બાયોગેસ ફર્ટિલાઈઝર ફંડ બનાવે સરકાર, 5 કરોડ ખેડૂતોને થશે ફાયદો – IBA

IBAએ જણાવ્યું હતું કે GST કાઉન્સિલે બાયોગેસ પ્લાન્ટ સાથે સંબંધિત સાધનો અને ભાગો પર GSTનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાની જાહેરાત કરી છે, જે બાયોગેસના ઉત્પાદકો માટે પરિસ્થિતિને પડકારજનક બનાવશે.

બાયોગેસ ફર્ટિલાઈઝર ફંડ બનાવે સરકાર, 5 કરોડ ખેડૂતોને થશે ફાયદો - IBA
Five crore farmers will benefit from this scheme.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:56 PM

ભારતીય બાયોગેસ એસોસિએશન (IBA) એ સરકારને પાંચ વર્ષ માટે 1.4 લાખ કરોડ રૂપિયાની પ્રારંભિક જોગવાઈ સાથે ‘બાયોગેસ ફર્ટિલાઈઝર ફંડ’ (Biogas Fertiliser Fund) સ્થાપવા વિનંતી કરી છે. સંગઠને કહ્યું છે કે તેનાથી પાંચ કરોડ ખેડૂતોને  (Farmers) ફાયદો થશે અને ક્રૂડ ઓઈલની આયાત પરનો ખર્ચ પણ ઓછો થશે. આઈબીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ્સ ફોર એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન (SATAT) યોજના હેઠળ પાંચ હજાર પ્લાન્ટના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આવા ફંડની સ્થાપના આવકાર્ય પગલું હશે. સંગઠનના પ્રમુખ એઆર શુક્લાએ કહ્યું કે, સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની સતત વાત કરી રહી છે. આ યોજનાનો લાભ પાંચ કરોડ ખેડૂતોને મળશે. આ ફંડની રચનાથી ભારત અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડી શકશે અને ખેડૂતો પણ જૈવિક ખાતર મેળવી શકશે.

PNG માં બાયો મિથેનના મિશ્રણનું સુચન

બાયોગેસ એસોસિએશને શહેરોમાં ગેસ વિતરણ નેટવર્ક અને કુદરતી ગેસ પાઇપલાઇન્સમાં બાયોમિથેન (CBG) ના મિશ્રણ માટેના જથ્થાને વ્યાખ્યાયિત કરવાનું પણ સૂચન કર્યું છે. તેણે કહ્યું કે, પ્રથમ પાંચ વર્ષ માટે 5 ટકાનો અસ્થાયી મિશ્રણ ક્વોટા નક્કી કરવામાં આવી શકે છે. તેના પછી 10 વર્ષમાં તેને ધીમે ધીમે વધારીને 10 ટકા કરી શકાય છે.

બાયોગેસ પ્લાન્ટ પર જીએસટી દર વધવાથી સમસ્યાઓ વધશે

IBAએ જણાવ્યું હતું કે GST કાઉન્સિલે બાયોગેસ પ્લાન્ટ સાથે સંબંધિત સાધનો અને ભાગો પર GSTનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાની જાહેરાત કરી છે, જે બાયોગેસના ઉત્પાદકો માટે પરિસ્થિતિને પડકારજનક બનાવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેના બદલે, ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જે ભારતના જળવાયુ લક્ષ્યો માટે અનિવાર્ય છે, ઉદ્યોગની મૂલ્ય શૃંખલામાં શૂન્ય ટકા યૂનિફોર્મ કંશેસનલ રેટને લાગુ કરવાની જરૂર છે. બાયોગેસ ફર્ટિલાઇઝર ફંડ સ્થાપવા માટે વધારાના ખર્ચમાં સબસિડી આપીને ઉદ્યોગને ટેકો આપશે.

9.5 લાખ કરોડનું ફંડ બનાવવાની જરૂરીયાત

IBA એ વધુમાં જણાવ્યું હતું કે હવે ભારતમાં બાયોગેસ/બાયો-સીએનજી/સીબીજી/આરએનજીની વાર્ષિક 62.2 મિલિયન ટન ઉત્પાદન ક્ષમતાને ટેપ કરવા માટે એક અલગ ‘બાયોગેસ-ફર્ટિલાઇઝર ફંડ’ સ્થાપવાની જરૂર છે, જેમાં અંદાજિત 9.5 લાખ કરોડ રૂપિયાની નાણાકીય ભંડોળની જરૂર છે.

તેમાંથી 1 લાખ કરોડ રૂપિયા ‘ક્રેડિટ ગેરંટી સ્કીમ’ અથવા ચાલુ સબસિડી માટે ફાળવવા જોઈએ, જે નાણાકીય સંસ્થાઓને યોગ્ય રીતે જોખમનું સંચાલન કરવા અને ઉદ્યોગમાં જરૂરી ક્રેડિટ એક્સપોઝર લેવાની મંજૂરી આપશે.

બાકીના 8.5 લાખ કરોડ રૂપિયા જનરેશન બેઝ્ડ ઇન્સેન્ટિવ (GBI) માટે 20 રૂપિયા પ્રતિ કિલોના દરે ઉત્પાદિત બાયો-સીએનજી (BIS ધોરણો મુજબ) 15 વર્ષ માટે ફાળવવામાં આવવા જોઈએ.

આ પણ વાંચો :  કરોડો EPS પેન્શનરો માટે મોટા સમાચાર, આ દીવસ સુધી ખાતામાં જમા નથી થયા પૈસા તો મળશે વળતર, લાગુ થયો નિયમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">