IND VS NZ, 2nd Test: છેલ્લી મેચમાં 0 રન પર આઉટ, હવે મુંબઈ ટેસ્ટમાં મળશે તક, ટીમ ઈન્ડિયામાં થશે 2 ફેરફાર!

ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બરેએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા હાવભાવમાં મુંબઈમાં 2 ફેરફારો વિશે માહિતી આપી. મુંબઈમાં વિરાટ કોહલીની વાપસી નિશ્ચિત છે, પરંતુ તેની સાથે વિકેટકીપર રિદ્ધિમાન સાહાનું બીજી ટેસ્ટમાં રમવું નિશ્ચિત નથી.

IND VS NZ, 2nd Test: છેલ્લી મેચમાં 0 રન પર આઉટ, હવે મુંબઈ ટેસ્ટમાં મળશે તક, ટીમ ઈન્ડિયામાં થશે 2 ફેરફાર!
IND VS NZ (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 6:13 PM

કાનપુર (Kanpur)માં ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ડ્રો મેચ બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે મુંબઈ ટેસ્ટ (India vs New Zealand, 2nd Test) પર ટકેલી છે. ભારતીય ટીમ (Indian Team) શુક્રવારથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થનારી મેચમાં જીતથી ઓછું કંઈ ઈચ્છશે નહીં. કાનપુરમાં ડ્રોના કારણે ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પહેલાથી જ 8 પોઈન્ટનું નુકસાન થયું છે.

મુંબઈ ટેસ્ટ જીતવા માટે સારી પ્લેઈંગ ઈલેવનની પણ જરૂર છે અને વિરાટ કોહલીની વાપસી સાથે તેમાં પણ ફેરફાર થવાની તૈયારી છે. વિરાટ કોહલી કોની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ સમાચાર એ છે કે મુંબઈ ટેસ્ટમાં એક નહીં, પરંતુ બે ફેરફાર થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બરેએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા હાવભાવમાં મુંબઈમાં 2 ફેરફારો વિશે માહિતી આપી. મુંબઈમાં વિરાટ કોહલીની વાપસી નિશ્ચિત છે, પરંતુ તેની સાથે વિકેટકીપર રિદ્ધિમાન સાહાનું બીજી ટેસ્ટમાં રમવું નિશ્ચિત નથી. મ્હામ્બ્રેએ કહ્યું કે ટીમ મેનેજમેન્ટ ટેસ્ટ મેચ પહેલા સાહા અંગે નિર્ણય લેશે.

મ્હામ્બ્રેએ કહ્યું, ‘ફિઝિયો હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને કેપ્ટન વિરાટ કોહલીના સતત સંપર્કમાં છે. જ્યારે મેચ નજીક આવશે ત્યારે તેની સ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે.’ કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ગળામાં દુખાવો થવાને કારણે સાહા પાંચમા દિવસે મેદાનમાં ઉતરી શક્યો ન હતો. કે.એસ ભરતે તેની જગ્યાએ વિકેટકીપિંગ કરી હતી.

સાહાએ કાનપુરમાં બતાવ્યું સાહસ

તમને જણાવી દઈએ કે કાનપુર ટેસ્ટમાં સાહાએ બીજી ઈનિંગમાં અણનમ 61 રન બનાવીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું, જ્યારે એક સમયે 51 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. તેની ઈનિંગની પ્રશંસા કરતા મ્હામ્બ્રેએ કહ્યું “તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ એક શાનદાર ઈનિંગ હતી. તેને પીડા થઈ રહી હતી, પરંતુ તેણે કહ્યું કે તે રમશે. તેણે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું, જે જોઈને સારૂ લાગ્યું. જો સાહા ઠીક નહીં થાય તો વિકેટકીપર કે.એસ ભરતને મુંબઈમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

કે.એસ ભરત છે શ્રેષ્ઠ બેટ્સમેન

આપને જણાવી દઈએ કે કે.એસ ભરતે આંધ્રપ્રદેશ માટે સારું પ્રદર્શન કર્યું છે અને આ ખેલાડી વિકેટકીપિંગ મોરચે પણ શાનદાર ફોર્મમાં છે. કે.એસ ભરતનો પ્રથમ ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ સારો છે. તેના બેટથી 9 સદીની મદદથી 4200 થી વધુ ફર્સ્ટ ક્લાસ રન બનાવ્યા છે. જો કે આ બેટ્સમેન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમાયેલી તેની છેલ્લી મેચમાં 0 રને આઉટ થયો હતો, પરંતુ હવે આ ખેલાડી ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.

આ પણ વાંચો:  Cotton Crops: કપાસમાં ગુલાબી ઈયળનો પ્રકોપ વધ્યો, ખેડૂત પાક નષ્ટ કરવા બન્યા મજબૂર

આ પણ વાંચો: Winter Session Updates: રાજ્યસભામાં 12 સાંસદોના સસ્પેન્શન પર હંગામો, કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">