Amul Micro ATM : પશુપાલકો માટે માઇક્રો એટીએમ શરૂ, ગામડાની દૂધ મંડળીઓમાંથી ઉપાડી શકશે નાણાં

આ નવી સુવિધાથી દુર્ગમ વિસ્તારોમાં પશુપાલકો, જેમની પાસે યોગ્ય એટીએમ સુવિધા નથી, તેઓ માઇક્રો એટીએમનો ઉપયોગ કરીને દૂધ સંગ્રહ કેન્દ્રો અથવા ગામડાની દૂધ મંડળીઓમાંથી નાણાં ઉપાડી શકશે.

Amul Micro ATM : પશુપાલકો માટે માઇક્રો એટીએમ શરૂ, ગામડાની દૂધ મંડળીઓમાંથી ઉપાડી શકશે નાણાં
પશુપાલકો માટે માઇક્રો એટીએમ શરૂ
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 1:15 PM

ગુજરાતના રાજકોટ ગામમાં પશુપાલકો માટે અમૂલ માઇક્રો એટીએમ (Amul Micro ATM) શરૂ થયું છે. રાજકોટ જિલ્લાનું એક નાનકડું ગામ આણંદપર, પશુપાલકો માટે અમૂલ માઇક્રો એટીએમ પેમેન્ટ સેન્ટર ધરાવતું દેશનું પહેલું ગામ બન્યું છે. આશરે 4000 લોકોની વસ્તી ધરાવતું એક નાનકડું ગામ આણંદપર દરરોજ લગભગ 2 હજાર લિટર દૂધ ખરીદે છે.

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ હેઠળ ગોપાલ ડેરી સાથે જોડાયેલા આણંદપર ડેરી સહકારી મંડળીના સેક્રેટરી દ્વારા ફિંગર સ્કેનર ઇલેક્ટ્રોનિક ડેટા કેપ્ચર (EDC) મશીનમાંથી રોકડ રકમ નિકાળવાની સૌ પ્રથમ સેવા શરૂ કરવામાં આવી છે.

અમૂલ તરીકે જાણીતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) આગામી દિવસોમાં આ પાયલોટ પ્રોજેક્ટ સમગ્ર રાજ્યની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં શરૂ કરશે. આ નવી સુવિધાથી દુર્ગમ વિસ્તારોમાં પશુપાલકો, જેમની પાસે યોગ્ય એટીએમ સુવિધા નથી, તેઓ માઇક્રો એટીએમનો ઉપયોગ કરીને દૂધ સંગ્રહ કેન્દ્રો અથવા ગામડાની દૂધ મંડળીઓમાંથી નાણાં ઉપાડી શકશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રાજકોટ ડેરીના પ્રમુખ ગોરધનભાઈ એ જણાવ્યું હતું કે, હવે કોઈપણ સભ્ય દૂધ મંડળીમાં આવી અમૂલ માઇક્રો એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે. પશુપાલકો માટે આ મોટી રાહત છે, કારણ કે હવે તેમને દૂરની બેંકમાં જવું પડશે નહીં. કોરોના મહામારીની પરિસ્થિતિમાં વ્યવહાર પણ સલામત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">