Navratri 2021: નવરાત્રીમાં પ્રાપ્ત કરો દેવી લક્ષ્મીની કૃપા, ક્યારેય ઘરમાં નહીં વર્તાય ધનની ખોટ !

નવરાત્રીના આ દિવસોમાં કેટલાંક ખાસ પ્રયોગ અજમાવીને તમે પણ માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. આ એ પ્રયોગો છે કે જે ખૂબ જ સરળ છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ફળ સ્વરૂપે પરિવારની આર્થિક સુખાકારીમાં વૃદ્ધિ થાય છે.

Navratri 2021: નવરાત્રીમાં પ્રાપ્ત કરો દેવી લક્ષ્મીની કૃપા, ક્યારેય ઘરમાં નહીં વર્તાય ધનની ખોટ !
નવરાત્રીમાં વિશેષ લાભ પ્રદાન કરશે માતા લક્ષ્મી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 1:02 PM

નવરાત્રીનો (Navratri) રૂડો અવસર ચાલી રહ્યો છે. આ અવસર એ તો આદ્યશક્તિની કૃપાને પ્રાપ્ત કરવાનો છે. એટલું જ નહીં, દેવીની કૃપા થકી વિવિધ કામનાઓને સિદ્ધ કરવાનો પણ છે. ત્યારે આજે વાત કરવી છે એક એવી મનશાની કે જેની ઝંખના મોટાભાગે દરેક વ્યક્તિને રહેતી હોય છે. અને તે છે લક્ષ્મીકૃપા !

ભક્તો વિવિધ મનશા સાથે નવરાત્રીના દિવસોમાં અનુષ્ઠાન કરતા હોય છે. તો, સાથે જ દરેક વ્યક્તિની એ જ ઈચ્છા હોય છે કે તેના ઘરમાં ક્યારેય ધનની ખોટ ન વર્તાય. ઘરમાં લક્ષ્મી સ્થિર રહે. અને સુખ-સંપત્તિ અકબંધ રહે. ત્યારે, નવરાત્રીના આ દિવસોમાં કેટલાંક ખાસ પ્રયોગ અજમાવીને તમે પણ માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. આ એ પ્રયોગો છે કે જે ખૂબ જ સરળ છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ફળ સ્વરૂપે પરિવારની આર્થિક સુખાકારીમાં વૃદ્ધિ થાય છે. આવો, આજે કેટલાંક આવા જ ઉપાયો વિશે જાણીએ.

લાલ વસ્ત્રનું દાન ! નવરાત્રીમાં કુમારિકા પૂજનનો મહિમા છે. કહે છે કે કુમારિકાના પૂજનથી મા ભગવતી અત્યંત પ્રસન્ન થયા છે. અને ભક્તની મનશાને પૂર્ણ કરે છે. ત્યારે લોકમાન્યતા એવી છે કે નવરાત્રીના કોઈપણ એક દિવસે 2 થી 10 વર્ષની ઉંમરની બાળાઓને ઘરે બોલાવી તેમનું પૂજન કરવું. તેમને ખીર-પૂરીનું ભોજન કરાવવું. ત્યારબાદ ભેટ સ્વરૂપે તેમને લાલ રંગના વસ્ત્ર આપવા. તમે 1 કન્યાથી લઈ 9 કન્યાનું પણ પૂજન કરી શકો છો. કહે છે કે તેનાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરની આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તુલસીનો છોડ લાવો ! હિંદુ સંસ્કૃતિમાં તુલસી પૂજાનો સવિશેષ મહિમા છે. એમાં પણ તુલસી ઘરમાં લાવવા માટે નવરાત્રીનો અવસર પાવન મનાય છે. આ ‘તુલસી’ એ તો સ્વયં ‘લક્ષ્મી’ સ્વરૂપા જ છે ! વાસ્તુ શાસ્ત્ર અનુસાર જોઈએ તો નવરાત્રીના દિવસોમાં તુલસીનો છોડ ઘરમાં લાવવાથી અને તેની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, ધીમે ધીમે પરિવારના સભ્યોની આવકમાં પણ વૃદ્ધિ થાય છે.

માતા લક્ષ્મીની તસવીર લાવો ! નવરાત્રીના શુભ દિવસોમાં તમે માતા લક્ષ્મીની એક સુંદર તસવીર ખરીદીને ઘરમાં લાવી શકો છો. આ કાર્ય અત્યંત શુભ મનાય છે. અલબત્, સૌથી વધુ જરૂરી એ છે કે આ તસવીરમાં લક્ષ્મીજી કમળ પર બિરાજમાન હોવા જોઈએ. તેમના હાથમાંથી ધનની વર્ષા થતી હોવી જોઈએ. દેવી લક્ષ્મીને કમળનું પુષ્પ અત્યંત પ્રિય છે. એટલે, તસવીર ઘરમાં લાવ્યા બાદ દેવીની કમળ પુષ્પથી જ પૂજા કરવી જોઈએ. કહે છે કે તેનાથી માતા લક્ષ્મી ચોક્કસથી પ્રસન્ન થશે. અને આર્થિક સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે.

ચાંદીનો સિક્કો પર્સમાં રાખો ! જો શક્ય હોય તો આ નવરાત્રીમાં માતા લક્ષ્મીની કૃતિવાળો ચાંદીનો સિક્કો ખરીદીને ઘરમાં લાવો. શાસ્ત્રોક્ત પૂજા બાદ આ સિક્કાને તમારા પર્સમાં મૂકી દો. આ પ્રયોગ ખૂબ જ શુભ મનાય છે અને કહે છે કે તેનાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા સ્થિર રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ દેવીને આ રીતે અર્પણ કરો પ્રસાદ, તો જીવનમાં વરસશે ખુશીઓનો વરસાદ !

આ પણ વાંચોઃ શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ માત્રથી વિવિધ કામનાઓ થશે સિદ્ધ, જગદંબા દેશે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ !

g clip-path="url(#clip0_868_265)">