Animal Husbandry: આ લક્ષણોથી જાણો પશુઓને લૂ લાગી છે કે નહીં, જો લાગી હોય તો ખેડૂતોએ કરવો આ ઉપાય

પશુઓ પણ લૂ (Heat Stroke)નો શિકાર બની રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતો કેવી રીતે જાણી શકે કે તેમના પશુને લૂ લાગી છે કે નહીં અને ખેડૂતો (Farmers) દ્વારા પશુને લૂ થી બચાવવા માટે શું અસરકારક પગલાં લઈ શકાય છે.

Animal Husbandry: આ લક્ષણોથી જાણો પશુઓને લૂ લાગી છે કે નહીં, જો લાગી હોય તો ખેડૂતોએ કરવો આ ઉપાય
Animal Husbandry (File Photo)
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Apr 21, 2022 | 12:56 PM

મે મહિનો શરૂ થવામાં હજુ સમય છે, પરંતુ આ દિવસોમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે દિવસ દરમિયાન તડકો અને ગરમી (Heat Wave) ના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. જેના કારણે લોકોને દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સાથે જ આ ગરમીના કારણે જાયદ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. જ્યારે ઉનાળાની આ સિઝનથી પશુઓ (Animal)પણ પરેશાન છે. મોટાભાગની સમસ્યાઓ તેમને પડી રહી છે, જેઓ ચરવા માટે ખુલ્લા મેદાન પર નિર્ભર છે. જેના કારણે પશુઓ પણ લૂ (Heat Stroke) નો શિકાર બની રહ્યા છે. ચાલો સમજીએ કે ખેડૂતો કેવી રીતે જાણી શકે કે તેમના પશુને લૂ લાગી છે અને ખેડૂતો (Farmers)દ્વારા પશુને લૂ થી બચાવવા માટે શું અસરકારક પગલાં લઈ શકાય છે.

જો પશુમાં આ લક્ષણો જોવા મળે તો સમજવું કે તેને લૂ લાગી છે

દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના પ્રકોપને જોતા પશુપાલન વિભાગે પ્રાણીઓના બચાવ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં પશુઓને ગરમીથી રક્ષણની સાથે લૂ ના લક્ષણો વિશે માહિતી આપવામાં આવી છે. એડવાઈઝરી મુજબ જો કોઈ ખેડૂતના પશુને તીવ્ર તાવ આવે તો સમજી લેવું જોઈએ કે પશુ લૂ નો શિકાર બન્યું છે. આ સાથે પશુ દ્વારા મોં ખોલી વારંવાર હાફવું, મોંમાંથી લાળ આવવી, પશુમાં બેચેની, ભૂખ ન લાગવી અને વધુ પાણી પીવું, પેશાબ ઓછો કે બંધ થવો, પશુના ધબકારા ઝડપી થવા જેવા લૂ ના લક્ષણો છે.

ખેડૂતો આ 7 ઉપાયો અપનાવીને પશુઓને લૂ થી બચાવી શકે છે

કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થશે. જેમાં ગરમીના કારણે પશુઓની મુશ્કેલીમાં વધારો થશે જો કે ખેડૂતો 7 અસરકારક ઉપાયો અપનાવીને પશુઓને લૂ થી બચાવી શકે છે. ચાલો જાણીએ ક્યા છે આ 7 અસરકારક ઉપાય.

  1. પ્રાણીઓને ફક્ત વેન્ટિલેટેડ એનિમલ હાઉસમાં અથવા ઝાડ નીચે બાંધો, એકંદરે પ્રાણીઓને એવી જગ્યાએ રાખો જ્યાં તેમને સીધો તડકો ન પડે.
  2. એનિમલ હાઉસની દીવાલો પર તેને ઠંડુ રાખવા માટે ભીના કોથળા લટકાવી શકાય છે. આમાં સમયાંતરે પાણીનો છંટકાવ કરીને ગરમ હવાને અંદર આવતી અટકાવી શકાય છે.
  3. પશુ ગૃહમાં પંખા અથવા કુલરનો ઉપયોગ કરીને તેને ઠંડુ રાખવું જોઈએ.
  4. ગરમીના કારણે પાણીની અછત ન સર્જાય તે ધ્યાનમાં રાખીને દિવસમાં ઓછામાં ઓછા ચારવાર પશુઓને ઠંડુ પાણી આપવું જોઈએ.
  5. પશુઓમાં ખાસ કરીને ભેંસને દિવસમાં બે વખત નવડાવવી તેને લૂ થી બચાવી શકાય છે.
  6. પશુઓને વહેલી સવારે અને મોડી સાંજે ચરવા માટે મોકલવા જોઈએ.
  7. ઉનાળામાં પશુઓના શરીરમાં સંતુલિત ખોરાકની કમી ન થાય તેના માટે તેમને ઘઉં ભૈળકુ આપી શકાય.

જો પશુને લૂ લાગી હોય તો આ છે સારવાર

ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જો કોઈ પશુને લૂ લાગી હોય તો તેની સારવાર માટે ખેડૂતો કેટલાક અસરકારક ઉપાયો અપનાવી શકે છે. બિહાર પશુપાલન વિભાગ દ્વારા આ ઉપાયો શેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ખેડૂતોએ પશુઓને લૂ લાગે ત્યારે સૌ પ્રથમ પશુઓને ઠંડી જગ્યાએ રાખવા જોઈએ, ખેડૂતો પશુઓને પાણી ભરેલા ખાડામાં રાખી તેમના પર ઠંડુ પાણી છાંટી શકે છે.

તેમજ જો શક્ય હોય તો તેમના શરીર પર બરફ કે આલ્કોહોલ ઘસવું એ અસરકારક સારવાર છે. એ જ રીતે ફુદીનો અને ડુંગળીનો અર્ક પશુઓને આપવાથી અસરકારક છે. જ્યારે ઠંડા પાણીમાં ખાંડ, શેકેલા જવ અને મીઠાનું મિશ્રણ પીવડાવવું એ પણ લૂ થી બચવાનો અસરકારક ઉપાય છે. જો આ પછી પણ પશુઓને રાહત ન મળે તો ખેડૂતોએ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: Success Story : ધંધામાં નુકસાની બાદ શરૂ કરી ખેતી, આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કમાઈ રહ્યા છે લાખો રૂપિયા

આ પણ વાંચો: વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati