ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કપાસ અને તલના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કપાસ અને તલના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Cotton Crop

ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કપાસ (Cotton) અને તલના પાકમાં શું કરવું.

કપાસ

1. કપાસમાં લાલ પર્ણ થતાં હોય તો ૧% મેગ્નેશીયમ સલ્ફેટ દ્રાવણ ૯૦ દિવસનો પાક થાય ત્યારે અને બીજો ૧૫ દિવસે છંટકાવ કરવો.

2. સફેદ માખીની મોજણીમાં પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેકટરે ૫ લગાવવી.

3. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ફેરોમેન ટ્રેપ હેકટર દીઠ ૫ લગાવવી.

4. ગુલાબી ઈયળનાં ઢાળિયા કીટક દેખાય ત્યારે તેના નિયંત્રણ માટે હેકટરે ૩૦ થી ૩૫ ફેરોમેન ટ્રેપ ગોઠવવા.

5. ચુસીયા પ્રકારની જીવાત નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડનો છંટકાવ કરવો.

6. કપાસમાં મુળખાઈના રોગનાં નિયંત્રણ માટે કોપર ઓકઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી ડ્રેન્ચીંગ કરવું.

7. કપાસની સારી વૃધ્ધિ વધારવા માટે નેપ્થેલીન એસીટીક એસીડનો ૫૦ અને ૭૦માં દિવસે છંટકાવ કરવો.

8. બીટી કપાસમાં બે વરસાદ વચ્ચે ગાળો પડે ત્યારે ૪ ટકા ઓલીનના દ્રાવણનો છંટકાવ કરવો.

9. સફેદ માંખીના નિયંત્રણ માટે ડાયફેન્થ્યુરોન ૧૦ ગ્રામ અથવા એસીફેટ ૧૦ મિલિ માંથી કોઇ એક દવાનો છંટકાવ કરી શકાય.

10. મૂળખાઈ મૂળનો સડોના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ કોપર એક્સીકલોરાઇડ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સૂકાતાં છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

11. વાવણી પછી ૩૦ દિવસે ૫૪ કિલો યુરીયા અથવા ૧૨૫ કિલો એમોનિયમ સલ્ફેટ આપવું.

તલ

1. પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો. બીવેરીયા બેઝીયાના ૫ ગ્રામ અથવા લીંબોળીના મીંજનું દ્રાવણ ૫ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ક્વીનાલફોસ ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં નાંખવી છંટકાવ કરવો.

2. તલનાં પાકમાં ઇન્ડોલ એસેટિક એસીડ (IAA) ૧ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ફૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરવો.

3. પાન/ થડનો સુકારોનાં નિયંત્રણ માટે કોપર ઓક્ઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

4. બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

 

આ પણ વાંચો : ગાજર ઘાસ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે, બની શકે છે ઓર્ગેનિક ખાતર

આ પણ વાંચો : જો તમે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ટાળવા માંગતા હોવ, તો અપનાવો આ પદ્ધતિ

Click on your DTH Provider to Add TV9 Gujarati