Banko of Baroda ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી આ નિયમોનું પાલન નહિ કરો તો અટકી શકે છે તમારા ચેકનું પેમેન્ટ

સરકારી સંસ્થા બેંક ઓફ બરોડા(Bank of Baroda) 1 ફેબ્રુઆરી 2022થી નવો નિયમ લાવવા જઈ રહી છે. આ નિયમ ચેક ક્લિયરન્સ પર લાગુ થશે.

Banko of Baroda ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી આ નિયમોનું પાલન નહિ કરો તો અટકી શકે છે તમારા ચેકનું પેમેન્ટ
Bank of Baroda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 7:00 AM

સરકારી સંસ્થા બેંક ઓફ બરોડા(Bank of Baroda) 1 ફેબ્રુઆરી 2022થી નવો નિયમ લાવવા જઈ રહી છે. આ નિયમ ચેક ક્લિયરન્સ પર લાગુ થશે. આને પોઝિટિવ પે કન્ફર્મેશન (positive pay confirmation) કહેવામાં આવે છે. 1લી ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે કન્ફર્મેશન જરૂરી રહેશે અન્યથા ચેક પેમેન્ટ વગર ક્લિયરિંગ અથવા ઈન્ટરસોલ પર પરત કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પોઝિટિવ પે કન્ફર્મેશનનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે.

નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિએ ચેક આપવો હોય તો તે પહેલા ચેકથી સંબંધિત કેટલીક જરૂરી માહિતી બેંકમાં આપવી પડશે. આનાથી બેંક ઓફ બરોડાને વધુ કિંમતો માટે ચેક પાસ કરવામાં સરળતા રહેશે અને બેંકે ગ્રાહકને ફરીથી કન્ફર્મેશન માટે કૉલ કરવો પડશે નહીં. રૂ10 લાખ અથવા તેથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત રહેશે અન્યથા તે ચૂકવણી વિના ઇન્ટરસોલને પરત કરવામાં આવશે.

ચેક ક્લિયરન્સ કેવી રીતે કરવું?

ગ્રાહક રૂ.50,000 કે તેથી વધુના ચેકની પુષ્ટિ કરી શકે છે. તમે એમ કનેક્ટ પ્લસ, બરોડા નેટ બેંકિંગ, શાખાની મુલાકાત લઈને અથવા 8422009988 પર SMS મોકલીને ચેકની પુષ્ટિ કરી શકો છો. ચેકની પુષ્ટિ કરવા માટે ગ્રાહકે 6 આવશ્યક માહિતી પ્રદાન કરવાની રહેશે. તેમાં ચૂકવણી કરનારનું નામ, ચેકની રકમ, એકાઉન્ટ નંબર, ચેક નંબર, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેકની તારીખ જણાવવી આવશ્યક છે. એકવાર રજિસ્ટર્ડ કન્ફર્મેશન થઈ ગયા પછી તમે તેને ન તો સંશોધિત કરી શકો છો કે ન તો કાઢી શકો છો. જો કે જો ગ્રાહક ઈચ્છે તો તે CTC ક્લિયરિંગમાં જતા પહેલા ચેકની ચુકવણી અટકાવી શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જો CTC ક્લિયરિંગમાં આપેલ ચેકની માહિતીને હપોઝિટિવ પે કન્ફર્મેશન સાથે મેળ ખાય તો જ ચેક પાસ કરવામાં આવશે. આ ઉપરાંત ચેક આપનાર વ્યક્તિના ખાતામાં પર્યાપ્ત બેલેન્સ અને સહી પણ ચકાસવામાં આવશે. જે ચેક માટે કન્ફર્મેશન સાંજે 6 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થશે તે આગામી ક્લિયરિંગ સત્ર માટે પ્રક્રિયા માટે મોકલવામાં આવશે. સાંજે 6 વાગ્યા પછી પ્રાપ્ત થયેલ પુષ્ટિકરણ માટે બીજા દિવસે પ્રક્રિયા થશે.

ચેક ક્લિયરન્સનો નિયમ શું છે?

ચેક સાથે જોડાયેલ પોઝિટિવ પે કન્ફર્મેશનની ચકાસણી પછી ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક સંદર્ભ અથવા નોંધણી નંબર આપવામાં આવશે. ચેક જારી કરતી વખતે ગ્રાહકે તેના ખાતામાં પૂરતું બેલેન્સ રાખવું જોઈએ જેથી ચેક બાઉન્સ ન થાય. ચેકની પુષ્ટિ સિંગલ મોડમાં કરવાની રહેશે. જૂના ચેક એટલે કે પુષ્ટિની તારીખથી 3 મહિના કરતાં જૂના ચેક સ્વીકારવામાં આવશે નહીં. ભવિષ્યની તારીખ માટેનો ચેક સ્વીકારવામાં આવશે.

પોઝિટિવ પે કન્ફર્મેશન માટે ગ્રાહક મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ, બ્રાન્ચ વિઝિટ, SMS અને કૉલ સેન્ટરની મદદ લઈ શકે છે. બેંક ઓફ બરોડાએ આ માટે વર્ચ્યુઅલ મોબાઈલ નંબર 8422009988ની સુવિધા આપી છે. CPPS લખો અને એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેકની તારીખ, ચેક એકાઉન્ટ, ટ્રાન્ઝેક્શન કોડ, લેનારના નામ સાથે 8422009988 પર મોકલો. ગ્રાહક કોલ સેન્ટર પર ફોન કરીને પણ ચેક કન્ફર્મ કરી શકે છે. આ માટે ટોલ ફ્રી નંબર 1800 258 4455 અને 1800 102 4455 પર કૉલ કરી શકાય છે. ગ્રાહકને પહેલા ઓળખવામાં આવશે, ત્યારબાદ ચેક કન્ફર્મેશન થશે.

આ પણ વાંચો : શું તમે Credit Card નો ઉપયોગ કરો છો? આ રીતે જાણો Late Payment માટે તમારી બેન્ક અન્ય બેંકો કરતા વધુ ચાર્જીસ નથી વસૂલી રહીને

આ પણ વાંચો : Adani Wilmar IPO: અદાણી વિલ્મર IPOનું કદ ઘટાડશે, Gautam Adani ની કંપની ચાલુ મહિનામાં લોન્ચ કરી શકે છે IPO

g clip-path="url(#clip0_868_265)">