ફૂડ પ્રોસેસિંગ, FPO અને સેલ્ફ હેલ્પ ગૃપ પર સરકારનું ફોકસ, PM મોદીએ 1655 કરોડ રૂપિયાની કરી જાહેરાત

PM મોદીએ કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં, સ્વ-સહાય જૂથોમાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે અને આ સમય દરમિયાન તેઓએ લોનની રકમ ચૂકવવામાં અભૂતપૂર્વ કામગીરી કરી છે.

ફૂડ પ્રોસેસિંગ, FPO અને સેલ્ફ હેલ્પ ગૃપ પર સરકારનું ફોકસ, PM મોદીએ 1655 કરોડ રૂપિયાની કરી જાહેરાત
Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 1:57 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ચાર લાખ સ્વ-સહાય જૂથોને રૂ. 1,625 કરોડની સહાય અને પીએમ ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) હેઠળ 7,500 સ્વ-સહાય જૂથોને રૂ. 25 કરોડની સહાયની રકમ આપવામાં આવી હતી. PMFME ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયની એક યોજના છે. તેવી જ રીતે, પ્રધાનમંત્રીએ મિશન હેઠળ આવતા 75 FPOs (ખેડૂત ઉત્પાદક સંગઠનો) ને 4.13 કરોડની રકમ આપી.

પીએમ મોદી ‘આત્મનિર્ભર નારી-શક્તિ સે સંવાદ’ નામથી આયોજિત કાર્યક્રમમાં દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલ મહિલા સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં, સ્વ-સહાય જૂથોમાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે અને આ સમય દરમિયાન તેઓએ લોનની રકમ ચૂકવવામાં અભૂતપૂર્વ કામગીરી કરી છે, જેના કારણે ખરાબ લોનની ટકાવારી આજે 9% થી ઘટી 2.5% પર આવી છે.

દેશમાં 70 લાખ સ્વ -સહાય જૂથો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશભરમાં આશરે 70 લાખ સ્વનિર્ભર જૂથો છે, જેની સાથે લગભગ આઠ કરોડ બહેનો જોડાયેલી છે. તેમણે કહ્યું કે છેલ્લા છ-સાત વર્ષ દરમિયાન, સ્વ-સહાય જૂથમાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે અને ત્રણ ગણી બહેનોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્વયં સહાય જૂથો અને દીનદયાલ અંત્યોદય યોજના ગ્રામીણ ભારતમાં નવી ક્રાંતિ લાવી રહી છે અને સ્વ -સહાય જૂથોની મહિલા સભ્યો દ્વારા આ શક્ય બન્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વડાપ્રધાને કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં સ્વ-સહાય જૂથોએ લોનની ચુકવણીમાં ખૂબ સારું કામ કર્યું છે. તેમણે કહ્યું, ‘એક સમય હતો જ્યારે આ લોનમાંથી નવ ટકા ખરાબ લોન હતી. રકમ પાછી આપી શકાતી ન હતી. હવે તે 2.5% સુધી આવી ગઈ છે.’ સ્વ-સહાય જૂથોને હવે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. “પહેલા આ રકમ 10 લાખ રૂપિયા હતી જે હવે બમણી કરી દેવામાં આવી છે.”

આત્મનિર્ભર ભારત અભિયાનમાં નારી શક્તિ આપી રહી છે નવી તાકાત તેમણે કહ્યું કે આજે દેશની આત્મનિર્ભર મહિલા શક્તિ આત્મનિર્ભર ભારત અભિયાનને નવી તાકાત આપી રહી છે અને તેમને આમાંથી પ્રેરણા પણ મળી રહી છે. મહિલાઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ‘સંવાદ દરમિયાન હું તેમનો આત્મવિશ્વાસ અનુભવી રહ્યો હતો. તેમની પાસે આગળ વધવાનો અને કંઈક કરવાની ઉત્સાહ છે જે આપણા બધા માટે પ્રેરણાદાયી છે. આ આપણને દેશમાં ચાલી રહેલી મહિલા શક્તિના મજબૂત આંદોલનની ઝલક આપે છે.

આ પણ વાંચો : Tulsi Farming : તુલસીની ખેતીમાં નજીવું રોકાણ કરવાથી થશે મબલક કમાણી

આ પણ વાંચો : ડીઝલ ખર્ચ અને વીજળીના બિલમાંથી છુટકારો મેળવો, સિંચાઈ માટે સોલર પંપ લગાવો, સરકાર આપી રહી છે પૈસા

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">