Farming on Lease: સરકારી અને પડતર જમીન પર ફ્રી માં ખેતી કેવી રીતે કરવી ? જાણો સંપૂર્ણ વિગત

પડતર જમીનને લીઝ કરાર પર આપવા માટે યોજના અમલમાં મુકેલી છે. ખેડૂતો 6 વર્ષ સુધી પડતર જમીન પર મફત ખેતી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિકાસ મિશન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

Farming on Lease: સરકારી અને પડતર જમીન પર ફ્રી માં ખેતી કેવી રીતે કરવી ? જાણો સંપૂર્ણ વિગત
Farmer (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 11:05 AM

ગુજરાત સરકારે બાગાયતી ખેતી (Horticulture Farming)માટે માલિકીની પડતર જમીનને લીઝ કરાર પર આપવા માટે યોજના અમલમાં મુકેલી છે. ખેડૂતો 6 વર્ષ સુધી પડતર જમીન પર મફત ખેતી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિકાસ મિશન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ પણ શરૂ કરવામાં આવ્યું, જેથી ખેડૂતો સરળતાથી ખેતીનો લાભ લઈ શકે. આ જ ઉદ્દેશ્યને આગળ ધપાવતા, રાજ્ય સરકારે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, કચ્છ અને બનાસકાંઠા સહિતના પાંચ જિલ્લાઓમાં શરૂઆતમાં 50,000 એકર પડતર જમીનની ઓળખ કરી, ખેડૂતોને મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન હેઠળ ભાડા પર ખેતી (Farming on Lease)ની મંજૂરી આપવામાં આવી હતી.

6 વર્ષ પછી, તમે ખૂબ ઓછા ભાડામાં નફાકારક ખેતી કરી શકશો

પ્રથમ પાંચ વર્ષ માટે, ભાડે લેનારાઓએ કોઈ ટેક્સ અથવા ભાડું ચૂકવવું પડશે નહીં. છઠ્ઠા વર્ષથી તેમની પાસેથી પ્રતિ એકર રૂ.100 થી રૂ.500 વસૂલવામાં આવશે. સિક્યોરિટી ડિપોઝિટના ભાગરૂપે, ભાડે લેનારએ પ્રતિ એકર રૂ. 2,500 ચૂકવવા પડશે અને તેમના માટે પાંચ વર્ષની અંદર લીઝ પરની જમીનનો વિકાસ કરવો ફરજિયાત રહેશે.

સરકારી અને પડતર જમીન પર ખેડૂતોને આ સુવિધાઓ મળશે

ગુજરાત સરકાર પડતર જમીનના લીઝધારકોને ડ્રીપ સ્પ્રિંકલર ફુવારાઓ, વીજળી જોડાણો અને સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે પ્રાથમિકતા સહાય પૂરી પાડશે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

સરકારી અને પડતર જમીનનો લાભ કેવી રીતે લેવો

આપની માહિતી માટે, જણાવી દઈએ કે રાજ્ય સરકારે રાજ્યના કૃષિ વિભાગના આઈ-ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) દ્વારા જમીન ફાળવણી માટે જમીન બ્લોક્સની સૂચિ પહેલેથી જ મૂકી દીધી છે. આ મિશન હેઠળ, અરજદાર ઓછામાં ઓછી 50-હેક્ટર (125 એકર) થી વધુમાં વધુ 1000-હેક્ટર (400 એકર) સુધીની પડતર જમીન માટે 30-વર્ષના લીઝ માટે અરજી કરી શકે છે.

સરકારી અને પડતર જમીન પર ખેતી કરવાથી શું ફાયદો અને ધ્યેય

લીઝધારકોએ માત્ર રાજ્ય સરકાર દ્વારા ઓળખાયેલ પાક જ ઉગાડવો પડશે, કારણ કે મિશનનો ઉદ્દેશ્ય મૂલ્યવર્ધન દ્વારા કૃષિ નિકાસમાં વધારો કરવાનો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે “અમે સરકારી પડતર જમીન પર લીઝ ફાર્મિંગ દ્વારા મોટા પાયે રોજગારીની તકોની અપેક્ષા રાખીએ છીએ”.

લીઝધારકો આ બાબતનું રાખે ધ્યાન

જો કોઈ લીઝધારક લીઝ સમયગાળા પહેલા જમીન પરત કરવા માંગે છે, તો તેને કોઈ વળતર આપવામાં આવશે નહીં.

સાધનસંપન્ન વ્યક્તિઓ, કોર્પોરેટ અને સંસ્થાઓ માટે પૈસા કમાવવાની તક

કેટલાક અહેવાલો અનુસાર, રાજ્યની કુલ 196 લાખ હેક્ટર જમીનમાંથી 50 ટકા (આશરે 98 લાખ હેક્ટર) ખેતી માટે છે, 20.60 લાખ હેક્ટર ઉજ્જડ છે અને લગભગ 14 લાખ હેક્ટર સરકારી પડતર જમીન છે. પર્યાપ્ત નાણાકીય સંસાધનો ધરાવતી વ્યક્તિઓ, કોર્પોરેટ અને સંસ્થાઓ માટે આ ઉજ્જડ જમીનને ખેતીલાયક જમીનમાં રૂપાંતરિત કરવા અને તેમાંથી નાણાં કમાવવાની પૂરતી તકો છે.

સરકારી અને પડતર જમીન પર ખેતી માટે કેવી રીતે અરજી કરવી

જો તમે આ મિશનનો લાભ લેવા માંગતા હોવ અને મફત ખેતીની જમીન કરવા માંગો છો, તો તમે તેની સત્તાવાર વેબસાઇટ midh.gov.in પર જઈ શકો છો.

આ પણ વાંચો: Viral: વરમાળાની વિધિ દરમિયાન વરરાજાનું મગજ ગયુ, કર્યું કંઈક એવું કે લોકોએ કહ્યું ‘એમાં ડ્રોનનો શું વાંક’

આ પણ વાંચો: Russia Ukraine War: સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસો, યુક્રેન બોર્ડરથી થોડા માઈલ દુર હાજર છે રશિયાના 150 હેલિકોપ્ટર અને સૈનિક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">