નાના અને સીમાંત ખેડૂતો માટે કામની છે આ એપ, ટ્રેક્ટર અને કૃષિ સાધનો ઘરે બેઠા સરળતાથી ભાડે મળશે

કૃષિ મંત્રાલયનું કહેવું છે કે તેઓ નાના અને સીમાંત ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચાડવા માટે આ યોજના પર કામ કરી રહ્યા છે અને ખેડૂતો પણ તેનો લાભ મેળવી રહ્યા છે.

નાના અને સીમાંત ખેડૂતો માટે કામની છે આ એપ, ટ્રેક્ટર અને કૃષિ સાધનો ઘરે બેઠા સરળતાથી ભાડે મળશે
Farming Activities
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 1:55 PM

નાના ખેડૂતો (Farmers) મોંઘા કૃષિ સાધનો ખરીદવા અસમર્થ હોય છે. આ જ કારણ છે કે ઘણી વખત તેઓ ખેતરોમાં જરૂરી કામ કરાવી શકતા નથી. CHC- ફાર્મ મશીનરી એપ (FARMS- Farm Machinery Solutions) ખેડૂતોને આવી સમસ્યાઓના નિવારણ માટે મદદ કરે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની આ એપ પર નોંધણી કર્યા પછી, ખેડૂતો ઘરે બેસીને તમામ કૃષિ સાધનો ભાડા પર મંગાવી શકે છે. આ એપ દ્વારા ખેડૂતો સરળતાથી ટ્રેક્ટર અને અન્ય કૃષિ મશીનરી ભાડા પર મંગાવી શકે છે.

આ એપ કેવી રીતે કામ કરે છે આ એપ ડાઉનલોડ કર્યા પછી, તમારે તેમાં તમારી સંપૂર્ણ માહિતી ભરવી પડશે. જેમ કે નામ, રાજ્ય, જિલ્લા, તાલુકો અને ગામ તેમજ ખેડૂત પાસે ખેતીલાયક જમીન વિશેની માહિતી. આ પછી, ખેડૂતો તેમના કામ મુજબ ભાડા પર યંત્ર અથવા મશીન મંગાવી શકે છે. આ એપ 12 ભાષાઓમાં છે. એપ ડાઉનલોડ કર્યા બાદ જ ખેડૂતો તેમની ભાષા પસંદ કરી શકે છે. કૃષિ મંત્રાલયનું કહેવું છે કે તેઓ નાના અને સીમાંત ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચાડવા માટે આ યોજના પર કામ કરી રહ્યા છે અને ખેડૂતો પણ તેનો લાભ મેળવી રહ્યા છે.

ખેડૂતો અને વેપારીઓ એક જ મંચ પર આ એપની ખાસ વિશેષતા એ છે કે અહીં ખેડૂતો અને વેપારીઓ બંને એક જ પ્લેટફોર્મ પર હશે. ખેડૂતોને ભાડા પર મશીનો મોકલશે વેપારીઓ, તે પણ સસ્તા દરે. હાલમાં એપ પર લગભગ 40,000 કસ્ટમ હાયરિંગ સેન્ટર નોંધાયેલા છે, જેની મદદથી 1,20,000 કૃષિ મશીનરી અને સાધનો ભાડે રાખી શકાય છે. ખેડૂતોને આ સુવિધા 50 કિમીની ત્રિજ્યામાં મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સીએચસી-ફાર્મ મશીનરી એપ ક્યાંથી અને કેવી રીતે મેળવવી

આ એપ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા ગૂગલ પ્લેસ્ટોર પર જવું પડશે. ત્યાં તમારે હિન્દી અથવા અંગ્રેજીમાં લખવું પડશે FARMS- Farm Machinery Solutions. ડાઉનલોડ બટન પર ક્લિક કરતા જ એપ ડાઉનલોડ થઈ જશે. લગભગ 15 MB ની આ એપને ડાઉનલોડ કરવા માટે તમારે વધારે જગ્યાની પણ જરૂર નહીં પડે. એકવાર તમે આ એપ પર નોંધણી કરાવ્યા બાદ તમે ભારત સરકારની કિસાન રથ એપ પર નોંધણી કરાવી શકો છો જે ઘરેથી બજારમાં ઉપજ લઈ જવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : શાકભાજીની નર્સરીમાંથી લાખો રૂપિયા કમાય છે આ ખેડૂત, જાણો તેની ખેતી પદ્ધતિ

આ પણ વાંચો : બટાકાના ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, બમ્પર ઉત્પાદન માટે બટાકાની આ જાતોનું વાવેતર કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">