commodity market today : સામાન્ય જનતાને નહીં રડાવે કસ્તુરી, સરકાર 25 રૂપિયે કિલોના ભાવે વેચશે ડુંગળી

commodity market :ઉપભોક્તા બાબતો અને ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે 22 ઓગસ્ટે જણાવ્યું હતું કે ખેડૂતો અને સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને સરકાર 2,410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળી ખરીદી રહી છે. સરકાર ડુંગળીના ભાવમાં કોઈ પણ ભોગે વધારો થવા દેશે નહીં અને તેથી જ સરકાર ડુંગળીના ભાવ 25 રૂપિયા નક્કી કરવા માંગે છે.

commodity market today : સામાન્ય જનતાને નહીં રડાવે કસ્તુરી, સરકાર 25 રૂપિયે કિલોના ભાવે વેચશે ડુંગળી
control onion prices
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 6:43 PM

Onion Price : છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કિંમતો સંપૂર્ણપણે બેકાબૂ બને તે પહેલા સરકારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લગાવી છે, જેના કારણે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ટામેટા અને આદુના વધતા ભાવથી સામાન્ય માણસ પરેશાન છે. આવી સ્થિતિમાં સરકાર હવે 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવા જઈ રહી છે જેથી ભાવ વધતા અટકાવી શકાય. ઉપભોક્તા બાબતો અને ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે 22 ઓગસ્ટે કહ્યું હતું કે સરકાર ડુંગળીના ભાવને કોઈપણ કિંમતે વધવા દેશે નહીં.

આ પણ વાંચો : Commodity Market: રિકવરી મોડમાં ક્રૂડ, 1 દિવસમાં ભાવ 3% વધ્યો, જાણો અન્ય કોમોડિટીઝ કેવી ચાલી રહી છે

પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, “2022માં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનના ખૂબ ઓછા ભાવ મળ્યા હતા. સરકારે બફર સ્ટોક 2 લાખ મેટ્રિક ટનથી વધારીને 3 લાખ મેટ્રિક ટન કર્યો છે. સખત મહેનતને યોગ્ય કિંમત ચૂકવવી પડે છે.”

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ડુંગળીના ભાવ વધી રહ્યા છે

ડુંગળીના ભાવ 30 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 40 રૂપિયા થઈ ગયા છે. નિષ્ણાતોનું અનુમાન છે કે આગામી દિવસોમાં સપ્ટેમ્બર સુધીમાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

પીયૂષ ગોયલે કહ્યું કે, “ટામેટાના મામલામાં સરકારના હસ્તક્ષેપથી ગ્રાહકોને ઘણી મદદ મળી છે અને ભાવમાં ઘટાડો થયો છે. તેના કારણે 1.4 અબજ ગ્રાહકોની સાથે ખેડૂતોને પણ રાહત મળી છે.”

એક અંદાજ મુજબ ડુંગળીના ભાવમાં હજુ વધારે ભડકે બળે તેવી સંભાવના છે. સરકારે 19 ઓગસ્ટના રોજ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને તાત્કાલિક અસરથી 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદવામાં આવી. સરકારના આ પગલાનો હેતુ સ્થાનિક બજારમાં શાકભાજીનો પુરવઠો વધારવાનો હતો.

જો કે, સરકારના નિર્ણયના બે દિવસ પછી, નાસિકના લાસલગાંવની કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC) 40 ટકા નિકાસ ડ્યુટી લાદવાના નિર્ણય સામે અનિશ્ચિત મુદ્દતના વિરોધ પર બેસી ગઈ. નાસિકનું લાસલગાંવ એશિયાનું સૌથી મોટું ડુંગળીનું બજાર છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 22 ઓગસ્ટે ટ્વિટ કર્યું હતું કે, “મેં ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે 2 લાખ મેટ્રિક ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર, ખાસ કરીને નાસિક અને અહેમદનગરના ખેડૂતોના હિતમાં પગલું ભરવામાં આવ્યું છે. સરકાર 2410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળી ખરીદશે. તેનાથી રાજ્યના ખેડૂતોને રાહત મળશે.”

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">