મત્સ્યોદ્યોગ અને ડેરી પર સરકારનું વિશેષ ધ્યાન, ખેડૂતોને ફાયદો થશે અને લોકોને મળશે પોષણ સુરક્ષા

|

Feb 26, 2022 | 1:00 PM

મત્સ્યોદ્યોગ અને ડેરી ક્ષેત્રની પ્રગતિ માટે વધારાનું ભંડોળ પણ આપવામાં આવી રહ્યું છે. આ વર્ષના બજેટમાં પણ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયની બજેટ ફાળવણીમાં 44 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

મત્સ્યોદ્યોગ અને ડેરી પર સરકારનું વિશેષ ધ્યાન, ખેડૂતોને ફાયદો થશે અને લોકોને મળશે પોષણ સુરક્ષા
Symbolic Image

Follow us on

સરકાર હવે ખેતીને ખેતી પુરતી સીમિત રાખવા માંગતી નથી. આને લગતા વ્યવસાયને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી કરીને ખેડૂતો (Farmers)ની આર્થિક સ્થિતિ સુધરી શકે. કૃષિ સંબંધિત એવા ઘણા ક્ષેત્રો છે, જેમાં ઘણી સંભાવનાઓ છે અને તેનો લાભ લઈને ખેડૂતો સશક્ત બની શકે છે. આ જ કારણ છે કે મત્સ્યપાલન (Fisheries)અને ડેરી વ્યવસાય (Dairy Business) પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે એટલું જ નહીં પણ મોટી વસ્તીને પોષણ પણ મળશે.

મત્સ્યોદ્યોગ અને ડેરી ક્ષેત્રની પ્રગતિ માટે વધારાનું ભંડોળ પણ આપવામાં આવી રહ્યું છે. આ વર્ષના બજેટમાં પણ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયની બજેટ ફાળવણીમાં 44 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકાર આ ક્ષેત્ર માટે ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માંગે છે. આધુનિક ડેરી ફાર્મથી લઈ મોબાઈલ વેટરનરી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની યોજના છે.

80 કરોડ ખેડૂતોને ફાયદો કરાવવાનો પ્રયાસ

80 કરોડ ખેડૂતો પશુપાલન સાથે જોડાયેલા છે. જો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો તેમને સીધો ફાયદો મળશે. દૂધ ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન અને રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ બજેટમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારનો હેતુ દેશી ગાયોની સંખ્યા, ઉત્પાદકતા અને દૂધ ઉત્પાદન વધારવાનો છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. તેમાં પશુધનના આરોગ્ય અંગેની વ્યવસ્થા પણ છે. આ જ કારણ છે કે લાઈવસ્ટોક હેલ્થ એન્ડ ડિઝીઝનું બજેટ 60 ટકા વધારવામાં આવ્યું છે. આ અંતર્ગત પશુધનને બચાવવા, મફત રસીકરણની વ્યવસ્થા કરવા અને ટેક્નોલોજીના માધ્યમથી પશુઓમાં થતા રોગોને પહેલાથી ઓળખવાની ક્ષમતા વિકસાવવા સરકાર પ્રયાસો હાથ ધરાશે.

દેશની મોટી વસ્તી પશુપાલન અને માછીમારી સાથે સંકળાયેલી છે. તેમાં વિકાસ થશે તો ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે અને રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. સરકારનો પ્રયાસ આ ક્ષેત્રોને વધુ નફાકારક બનાવવાનો છે જેથી યુવાનો પણ તેમાં જોડાઈ શકે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાભ લઈ શકે.

આ પણ વાંચો: Farming on Lease: સરકારી અને પડતર જમીન પર ફ્રી માં ખેતી કેવી રીતે કરવી ? જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો: Viral: વરમાળાની વિધિ દરમિયાન વરરાજાનું મગજ ગયુ, કર્યું કંઈક એવું કે લોકોએ કહ્યું ‘એમાં ડ્રોનનો શું વાંક’

Next Article