AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે. ખેડૂતોને પાકની વાવણી પહેલા ઓછા વ્યાજ પર આ લોન મળે છે.

PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી
Farmers
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 2:27 PM
Share

દેશના ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. દેશના કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તાજેતરમાં, નવમાં હપ્તાની રકમ યોજના હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે, પીએમ કિસાન યોજના હેઠળ સરકાર તેના લાભાર્થીઓને પોષણક્ષમ દરે લોન પણ આપે છે.

નોંધનીય છે કે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ, પીએમ કિસાન સમ્માન યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બંને જોડાયેલી છે. આ કિસાન ક્રેડિટ કાર્ડથી સરકાર ખેડૂતોને સસ્તા દરે લોન આપી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ આનો લાભ લઈ શકે છે.

ઓછા વ્યાજ દરે મળે છે લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે. ખેડૂતોને પાકની વાવણી પહેલા ઓછા વ્યાજ પર આ લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ સિવાય ખેડૂતોને ચાર ટકાના વ્યાજ પર ટૂંકા ગાળા માટે પાંચ અને ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

આ લોનની રકમ પર સરકાર દ્વારા બે ટકાની સબસિડી આપવામાં આવે છે. જો કે આ લોન ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે, પરંતુ જો તે સમયસર ચૂકવવામાં ન આવે તો ખેડૂતને ચાર ટકાના બદલે સાત ટકા વ્યાજ ચૂકવવું પડે છે.

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બનાવવું કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારા દસ્તાવેજો લઈ નજીકની બેંકમાં જાઓ અને મેનેજરને મળો અને તમારા માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની માંગ કરો. જો ખેડૂતો કોઈ પણ ગ્રામીણ બેંકમાં જાય છે અને તેમના કિસાન ક્રેડિટ કાર્ડ બનાવે છે, તો તેમાં સરકાર દ્વારા પ્રોત્સાહનો આપવામાં આવે છે. જેનો લાભ માત્ર ખેડૂતોને મળશે.

પછી તમને બેંક મેનેજર વકીલ પાસે મોકલશે અને તમારી પાસેથી કેટલીક મહત્વની માહિતી લેશે. તે પછી તમે બેંકમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી ફોર્મ ભરશો. અરજી સબમિટ કર્યા પછી કેટલાક કાગળ હશે, જે પછી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવશે. પછી તમે આ કાર્ડથી લોન લઈ શકો છો. જોકે, લોનની રકમ અરજદાર પાસે કેટલી જમીન છે તેના પર નિર્ભર છે. કારણ કે જમીન પ્રમાણે જ લોન આપવામાં આવશે.

આ પણ વાંચો : Afghanistan Crisis : અરાજકતા વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ, મોતના આંકડામાં સતત વધારો

આ પણ વાંચો :એક એકરમાં આ વૃક્ષના 120 છોડનું વાવેતર કરો અને 12 વર્ષમાં કરોડપતિ બનો ! જાણો કેવી રીતે

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">