AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture: ખેડૂતોએ જુન માસમાં જુદા-જુદા શાકભાજી અને ફળોના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતોએ જુન માસમાં જુદા-જુદા શાકભાજી અને ફળોના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Fruit and Vegetable Crops
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 3:37 PM
Share

Agriculture: ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજી અને ફળોના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શાકભાજીના પાકમાં ખેતી કાર્યો

1. દક્ષિણ ગુજરાત માટે જી-ટી-૯ અન્ય માટે ગુ.ટમેટી-૧,૨,એમએચ-૬,એનએ-૫૦૧,૬૦૧, જૂનાગઢ ટમેટા -૩,આણદ ટમેટા- ૩ અને ૪. પૂસા ગૌરવ, પૂસા રૂબી, પૂસા હાઈબ્રીડ–૨ તથા ૪ વગેરે ટામેટાની જાતોનું નું વાવેતર કરવું.

2. એક હેક્ટર વાવેતર માટે ૧૫૦ ચો.મી. ઘરુવાડિયાની જરૂર પડે છે તેમાં હાઈબ્રીડ જાત માટે ૧૫૦ થી ૨૦૦ ગ્રામ તેમજ અન્ય જાત માટે ૩૦૦ થી ૩૫૦ ગ્રામ બીજ્ની જરૂર પડે છે. રાસાયણિક ખાતર ૭૫-૩૭.૫-૬૨.૫ એન.પી.કે. આપવું.

3. આનંદ દુધી -૧, પૂસા સંકર-૩, પંજાબ ગોળ, અર્કા બહાર, પૂસા નવીન માંથી કોઈ એક દુધીની જાતનું વાવેતર કરવું.

4. ગુજરાત ભીંડો- ૬, ગુજરાત સંકર ભીંડો- ૨, ગુજરાત જૂનાગઢ ભીંડો-૩ અને 4 નું વાવેતર કરવું. ચોમાસું ભીંડાનાં પાકમાં રાસાયણિક ખાતર ૭૫-૨૫-૨૫ એન.પી.કે. આપવું.

5. સુરણ: જી એ એફ વાય-૧ (સ્વાગત) નું વાવેતર કરો.

6. જીજેઓએચ-૨,૩,૪ પરભણી ક્રાંતિ, હિસ્સાર, ગુ.હાઈ.ભીંડા-૧, ગુ.ભીંડા-૨ જીઓ-૩, જીએઓ-૫ ભીંડાનું વાવેતર કરવું.

7. જી.જે.એસ.જી-૨ ગલકાનું વાવેતર કરવું.

8. દક્ષીણ ગુજરાત માટે સુરતી રવૈયા ગુલાબી, તેમજ અન્ય વિસ્તાર માટે પીએલઆર -૧, જીજેબી-૨, પૂસા હાઇબ્રીડ-૫,૬,ગુ.આણદ લંબગોળ–ગુ.લાંબા રીંગણ-૧ ગુ.જૂનાગઢ રીંગણા–૨ માંથી કોઈપણ એક જાતનું રીંગણા નું વાવેતર કરવું.

9. ચોમાસું ડુંગળીના વાવેતર માટે નાસિક-૫૩, ભીમા સુપર,તળાજા લાલ, જૂ.લાલ ડુંગળી, પુસારેડ, ડાર્ક રેડ,ભીમા રાજ અને અર્કા કલ્યાણ તેમજ હાઈબ્રીડ જાતોમા બીઈજો શીતલ , સેમનીશ સનસીડ નું વાવેતર કરવું.

10. ચોમાસું ડુંગળી માટે રાસાયણિક ખાતર ૭૫-૫૦-૨૫ એન.પી.કે. આપવું. સુકારા માટે ટ્રાઈકોર્ડ હારજીયાનમ વાપરવું.

આ પણ વાંચો: Agriculture: ખેડૂતોએ જુન માસમાં કપાસ અને મગફળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

બાગાયતના પાકમાં ખેતી કાર્યો

1. લીબુંનાં પાનની કાળી માખીના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રિડ ૪ મિલિ/ ૧૦ લિટર પાણીમાં નાખી જીવાતનો ઉપદ્રવ ચાલુ થાય ત્યાર પછી ૧૫ દિવસ પછી છંટકાવ કરવો.

2. આંબામાંથી ફળ ઉતારી લીધા બાદ ઝાડ ઉપર યુરિયા ૨% ના છંટકાવ કરવો, સુકી ડાળીઓ માલ ફોરમેશન વગેરે કાપીને નાશ કરવો.

3. જામફળ :- લખનૌ -૪૯ (સરદાર) જાતનું વાવેતર કરવું.

4. ચીકુ :- કાળીપતી,પીળીપતી તેમજ પીકેએસ-૩,૫ નું વાવેતર કરવું.

5. દક્ષીણ ગુ.માટે ગ્રાન્ટનૈન જાતનું વાવેતર કરવું. કેળના રોપા તૌયાર કરવા માટે મેક્રો પ્રોપોગેશન પદ્ધતિનો ઉપયોગ કરવો.

6. દાડમ :- ધોળકા, ભાવનગરી, જી-૧૩૭, ભગવો જાતનું વાવેતર કરવું.

7. બોર :- ગોલાં તથા સુરતીકાઠા જાતનું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">