કપાસ ઉતારવા મળતા ન હતા મજૂર, ખેડૂતની વ્હારે પોલીસ આવી, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ

કૃષિ ઉત્પાદનમાં વધારા માટે સમૂહમાં કામ કરવું પડતું હોય છે, પરંતુ આજે અનેક ગામોમાં ખેડૂતોને જોઈએ એટલા મજૂર મળતા નથી. હાલની સ્થિતિમાં કલાઈમેટ ચેન્જના કારણે કપાસના પાકને માઠી અસર થઈ રહી છે.

કપાસ ઉતારવા મળતા ન હતા મજૂર, ખેડૂતની વ્હારે પોલીસ આવી, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ
Gadchiroli Police

કમોસમી વરસાદના કારણે ખેડૂતો (Farmers) ને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ કપાસ(Cotton crop)નો પાક તૈયાર થઈ ગયો છે જેમાં કપાસ વીણવા માટે મજૂરની જરૂરીયાત રહેતી હોય છે પરંતુ આ સમયે મજૂરની ખુબ તંગી(Labor shortage) હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસે ખેડૂતની મદદ કરી છે. મજૂરની તંગીને લઈ પોલીસ(Police)ખુદ 2 એકરમાં કપાસ વીણવા આવી હતી.

એટલું જ નહીં પોલીસે કપાસ વીણીને બજારમાં વેચવામાં પણ મદદ કરી છે. પોલીસે કપાસને બોરીમાં ભરી સુરક્ષિત સ્થળ પર પહોંચાડવા પણ મદદ કરી છે. ગઢચિરોલી જિલ્લાના રેગુંઠા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલ આ સારા કામને સોશિયલ મીડિયા (Social media) પર લોકો બિરદાવી રહ્યા છે.

આ વર્ષ સતત કમોસમી વરસાદ (Unseasonal rains)ના કારણે કપાસના વેચાણ પર અસર થઈ છે. મજૂરોની તંગી(Labor shortage)ના કારણે ખેડૂતો વેચાણ અને કપાસ ઉતારી શક્યા નથી. હાલ બદલતા વાતાવરણના કારણે કપાસને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખતા પોલીસે લાચાર ખેડૂતોની મદદ કરી છે.

પોલીસની મદદથી કપાસનું વેચાણ

કૃષિ ઉત્પાદનમાં વધારા માટે સમૂહમાં કામ કરવું પડતું હોય છે, પરંતુ આજે અનેક ગામોમાં ખેડૂતોને જોઈએ એટલા મજૂર મળતા નથી. હાલની સ્થિતિમાં કલાઈમેટ ચેન્જના કારણે કપાસના પાકને માઠી અસર થઈ રહી છે પરંતુ રંગુંઠા સ્ટેશનના 14 અધિકારી તેમજ કર્મચારીઓથી ખેડૂતની હાલત જોઈ શકાય નહીં અને જેથી તેઓ ખેડૂતની મદદ કરવા પહોંચ્યા હતા.

તીવ્ર પવન અને કમોસમી વરસાદથી કપાસના ખુલેલા ઝીંડવા ખરાબ થઈ રહ્યા હતા ત્યારે પોલીસ ખેડૂતની મદદ કરતા એક દિવસમાં 2 એકર સુધી કપાસ ઉતારી આપ્યો અને વેચાણ પણ કરી આપ્યું હતું.

કપાસ ઉતારવા માટે મજૂરોની છે તંગી

ખરીફ કપાસના પાક હવે તેના છેલ્લા તબક્કામાં છે. નવેમ્બરના અંત સુધીમાં કપાસ ઉતારવાનું છેલ્લા ચરણમાં હતું, પરંતુ આ વર્ષ કમોસમી વરસાદના કારણે ખેતીનું કામકાજ ઠપ્પ થઈ ગયું હતું.

આ સ્થિતિમાં જ્યાં કપાસ ઉતારવા માટે મજૂરોની તંગી છે જેમાં સ્થિતિ એવી છે કે એક કિલો કપાસ ઉતારવા 20 રૂપિયા મજૂરી આપવા બાદ પણ મજૂર મળી રહ્યા નથી. જેથી સફેદ સોનાને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ઉપજ પર વધુ ખર્ચ કરવા છતાં ખેડૂતોને તેના વેચાણમાં પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર થયા વખાણ

સોશિયલ મીડિયા પર પોલીસની આ કામગીરીના ખુબ વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ‘જય જવાન-જય કિસાન’ લખી પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા છે. પોલીસે ખેડૂતોને ન માત્ર કપાસ વેચવામાં પરંતુ બોરીઓમાં ભરી સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં પણ મદદ કરી છે. એટલા માટે લોકો તરફથી વખાણનો વરસાદ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Kisan Vikas Patra: ખેડૂતો માટે છે આ ખાસ યોજના, ઓછા સમયમાં પૈસા થઈ જશે ડબલ

આ પણ વાંચો:નાળિયેરના પાકમાં સફેદ માખીનો પ્રકોપ વધતા યુવાને સોશિયલ મીડિયામાંથી શોધ્યો રામબાણ ઈલાજ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati