ખેડૂતો માટે કામની વાત, ગાયના છાણમાંથી બનાવો આ સરળ પદ્ધતિથી જૈવિક ખાતર

ખેડૂતોને પાકનું ઉત્પાદન સારૂ મળે તેના માટે જમીન, સિંચાઈ, આબોહવા વગેરે જેવા પરિબળો ભાગ ભજવે છે. સાથે જે તે પાક માટે ખાતર પણ અગત્યની બાબત છે.

ખેડૂતો માટે કામની વાત, ગાયના છાણમાંથી બનાવો આ સરળ પદ્ધતિથી જૈવિક ખાતર
ગાયના છાણમાંથી બનાવો આ સરળ પદ્ધતિથી જૈવિક ખાતર

ખેડૂતોને (Farmers) પાકનું ઉત્પાદન સારૂ મળે તેના માટે જમીન, સિંચાઈ, આબોહવા વગેરે જેવા પરિબળો ભાગ ભજવે છે. સાથે જે તે પાક માટે ખાતર પણ અગત્યની બાબત છે. સામાન્ય રીતે, ખેડૂતો રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરે છે, પરંતુ રાસાયણિક ખાતરોની પણ કેટલીક હાનિકારક અસરો થાય છે. આવી સ્થિતિમાં, કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક ખાતરના (Organic Compost) ઉપયોગ માટે આગ્રહ રાખે છે.

રાસાયણિક ખાતરો માટે ખેડૂતોને નાણાં ખર્ચવા પડે છે, જ્યારે જૈવિક ખાતરો સસ્તા હોય છે અને તેને જાતે તૈયાર પણ કરી શકાય છે. સજીવ ખાતરો ખેતરોની જમીન માટે પણ હાનિકારક નથી. તે ખાતર ગાય, ભેંસ વગેરેના છાણમાંથી બનાવી શકાય છે.

જૈવિક ખાતર બનાવવા માટેની સામગ્રી

ગાય કે ભેંસનું છાણ

ગૌમૂત્ર

ગોળ

માટી

સડેલી દાળ વગેરે

સજીવ ખાતર કેવી રીતે તૈયાર કરવું?

1. એક પ્લાસ્ટિકનો ડ્રમ લો, તેમાં ગાય કે ભેંસનું છાણ નાખો.

2. હવે તેમાં ગૌમૂત્ર મિક્સ કરો અને ત્યારબાદ તેમાં ગોળ નાખો.

3. તેમાં કઠોળ વગેરે ઉમેરો અને મિક્સ કરો. આ મિશ્રણને 1 કિલો માટીમાં ભેળવી દો.

સજીવ ખાતર બનાવવા માટે યોગ્ય માત્રામાં તત્વોનું મિશ્રણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૃષિ તજજ્ઞો જણાવે છે કે ખાતર બનાવવા માટે, 10 કિલો ગાયનું છાણ, 10 લિટર ગૌમૂત્ર, એક કિલો શાખા, એક કિલો ગોળને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું જોઈએ.

બધી સામગ્રીને હાથથી પણ મિશ્રિત કરી શકો છો અથવા તમે લાકડીની મદદ લઈ શકો છો. મિશ્રણ યોગ્ય રીતે બનાવ્યા બાદ તેમાં એક થી બે લિટર પાણી નાખો. હવે આ મિશ્રણને 20 દિવસ ઢાંકીને રાખો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

1. ધ્યાન રાખો કે આ પ્લાસ્ટિકના ડ્રમ પર સૂર્ય પ્રકાશ ન આવે તે રીતે છાયામાં રાખો.

2. સારુ ખાતર તૈયાર કરવા માટે, દરરોજ એકવાર તેને હલાવતા રહો.

3. 20 દિવસ પછી આ જૈવિક ખાતર તૈયાર થઈ જશે.

4. ખાતરમાં જોવા મળતા સુક્ષ્મસજીવો ખૂબ જ ફાયદાકારક છે.

ખાતરમાં સુક્ષ્મજીવો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે ખેતરની જમીનના આરોગ્ય માટે ફાયદાકારક છે. આ જૈવિક ખાતરથી પાક ઝડપથી વિકસે છે અને મૂળિયાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં આર્યન મળે છે. તે છોડના મૂળને નાઇટ્રોજન પણ આપે છે. આ સિવાય તે છોડના મૂળમાં કેલ્શિયમની યોગ્ય માત્રા પણ જાળવી રાખે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati