ઘઉં અને મગફળીના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ઘઉં અને મગફળીના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
Wheat Farming
Follow Us:
| Updated on: Jan 09, 2024 | 3:56 PM

ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. ઘઉં અને મકાઈના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.

ઘઉંના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો

1. ગાભમારાની ઈયળના તથા લીલી ઇયળનો ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મિ.લિ અથવા કીવનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.

2. ગેરૂ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા ઝાયનેબ દવા ૧૦ લિટર પાણીમાં ૨૫ થી ૩૦ ગ્રામ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડ્યે બીજો છંટકાવ ૧૦ દિવસ બાદ કરવો.

Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર

3. પિયત ઘઉંમાં નીઘલ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તે ખાસ જોવું.

4. પોટીયા દાણા (કોડા) થતા અટકાવવા છેલ્લુ પિયત પોંક અવસ્થાએ આપવું-પછી પિયત ન આપવું.

5. ઘઉંની કાપણી બરાબર પરિપક્વ થાય તે સમયે કરાવી જોઈએ. ઘઉં પરિપક્વ થયા બાદ વધારે સમય ખેતરમાં ઉભા રાખવામાં આવે તો ખરવાનું પ્રમાણ વધે છે.

6. ગેરુ રોગની શરૂઆત થાય ત્યારથી જ મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીના ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવો.

7. દક્ષીણ સૌરાષ્ટ્રનાં ખેડૂતોએ વાવેતર વખતે ૨૦ કીલો ગ્રામ પ્રતિ હેક્ટર ઉપરાંત ૫૦ ગ્રામ/૧૦ લી. પાણીમાં ઝીંક સલ્ફેટના બે છંટકાવ નીઘલ અને દુધિયા દાણાની અવસ્થાયે કરવા.

8. ઉધઈનાં નિયંત્રણ માટે ફ્રીપ્રોનીલ ૧.૬ લીટર અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ૧ હેકટરમાં પુંકીને પિયત આપવું.

9. ગેરૂ રોગના નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ ૧૦ મીલી અથવા મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૦ દિવસ બાદ કરવો.

આ પણ વાંચો : ખેડૂતો ચણા અને ધાણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન

મગફળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો

1. જો વહેલા વાવેતર કરવાની ગણતરી હોય તો ઉભાડી અથવા અર્ધ વેલડી જાતોનું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">