ખેડૂતોએ કઠોળ વર્ગના પાક અને જુવારના પાકમાં આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ

ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ કઠોળ વર્ગના પાક અને જુવારના પાકમાં આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ
પાકમાં આગોતરું આયોજન કેવી રીતે કરવું?

ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ (Kharif) સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરશે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

સોયાબીન

1. બિયારણનો દર ૫૦ થી ૬૦ કિલો હેક્ટર દીઠ રાખવો.

2. એન.આર.સી.- ૩૭, અહલ્યા-૪, ગુ.સો.-૧, જીજેએસ-૩. દ.ગુ. માટે ગુ.સો- ૨, ૩ કેડીએસ-૩૪૪નું વાવેતર કરો.

3. હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૩૦-૬૦- ૦૦ કિલો એન.પી.કે. આપવું.

4. વધુ ઉત્પાદન મેળવવા માટે ૨૫ કિ.ગ્રા. બિયારણ દીઠ ૨૫૦ ગ્રામ રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે.

5. સોયાબીન-દિવેલા રીલે પાક પદ્ધતિ અપનાવી જોખમ ધટાડો.

6. ઓછા વરસાદવાળા વિસ્તાર માટે સોયાબીન-૧, ૨, ૩ નું વાવેતર કરવું.

જુવાર

1. સ્થાનિક જાતો : બીપી-૫૩, માલવણ, ગુંદરી, સોલાપુરી, છાંસટીયો વિગેરે.

2. સુધારેલી જાતો : જીજે–૩૬, જીજે–૩૮, જીજે–૩૯, જીજે–૪૦, જીજે–૪૧, જીજે–૪૨, જી.જે.-૪૪

3. સંકર જાતો : જીએચએચ-૧, સીએસએચ-૫, સીએસએચ-૧૬, સીએસએચ-૧૭, સીએસએચ-૧૮

4. ખાતર : દાણા માટે : કુલ ૮૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર

5. ખાતર : ઘાસચારાની જુવાર માટે : ૪૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર

તુવેર

1. ગુજરાત તુવેર-૧, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, જી.ટી.-૧૦૫(જાનકી) ગુજરાત તુવેર સંકર–૧, ગુ.જૂ. તુવેર-૧, બીડીએન-૨ અને વૌશાલી જાતનું વાવેતર કરવું.

મગ

1. ગુજરાત મગ-૨, ૩, ૪ અથવા કે.૮૫૧ નું વાવેતર કરવું.

2. રીઝોબીયમ કલ્ચરનો પટ્ટ આપવો ૯૦ કિલો/હે. ડીએપી આપવું.

અડદ

1. ટી -૯, જી.યુ.-૩(અંજની), ગુજરાત અડદ -૧ અથવા ટીપીયુ- ૪નું વાવેતર કરવું.

નાગલી

1. ગુ. નાગલી-૧, ૨, ૩, ૪ અથવા જીએનએન-૭, જી.એન.-૪ જાતનું વાવેતર કરવું.

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી