ છે એટલે કે 55 રૂપિયા પ્રતિમાસ એમ બાર મહિના લેખે તેને 660 રૂપિયા ભરવા પડે છે. અને ઉેમર 18 વર્ષ હોવાથી તે 60 વર્ષનો થાય ત્યાં સુધી એટલે કે 42 વર્ષ સુધી તેને આ રકમ ભરતા રહેવું પડે છે એટલે કે આ યોજનામાં તે 42 વર્ષ દરમિયાન કુલ 27720 રૂપિયા ભરે છે.

આ સરળ પ્રક્રિયાને અનુસરીને 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરનાં બે હેકટર કે તેથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે અને 60 વર્ષ પછીની ઉંમરે પેન્શનનો લાભ લઇ શકે છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશ ખબર ! પીએમ કિસાન યોજના હેઠળની સહાય રકમ થઈ શકે છે બમણી

આ પણ વાંચો : PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">