બજેટમાં ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ, PM કિસાન યોજનાની રકમમાં થઈ શકે 50 ટકાનો વધારો, 6000 રૂપિયાને બદલે મળશે 9000 રૂપિયા
આ રકમ સીધા ખેડૂતોના ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે. ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા બજેટ સત્ર 2024-2025 દરમિયાન કેન્દ્ર સરકાર સન્માન નિધિ યોજનાની રકમ 1500 રૂપિયાથી 3000 રૂપિયા કરી શકે છે.
બજેટમાં પીએમ કિસાન યોજનાના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. 1 ફેબ્રુઆરી 2024 ના રોજ વચગાળાના બજેટ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.
દર 4 મહિને આપવમાં આવે છે 2000 રૂપિયાના 3 હપ્તા
હાલ આ યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે વધારીને 8000 રૂપિયા અથવા 9000 રૂપિયા કરવામાં આવી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મોટી યોજનાઓમાંથી એક છે. જેમાં ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાના 3 હપ્તા આપવમાં આવે છે.
1500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરી શકે
આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની જમીન છે. આ રકમ સીધા ખેડૂતોના ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે. ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ સત્ર 2024-2025 દરમિયાન કેન્દ્ર સરકાર સન્માન નિધિ યોજનાની રકમ 1500 રૂપિયાથી 3000 રૂપિયા કરી શકે છે.
6,000 ને બદલે 9,000 હજાર રૂપિયા આપવામાં આવશે
જો રકમમાં વધારો થશે તો ખેડૂતોને દર વર્ષે 6,000 ને બદલે 9,000 હજાર રૂપિયા આપવામાં આવશે. તેનો લાભ 1 એપ્રિલ, 2024થી મળી શકે છે. જો કે, સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો : કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો
માર્ચ મહિનામાં 16 મો હપ્તો રિલીઝ થઈ શકે
પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર, પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આપવામાં આવે છે, તેથી એવી શક્યતા છે કે 16 મો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા સરકાર 16 માં હપ્તાની સાથે 17 મો હપ્તો પણ જાહેર કરી શકે છે.