અમિત શાહે કહ્યું, પ્રાકૃતિક ખેતી ભારત માટે મહત્વપૂર્ણ, તેનાથી નવી હરિત ક્રાંતિ શરૂ કરે ખેડૂતો
અમિત શાહે કહ્યું કે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કુદરતી ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા પુનઃસ્થાપિત થાય છે અને તે વધુ ફળદ્રુપ બને છે, ઉત્પાદન વધે છે, પાણીનો ઓછો ઉપયોગ થાય છે અને ખેડૂતો સમૃદ્ધ બને છે.
રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન, પાણીની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરોનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શનિવારે ખેડૂતોને ભારતમાં કુદરતી ખેતી (Natural Farming) ની પદ્ધતિઓ અપનાવીને ‘નવી હરિત ક્રાંતિ’ શરૂ કરવાનું આહ્વન કયું. શાહે પ્રાકૃતિક ખેતી માટેની ગુજરાત સરકારની પહેલ, તેમની મોબાઈલ એપ્લિકેશન અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ (FPOs) દ્વારા કુદરતી ખેતીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા ઉત્પાદનોના માર્કેટિંગ માટે ઈ-વાનનું ડિજિટલી અનાવરણ કર્યા બાદ તેઓ ખેડૂતોને સંબોધ્યું હતા.
અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાસાયણિક ખાતરને એક મોટી કટોકટી તરીકે ઓળખાવ્યું છે અને કૃષિ ઉત્પાદન વધારવા, પાણીનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોની સમૃદ્ધિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તેનો ઉપયોગ રોકવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.
‘નવી હરિયાળી ક્રાંતિ માટે કુદરતી ખેતી જ એકમાત્ર રસ્તો છે’
ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ખેડૂતો સાથેની ડિજિટલ વાતચીતમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે કુદરતી ખેતી દ્વારા નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરીએ, જે જમીનને નુકસાન પહોંચાડવાને બદલે આગામી ઘણા વર્ષો સુધી સાચવશે.” આ હાંસલ કરવાનો એકમાત્ર રસ્તો કુદરતી ખેતી છે.” અમિત શાહ લોકસભામાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરે છે.
किसानों की समृद्धि व कृषि क्षेत्र को आत्मनिर्भर बनाने के लिए मोदी सरकार प्राकृतिक कृषि को अपनाने के लिए निरंतर किसानों को प्रोत्साहित कर रही है।
इसी क्रम में आज गांधीनगर में प्राकृतिक कृषि को बढ़ावा देने हेतु विभिन्न कार्यक्रमों का शुभारम्भ किया साथ ही किसानों के साथ संवाद किया। pic.twitter.com/r7gUAxPUmd
— Amit Shah (@AmitShah) January 15, 2022
ગ્રૃહ પ્રધાને આગળ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ છે અને તે દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘આજે ભારત માટે પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ છે, પરંતુ હું ચોક્કસપણે જોઈ શકું છું કે સમગ્ર વિશ્વએ આપણા દેશ દ્વારા રજૂ કરવામાં આવેલી કુદરતી ખેતીની પદ્ધતિઓ સ્વીકારવી પડશે. દેશી ગાય (જે પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે)નું મહત્વ સમગ્ર વિશ્વએ સ્વીકારવું પડશે.
‘કુદરતી ખેતી વધુ ફળદ્રુપ’
તેમણે કહ્યું કે ગુજરાતમાં એફપીઓ ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે સેતુનું કામ કરશે. પ્રમાણપત્ર પછી, આ સંસ્થાઓ કૃષિ પેદાશોને ગ્રાહકો સુધી પહોંચાડશે. દેશમાં આ પ્રકારની પ્રથમ વ્યવસ્થા હશે. અમિત શાહે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનું તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનવું ખૂબ જ આનંદની વાત છે. મને ખાતરી છે કે ભારતમાં પ્રાકૃતિક ખેતીની તકનીકો અપનાવવાથી સમગ્ર વિશ્વને માર્ગ દેખાડશે.
વધુ જણાવતા કહ્યું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ કુદરતી ખેતી ક્ષેત્રે કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કુદરતી ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા પુનઃસ્થાપિત થાય છે અને તે વધુ ફળદ્રુપ બને છે, ઉત્પાદન વધે છે, પાણીનો ઓછો ઉપયોગ થાય છે અને ખેડૂતો સમૃદ્ધ બને છે.
આ પણ વાંચો: Viral: હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા INDIAN ARMY ના જવાનોની લોકોએ કરી પ્રશંસા