ખેડૂતો શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો, ઉત્પાદનમાં થશે વધારો

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો, ઉત્પાદનમાં થશે વધારો
Vegetables Crop
Follow Us:
| Updated on: Feb 11, 2024 | 12:54 PM

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. રીંગણની જાતો – ડોલી ૫, જીઓબી -૧, પીએલઆર-૧, જીજેબી-૨ તથા ૩, જીબીએલ-૧, જુનાગઢ લાંબા, જીબીએચ-૧ તથા જીબીએચ-ર નું વાવેતર કરવું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

2. રીંગણમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર દવા ૪૦ મિ.લિ. અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ૪૦ઈસી૨૦ મિ.લિ અથવા ડાયફેન્થ્યુરોન ૫૦% વે.પા. ૧૦ ગ્રામ દવાને ૧૦ લિટર પાણીમાં મિશ્રિત કરી છાંટવી.

3. ભીંડા લીલા તડતડીયા અને સફેદ માખીના નિયંત્રણ માટે થાયોમીથોક્ઝામ ૭ ગ્રામ અથવા એસીટામીપ્રાઈડ ૪ ગ્રામ આથવા ડાયફેંથ્યુરોન ૧૦ ગ્રામ ૧૦ લિ. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

4. ઉનાળુ ભીંડાના ઉગવા બાદ ૨૦ દિવસે હારમાં ૨ છોડ વચ્ચે ૧૫ થી ૩૦ સે.મી. ના અંતરે પારવણી કરવી.

5. મરચી જાતોમાં જીવીસી-૧૦૧, ૧૧૧, ૧૧ર, ૧ર૧, ૧૩૧, પુસા જયોતી, પુસા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્‍યાતી, કાશી અનમોન, અર્કા શ્વેતાનું વાવેતર કરવું.

આ પણ વાંચો : ખેડૂતોએ શેરડી અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા, પાક ઉત્પાદનમાં થશે વધારો

6. ગુજરાત ટામેટા-૧, ર તથા જૂનાગઢ ટમેટા-૩, ગુજરાત ટમેટા-૧ (જીટી-૧), ​જૂનાગઢ ટમેટા-3 (જેટી-3) હાઇબ્રીડ માટે પુસા હાઇબ્રીડ-૪, કાશી અમન, પુસા સેહલી, અર્કા અનન્‍યા, અર્કા રક્ષક, અર્કા સમાટ, કાશી શકિતમાનનું વાવેતર કરવું.

7. તુરિયા: ગુજરાત જૂનાગઢ સંકર તુરીયા -૧, પુસા નસદાર, ગુજરાત આણંદ તૂરીયા-૧ નું વાવેતર કરવું.

8. ભીંડા માટે ગુજરાત ભીંડા-ર, ગુજરાત આણંદ ભીંડા-૫, વર્ષા ઉ૫હાર, પુસા મખમલી, ગુજરાત જુનાગઢ ભીંડા-૩, ગુજરાત જુનાગઢ ભીંડા સંકર-૨, ગુજરાત જુનાગઢ ભીંડા સંકર-૩ નું વાવેતર કરવું.

9. દુધી – જૂનાગઢ લોંગ ટેન્ડર, પૂસા નવીન, પૂસા સમર પ્રોલીફીક લોંગ, અર્કા બહાર, પૂસા મેધદૂત, પંજાબ લોંગ, પંજાબ ગોળ, આણંદ દુધી – ૧, પૂસા સંકર – ૩ નું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">