AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Government Scheme: ખેડૂતોને ગ્રીન હાઉસ બનાવવા માટે સરકાર આપે છે સબસીડી, જાણો યોજનાની વિગતો

ગ્રીન હાઉસ ટેકનોલોજીથી છોડને કુદરતી વિપત્તિ જેમ કે વરસાદ, વાવાઝોડું, કીટક જન્ય રોગો અને વધુ પડતી ગરમી જેવા પરિબળોથી બચાવી પાકને અનુકુળ વાતાવરણ આપી શકાય છે.

Government Scheme: ખેડૂતોને ગ્રીન હાઉસ બનાવવા માટે સરકાર આપે છે સબસીડી, જાણો યોજનાની વિગતો
Greenhouse
| Updated on: May 27, 2021 | 1:18 PM
Share

આજે ખેડૂતોને એક એવી અસરકારક નવી ટેકનોલોજી (Technology) જોઈએ છે, જે સતત ઉત્પાદકતા અને નફાની સ્થિરતા વધારી શકે અને આ ટેકનોલોજી છે ગ્રીન હાઉસ (Greenhouse) ટેકનોલોજી. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી છોડને કુદરતી વિપત્તિ જેમ કે વરસાદ, વાવાઝોડું, કીટક જન્ય રોગો અને વધુ પડતી ગરમી જેવા પરિબળોથી બચાવી પાકને અનુકુળ વાતાવરણ આપી શકાય છે.

ગ્રીન હાઉસ ટેકનોલોજીથી છોડની આસપાસ એક આદર્શ વાતાવરણ બનાવી શકાય છે, જ્યાં કોઇ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ છોડને અનુકુળ પર્યાવરણીય પરિસ્થિતિઓ પેદા કરી ઓછામાં ઓછી મહેનતથી વધુમાં વધુ ઉત્પાદન લઇ શકાય છે.

ગ્રીન હાઉસ (Greenhouse) ઓછામાં ઓછા એક એકર એટલે કે 4000 મીટર (40 ગુંઠા) માં સરકારી નિયમ મુજબ બનાવી શકાય છે. ગ્રીન હાઉસમાં હાઈટેક ખેતી પદ્ધતિથી થતા ખેતીના ફાયદાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સબસીડી મળવા પાત્ર છે.

ગ્રીન હાઉસમાં ટપક પદ્ધતિ દ્વારા પાણી, ખાતર અને દવાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ત્રણેનો થતો બગાડ અટકાવી શકાય છે અને છોડ સિવાયની જગ્યામાં પાણી અને ખાતર ના મળવાથી નિંદામણ પણ ઘણું જ ઓછુ કરવું પડે છે.

ગ્રીન હાઉસના ફાયદા 1. ગ્રીનહાઉસ ટેકનોલોજીથી છોડની આસપાસ એક આદર્શ વાતાવરણ બનાવી પાકનો પરંપરાગત ખુલ્લી ખેતી કરતા 10-12 ગણું ઉત્પાદન લઇ શકાય છે. 2. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી આખા વર્ષ દરમિયાન ઓફ સિજનમાં પણ શાકભાજી અને ફળોનું ઉત્પાદન સરળતાથી લઇ શકાય છે. 3. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કેમિકલ, દવાઓ અને જંતુનાશકનો યોગ્ય અને અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે. 4. ગ્રીન હાઉસમાં થતા પાકની ગુણવત્તા પરંપરાગત ખેતીના પાક કરતા ખુબ જ ઉચ્ચ કક્ષાની હોય છે.

કેટલી સહાય મળે છે ગ્રીન હાઉસ સ્થાપવા માટે 500 ચો.મી.થી 4000 ચો.મી. સુધીની મર્યાદામાં ખેડૂતોને કુલ ખર્ચના 50 ટકા રકમ મહત્તમ તેમજ રાજ્ય સરકારના હિસ્સા પેટે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 15 ટકા અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 25 ટકા વધારાની સહાય આપવામાં આવે છે.

1. રૂ.૧૬૫૦/ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૦ ચો.મી સુધીના વિસ્તાર માટે) 2. રૂ.૧૪૬૫/ચો.મી અંદાજીત ખર્ચ (>૫૦૧ ચો.મી થી ૧૦૦૮ ચો.મી સુધી) 3. રૂ.૧૪૨૦/ચો.મી અંદાજીત ખર્ચ (>૧૦૦૯ /ચો.મી થી ૨૦૮૦ ચો.મી સુધી) 4. રૂ.૧૪૦૦/ચો.મી (>૨૦૮૦/ચો.મી થી ૪૦૦૦ ચો.મી સુધી) 5. પહાડી વિસ્તાર માટે ઉપરોક્ત ખર્ચના ૧૫ ટકા વધુ ખર્ચ ગણવાનો રહેશે.

નોંધ: આ યોજનાની વધારે માહિતી મેળવવા માટે આપના જીલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરો.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">