AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishi Udan Yojana 2.0: ખેડૂતોને આ યોજના થકી મળશે આ લાભ, જાણો કેવી રીતે કરવી અરજી

કૃષિ ઉડાન યોજના 2.0 : આ યોજનાએ કૃષિ ઉત્પાદનો માટે પરિવહનના અભાવને દૂર કર્યો છે. જો તમે પણ ખેડૂત છો તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Krishi Udan Yojana 2.0: ખેડૂતોને આ યોજના થકી મળશે આ લાભ, જાણો કેવી રીતે કરવી અરજી
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 2:32 PM
Share

ખેડૂત(Farmers)ને પોતાનો પાક વેચવા માટે અહીં-તહી ભટકવું પડે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીકવાર પાકને યોગ્ય સમયે બજારમાં ન લઈ જવાને કારણે પાક બગડી જાય છે અથવા તો તેના ખર્ચ પ્રમાણેના ભાવ મળતા નથી. આને ધ્યાનમાં રાખીને સરકારે કૃષિ ઉડાન યોજના 2.0 (Krishi Udan Yojana 2.0) નામની યોજના શરૂ કરી. તેનાથી ખેડૂતોની આવક (Farmers’ Income) વધારવામાં વધુ મદદ મળશે.

આ યોજનાથી ખેડૂતના પાકને લઈ જવામાં કોઈ નુકસાન નહીં થાય અને તેનો પાક યોગ્ય સમયે બજારમાં પહોંચશે. આ યોજના હેઠળ પાકને સીધો બજારમાં લઈ જવા માટે નેશનલ હાઈવે, ઈન્ટરનેશનલ હાઈવે અને હવાઈ માર્ગની મદદ લેવામાં આવે છે. આ યોજનાએ કૃષિ ઉત્પાદનો માટે પરિવહનના અભાવને દૂર કર્યો છે. જો તમે પણ ખેડૂત છો તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શું છે કૃષિ ઉડાન યોજના 2.0

આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત ભાઈઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ, દેશના વિવિધ ભાગોમાંથી કૃષિ ઉત્પાદનોને એક જગ્યાએથી બીજા સ્થાને પહોંચાડવા માટે એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. પ્લેનમાં અડધી સીટ પર ખેડૂતોને સબસીડી આપવામાં આવશે. જેથી ખેડૂતને વધારાના ખર્ચનો બોજ સહન ન કરવો પડે અને ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં પહોંચે.

આ યોજનામાં જે ખેડૂતો માછલી ઉત્પાદન, દૂધ ઉત્પાદન અને ડેરી ઉત્પાદનો, માંસ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ આ યોજનાનો વધુ લાભ મેળવી શકે છે.

આ યોજનાના લાભો

1. આ યોજનાથી ખેડૂતોને દૂર-દૂરના સ્થળોએ પણ તેમની ઉપજ વેચવાની તક મળશે. 2. એવા સ્થળોના ખેડૂતો પણ પોતાની ઉપજ બજારમાં સરળતાથી વેચી શકશે જે પહાડી વિસ્તારોમાં રહે છે. 3. જેઓ આદિવાસી છે અને તેમના ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં ન પહોંચવાના કારણે બગડી જાય છે. 4. હવાઈ ​​પરિવહન દ્વારા ઉત્પાદનો લાવવા અને લઈ જવાથી વેપાર પણ વધશે અને ખેડૂતોને સારો નફો પણ મળશે. 5. AAI દ્વારા સંચાલિત આ યોજના માટે દેશના 53 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે. 6. આ યોજનામાં દેશના પૂર્વોત્તર રાજ્યોને હવાઈ માર્ગે દેશના બાકીના બજારો સાથે જોડવાનો પ્રયાસ છે.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો બેંક પાસ બુક જમીન દસ્તાવેજો આવક પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઇલ નંબર

કેવી રીતે ઓનલાઇન અરજી કરવી

સૌપ્રથમ ખેતીવાડીની અધિકૃત વેબસાઇટ agriculture.gov.in પર લોગિન કરો. હોમ પેજ પર જ તમને એગ્રીકલ્ચર સ્કીમનો વિકલ્પ જોવા મળશે. કૃષિ ઉડાન યોજનાનું અરજીપત્રક ખુલશે. ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી જેમ કે નામ, સરનામું, આધાર નંબર, મોબાઈલ નંબર અને પાક સંબંધિત માહિતી કાળજીપૂર્વક અને સાચી રીતે ભરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી સબમિટ કરો. હવે કૃષિ યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચો: ગેલ કે ડી વિલિયર્સ નહીં 23 વર્ષની ઉંમરે 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ બેટ્સમેન બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી સદી બનાવનાર !

આ પણ વાંચો: કપાસ ઉતારવા મળતા ન હતા મજૂર, ખેડૂતની વ્હારે પોલીસ આવી, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ

Follow Us
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
g clip-path="url(#clip0_868_265)">