PM Kisan: શું છે Rft Signe અને FTO? પીએમ કિસાનના લાભાર્થીઓ માટે જાણવું ખૂબ જરૂરી

ખેડૂતોને પીએમ કિસાન(PM Kisan)નો આગામી હપ્તો મળતા પહેલા કેટલાક સંકેતો મળવાનું શરૂ થાય છે. આ સંકેતો PM કિસાન પોર્ટલ દ્વારા હપ્તાની રકમની સ્થિતિ તપાસતી વખતે ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ આ સંકેતો વિશે.

PM Kisan: શું છે Rft Signe અને FTO? પીએમ કિસાનના લાભાર્થીઓ માટે જાણવું ખૂબ જરૂરી
કેન્દ્ર સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. કેન્દ્ર સરકારને લાગે છે કે દર વર્ષે પાત્ર ન હોય તેવા લાખો ખેડૂતો છેતરપિંડી કરીને પીએમ કિસાનનો લાભ લે છે. તેનાથી સરકાર પર નાણાકીય બોજ વધ્યો છે. પરંતુ, ઇ-કેવાયસી ફરજિયાત થતાં જ હવે નકલી ખેડૂતોની ઓળખ થશે. આવી સ્થિતિમાં તેમને પીએમ કિસાન યાદીમાંથી બાકાત રાખવામાં આવશે.Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 2:49 PM

ખેડૂતો માટે સૌથી મોટી અને સફળ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) એટલે કે પીએમ કિસાન યોજના. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના 10 કરોડથી વધુ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા આપે છે. અત્યાર સુધી ખેડૂતોને 11મો હપ્તો મળ્યો છે. આવી સ્થિતિમાં હવે ખેડૂતો (Farmers)12મા હપ્તા માટે 2000 રૂપિયાની રાહ જોઈ રહ્યા છે. જો ખેડૂતો ઈચ્છે તો તેઓ જાણી શકે છે કે તેમનો આગામી હપ્તો ક્યારે આવશે. આવી સ્થિતિમાં આવો જાણીએ તેની રીત.

PM કિસાન માટે Rft Signe અને FTO શા માટે જરૂરી છે?

વાસ્તવમાં, ખેડૂતોને પીએમ કિસાનનો આગામી હપ્તો મળતા પહેલા કેટલાક સંકેતો મળવાનું શરૂ થાય છે. આ સંકેતો PM કિસાન પોર્ટલ દ્વારા હપ્તાની રકમની સ્થિતિ તપાસતી વખતે ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ આ સંકેતો વિશે.

પ્રથમ સંકેત- જો PM કિસાન પોર્ટલ પર સ્ટેટસ ચેક કરતી વખતે, Waiting for approval by state લખેલું આવે તો સમજવું કે આગામી હપ્તો મેળવવામાં થોડો સમય લાગી શકે છે. એટલે કે, રાજ્ય સરકારે હજુ સુધી તમારા ખાતામાં આગામી હપ્તાના 2000 રૂપિયા મોકલવાની મંજૂરી આપી નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બીજી નિશાની- જેમ તમે જાણો છો કે દસ્તાવેજની ચકાસણી કર્યા પછી, સરકારો Rft Signe એટલે કેRequest For Transfer કરે છે. મતલબ કે ‘રાજ્ય સરકારે પીએમ કિસાનના લાભાર્થીનો ડેટા ચેક કર્યો છે અને તે સાચો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રક્રિયા બાદ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને આગામી હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં મોકલવા વિનંતી કરે છે.

ત્રીજો સંકેત- જો તમે PM કિસાનનું સ્ટેટસ ચેક કરો છો અને FTO is Generated and Payment confirmation is pending નો મેસેજ લખેલો જોવા મળે છે, તો સમજી લો કે તમારા PM કિસાનના આગામી હપ્તાના પૈસા તમારા બેંક ખાતામાં જલ્દી આવી જશે. અહીં FTO એટલે ફંડ ટ્રાન્સફર ઓર્ડર (Fund Transfer Order)થાય છે. તેનો સીધો અર્થ એ છે કે તમારી આગામી હપ્તાની રકમ તૈયાર છે અને સરકારે આગામી હપ્તાના નાણાં તમારા બેંક ખાતામાં મોકલવાનો આદેશ આપ્યો છે.

પીએમ કિસાનના 12મા હપ્તાના પૈસા આ મહિને આવશે

અહેવાલો અનુસાર, આ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં જ, 12મા હપ્તાના બે હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવશે. જેમ તમે જાણતા હશો કે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે, સૌથી મહત્વની બાબત એ છે કે ઇ-કેવાયસી કરાવવું. આ માટે સરકારે 31 ઓગસ્ટ સુધીની તારીખ નક્કી કરી હતી. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે જેમણે ઇ-કેવાયસી કરાવ્યું નથી, તેમને આગામી હપ્તો નહીં મળે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">