AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zaid Crop: શું હોય છે જાયદ પાક ? જાયદ પાકમાં વધુ ઉત્પાદન મેળવવા કરો આ કામ

રવિ પાકની લણણી અને ખરીફ પાકની વાવણી (Harvesting of Rabi Crops)પહેલા ખેતરને થોડા સમય માટે ખાલી રાખવામાં આવે છે. આ દરમિયાન, ખેડૂતને અન્ય પાકની ખેતી કરવા માટે પૂરતો સમય મળે છે. આ સમયે ઉગતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે.

Zaid Crop: શું હોય છે જાયદ પાક ? જાયદ પાકમાં વધુ ઉત્પાદન મેળવવા કરો આ કામ
Zaid Crop (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 12:32 PM
Share

હાલ ઘણા પાકની કાપણી કરવામાં આવી રહી છે, તેથી ખેડૂતો દ્વારા નવા પાકો વાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આ સમયે જાયદ પાકની વાવણી માટે યોગ્ય સમય ચાલી રહ્યો છે. જો તમે પણ જાયદ પાક (Zaid Crop)માંથી વધુ ઉપજ મેળવવા માંગતા હોવ અને તેને બજારમાં વેચીને સારો નફો મેળવવા માગો છો તો આ લેખ તમારા માટે છે.  જાયદ સિઝનમાં ખેડૂતો(Farmers) કાકડી, ખીરા કાકડી, કારેલા, દુધી, તુરિયા, પાલક, કોબીજ, રીંગણ, ભીંડાનું વાવેતર કરે છે. આપને જણાવી દઈએ કે રવિ પાકની લણણી અને ખરીફ પાકની વાવણી(Harvesting of Rabi Crops)પહેલા ખેતરને થોડા સમય માટે ખાલી રાખવામાં આવે છે.

આ દરમિયાન, ખેડૂતને અન્ય પાકની ખેતી કરવા માટે પૂરતો સમય મળે છે. આ સમયે ઉગતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. જો તમે પણ તમારા ખેતરમાં જાયદ પાક વાવો છો, તો તમે તેનાથી વધુ નફો મેળવી શકો છો, કારણ કે બજારમાં શાકભાજી અને ફળોની માગ સૌથી વધુ છે. જો તમે જાયદ પાકમાંથી વધુ ઉપજ મેળવવા માંગો છો, તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેના દ્વારા તમે તમારા પાકમાંથી વધુ ઉપજ મેળવી શકો છો.

ઉપજ મેળવવા માટે ખેડૂતોએ નીચેની બાબતો પર ધ્યાન આપવું જોઈએ

  1. જાયદ પાકમાંથી વધુ ઉપજ મેળવવા માટે, તમારે પહેલા તમારા ખેતરને થોડા સમય માટે ખાલી રાખવું પડશે.
  2. હંમેશા પાકને એક પંક્તિમાં વાવો અને તે જ ક્યારામાં વેલાના પાકને પણ વાવો.
  3. આ ઉપરાંત, તમારે શાકભાજીની વાવણી વચ્ચે અન્ય ફળોની પણ વાવણી કરવી જોઈએ, જેથી તમે પાકમાંથી સારા ઉપજ સાથે વધુ નફો મેળવી શકો.
  4. તમે ઘણી વાર જોયું હશે કે વેલા શાકભાજીના ફળ સમય પહેલા પડી જાય છે અને તૂટી જાય છે. આને રોકવા માટે, વાવણી સમયે, તમારે લગભગ 40 થી 50 સેમી પહોળી અને 30 સેમી ઊંડી લાંબી ગટર બનાવવી જોઈએ.
  5. આ સિવાય તમારે દરેક છોડમાં ઓછામાં ઓછું 60 સેમીનું અંતર રાખવું પડશે. જો શક્ય હોય તો, નાળાના કિનારે 2 મીટર પહોળા ક્યારા તૈયાર કરો.
  6. આ રીતે તમે ફળને અકાળે પડતા અટકાવી શકો છો અને સાથે જ પાકમાંથી વધુ ઉપજ પણ મેળવી શકો છો.

આ પણ વાંચો: Success story: તમારા ખેતરની માટી પ્રમાણે આ મોબાઈલ એપ જણાવશે, તમે આ પાકની ખેતી કેવી રીતે કરી શકો?

આ પણ વાંચો: Shocking: જીવતા ઉંદરને ખાઈ રહેલા ઘોડાનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘આ અશક્ય છે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">