એક જ છોડમાં ઉગશે રીંગણ અને ટામેટા, વૈજ્ઞાનિકોએ વિકસિત કરી નવી જાત
કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનાથી શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ઘણો ફાયદો થશે, કારણ કે તેમની પાસે જગ્યા ઓછી હોય છે એવામાં એ લોકો ઓછી જગ્યામાં જરૂરીયાત પુરતી શાકભાજી ઉગાડી શકશે.
કૃષિ ક્ષેત્ર (Agriculture)માં નવા-નવા પ્રયોગો થતા રહે છે, ત્યારે વૈજ્ઞાનિકો (Scientists)નો પ્રયત્ન રહે છે કે પાકની ઉત્પાદકતા વધે અને ખેડૂતો (Farmers)ની આવકમાં વધારો થાય. જેમાં આપણા વૈજ્ઞાનિકોએ એક એવી જાત વિકસિત કરી છે, જેમાં એક જ છોડ પર બે-બે શાકભાજી ઉગાડી શકાય છે. વૈજ્ઞાનિકોએ તેને બ્રિમૈટો (Brimato) નામ આપ્યું છે. જોકે આ છોડ પર રીંગણ (Brinjal) અને ટામેટા (Tomato) ઉગશે એટલા માટે બંન્નેના અંગ્રેજી નામ પર તેનું નામકરણ કરવામાં આવ્યું છે.
એક અહેવાલ અનુસાર ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ ગ્રાફ્ટિંગ ટેક્નોલોજીથી આ છોડને વિકસિત કર્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનાથી શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ઘણો ફાયદો થશે, કારણ કે તેમની પાસે જગ્યા ઓછી હોય છે એવામાં એ લોકો ઓછી જગ્યામાં જરૂરીયાત પુરતી શાકભાજી ઉગાડી શકશે.
વારાણસી સ્થિત ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થાએ આ પહેલા ગ્રાફ્ટિંગ ટેક્નોલોજી દ્વારા બટાકા અને ટામેટાનો એક છોડ વિકસિત કર્યો હતો. હવે આઈસીએઆર (Indian Council of Agricultural Research) સાથે મળી આ સંસ્થાએ રીંગણ અને ટામેટાની જાત વિકસાવી છે. જોકે હાલ તેનો વ્યવસાયિક ઉપયોગ માટે રિસર્ચ ચાલી રહ્યું છે.
કઈ રીતના થઈ ગ્રાફ્ટિંગ?
રિપોર્ટ અનુસાર ગ્રાફ્ટિંગ ત્યારે કરવામાં આવ્યું જ્યારે રીંગણનો છોડ 25 દિવસ અને ટામેટાનો છોડ 22 દિવસનો હતો. ગ્રાફ્ટિંગ બાદ તેને યોગ્ય વાતાવરણમાં રાખવામાં આવ્યો અને 15 દિવસ બાદ ગ્રાફ્ટિંગ છોડને ખેતરમાં રોપવામાં આવ્યો. આ દરમિયાન પૂરી સાવધાની રાખવામાં આવી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે રોપણીના બે મહિના બાદ છોડમાંથી ઉત્પાદન શરૂ થઈ ગયું હતુ.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો વ્યવસાયિક ઉત્પાદનમાં આશા મુજબ સફળતા મળે છે તો આ ઘણો મોટો બદલાવ લાવી શકે છે. તેનાથી ખેડૂતોને ઘણો ફાયદો મળશે. ખેડૂતોને રીંગણ અને ટામેટા અલગ-અલગ લગાવાની જરૂર નહી પડે. તેનાથી ખર્ચ અને મહેનતમાં પણ ઘટાડો થશે અને કમાણી વધારવામાં મદદરૂપ સાબિત થશે.
વૈજ્ઞાનિક ઉત્પાદન વધારવા માટે ગ્રાફ્ટિંગ ટેક્નોલોજી, જેમાં સામાન્ય બોલચાલની ભાષામાં કલમ પદ્ધતિ કહેવામાં આવે છે તેને આધારે એક વાત ધ્યાન રાખવી પડે છે કે એક જ પરિવારની બે શાકભાજીને ગ્રાફ્ટ કરવામાં આવે. રીંગણ, બટાકા અને ટામેટાનો પરિવાર એક જ છે એટલા માટે બટાકા અને ટામેટા બાદ રીંગણ અને ટામેટાનું ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પ્રગતિશીલ ખેડૂત બંધુઓએ કર્યો કમાલ, રૂમમાં જ કેસરની ખેતીથી કરી લાખોની કમાણી
આ પણ વાંચો : IND VS NZ, 2nd Test: છેલ્લી મેચમાં 0 રન પર આઉટ, હવે મુંબઈ ટેસ્ટમાં મળશે તક, ટીમ ઈન્ડિયામાં થશે 2 ફેરફાર!