AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Soil: કાળી માટી ક્યા પાક માટે છે સૌથી શ્રેષ્ઠ, જાણો કાળી માટીની વિશેષતાઓ

અમે તમને કાળી જમીન(Black Soil)ની વિશેષતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમને એ જાણકારી મળી શકે કે ક્યા પાક માટે કાળી માટી યોગ્ય છે. આ સાથે, ખેડૂતો પાકમાંથી સારો નફો મેળવવાની સાથે-સાથે સારી ઉપજ પણ મેળવી શકશે.

Black Soil: કાળી માટી ક્યા પાક માટે છે સૌથી શ્રેષ્ઠ, જાણો કાળી માટીની વિશેષતાઓ
Soil TestingImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 2:45 PM
Share

છોડના વિકાસ માટે જમીનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવિધ પાકોમાં વિવિધ પ્રકારની જમીનનું પોતપોતાનું મહત્વ હોય છે. જમીનના પ્રકારો વિશે વાત કરીએ તો, લગભગ 5 પ્રકારની જમીન છે. ઉદાહરણ તરીકે, કાળી માટી, રેતાળ માટી, કાંપવાળી જમીન એટલે કે ચીકણી માટી, લાલ માટી વગેરે. જો કે દરેક પ્રકારની માટીની પોતપોતાની વિશેષતા હોય છે, પરંતુ અહીં આ લેખમાં અમે તમને કાળી જમીન(Black Soil)ની વિશેષતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમને એ જાણકારી મળી શકે કે ક્યા પાક માટે કાળી માટી યોગ્ય છે. આ સાથે, ખેડૂતો પાકમાંથી સારો નફો મેળવવાની સાથે-સાથે સારી ઉપજ પણ મેળવી શકશે.

કાળી માટીની લાક્ષણિકતા

કાળી માટી જે છોડના ઉત્પાદન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. કાળી જમીનમાં આયર્ન, ચૂનો, મેગ્નેશિયમ અને એલ્યુમિના જેવા પોષક તત્વો મળી આવે છે, તેથી કાળી માટીનો ઉપયોગ પાકના ઉત્પાદન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાળી જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનું પ્રમાણ પણ અન્ય પ્રકારની જમીનની સરખામણીમાં વધારે હોતું નથી.

કયા પાક માટે કાળી માટી ઉપયોગી છે

  1. કપાસના પાક (Cotton Crop)ના ઉત્પાદનમાં કાળી માટીનો વ્યાપક ઉપયોગ થાય છે. આથી કાળી માટીને ‘કાળી કપાસની જમીન’ પણ કહેવાય છે.
  2. ડાંગરની ખેતી માટે પણ કાળી માટીનો ઉપયોગ થાય છે.
  3. મસૂર, ચણા વગેરેના પાકમાં પણ કાળી માટીનો ઉપયોગ થાય છે.
  4. અન્ય પાકોમાં, ઘઉં, અનાજ, ચોખા, જુવાર, શેરડી, અળસી, સૂર્યમુખી, મગફળી, તમાકુ, બાજરી, ખાટાં ફળો, તમામ પ્રકારના તેલીબિયાં પાકો અને શાકભાજીના પાકોમાં કાળી માટીનો વધુ ઉપયોગ થાય છે.
  5. બાગાયતી પાકોમાં – કેરી, જામફળ અને કેળા વગેરેની ખેતી કાળી જમીનમાં કરવામાં આવે છે.

આ ઉપરાંત કાળી માટીમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે જેથી વારંવાર પિયત કરવાની જરૂર રહેતી નથી ત્યારે સમયાંતરે ખેડ અને યોગ્ય પ્રમાણમાં પાણીના વપરાશથી કાળી માટીની ફળદ્રુપતા યથાવત રહે છે. તેમજ દેશી ખાતર ઉમેરવાથી પાકનું ઉત્પાદન સારૂ મળે છે.

આ પણ વાંચો: Success Story: સખત મહેનતથી મહિલા ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતીમાં મેળવી સફળતા, અન્ય મહિલાઓ માટે બની પ્રેરણાસ્ત્રોત

આ પણ વાંચો: RRR BO Collection Day 3 : રામ ચરણ-જુનિયર એનટીઆરની એક્શનથી પ્રશંસકો ખુશ, ફિલ્મે 3 દિવસમાં જ 200 કરોડનો આંકડો પાર

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">