AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits Price: તહેવારો પહેલા ડ્રાય ફ્રૂટ્સ મોંઘા થશે, બદામ અને પિસ્તા માટે ખિસ્સા વધુ ઢીલા થશે

Dry Fruits Price: ભારતમાં પિસ્તા ઈરાનથી આવે છે, પરંતુ ઇરાનમાં હાલના દિવસોમાં ડ્રાય ફ્રુટની તંગી જણાઇ રહી છે. જેના કારણે આગામી કેટલાક મહિનામાં તેની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી શકે છે.

Dry Fruits Price: તહેવારો પહેલા ડ્રાય ફ્રૂટ્સ મોંઘા થશે, બદામ અને પિસ્તા માટે ખિસ્સા વધુ ઢીલા થશે
ડ્રાયફ્રુટની કિંમત વધે તેવી શક્યતાImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 9:58 AM
Share

Dry Fruits Price: પોષક તત્વોથી ભરપૂર બદામ અને પિસ્તા આવનારા દિવસોમાં મોંઘા થઈ શકે છે. બદામના ભાવ હજુ પણ ગયા મહિના કરતા ઓછા છે, પરંતુ પિસ્તાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં પિસ્તામાં 100 રૂપિયા પ્રતિ કિલોનો મોંઘવારી જોવા મળી રહી છે. પરંતુ હવે તે વધુ મોંઘુ થવાની ધારણા છે. કારણ કે, ઈરાનમાં તેની અછત નોંધાઈ છે. બીજી તરફ બદામના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. અત્યારે તેનું આગમન સારું છે, પરંતુ જુલાઈના મધ્ય સુધીમાં તેના દરમાં થોડો વધારો થઈ શકે છે. હાલમાં મુંબઈમાં બદામની જથ્થાબંધ કિંમત 640 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે પિસ્તા 925 રૂપિયામાં વેચાઈ રહી છે. આગામી સમયમાં ડ્રાયફ્રુટ્સમાં વધારો થઈ શકે છે.

ભારતમાં પિસ્તા ઈરાનથી આવે છે. મુંબઈ સ્થિત કાનજી મનજી કોઠારી એન્ડ કંપનીના ઈન્દ્રજીત ઠક્કર કહે છે કે ઈરાનમાં હાલમાં પિસ્તાની અછત છે, જેના કારણે ભાવ મોંઘા થઈ રહ્યા છે. એક મહિના પહેલા જથ્થાબંધ મીઠાવાળા પિસ્તાની કિંમત 825 રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે વધીને 925 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ પિસ્તા મગઝની કિંમત 1500 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 1900 થઈ ગઈ છે. એવા સંકેતો છે કે આગામી કેટલાક મહિનામાં, ખાસ કરીને રક્ષાબંધન પહેલા, તેની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી શકે છે.

બદામની કિંમત પણ વધી શકે છે

ઠક્કર કહે છે કે અમેરિકન બદામનું આગમન અત્યારે સારું છે. તેથી, ગત મહિનાની તુલનામાં દર નરમ છે. ગયા મહિને અમેરિકન બદામનો જથ્થાબંધ ભાવ 640 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ હવે તે નીચે આવ્યો છે અને 620ના દરે સ્થિર છે. લગભગ એક મહિના પછી 15-20 જુલાઈ સુધીમાં તે 700 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જઈ શકે છે.

ઈરાની બદામની કિંમત શું છે?

ઈરાનથી આવતી મમરા બદામની કિંમત હાલમાં ક્વોલિટી પ્રમાણે રૂ. 1700 થી રૂ. 2500 પ્રતિ કિલો છે. તેની કિંમતમાં થોડો વધારો થવાની પણ શક્યતા છે. કાજુના ભાવમાં પણ થોડો વધારો થયો છે. લગભગ એક મહિના પહેલા કાજુનો જથ્થાબંધ ભાવ જે 720 રૂપિયા પ્રતિ કિલો હતો તે હવે 750 રૂપિયા થઈ ગયો છે. ગોવા અને આફ્રિકન દેશોમાંથી કાજુની સારી આવક છે. જો કે, અત્યારે ખરીદી કરવા માટે ઉતાવળ કરવાને બદલે બજારનો ટ્રેન્ડ જોવો જોઈએ. શક્ય છે કે ડ્રાયફ્રુટ માર્કેટમાં કોઈ આંતરરાષ્ટ્રીય ફેરફારને કારણે પરિસ્થિતિ બદલાઈ જાય.

g clip-path="url(#clip0_868_265)">