Kissan GPT: શું છે નવું AI ટૂલ અને કેવી રીતે ખેડૂતોની કરશે મદદ, જાણો વિગતે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સપોર્ટ સાથેના સાધનો આજકાલ સામાન્ય બની ગયા છે. ત્યારે કિસાન જીપીટી વિશે એવો દાવો છે કે તેનાથી ખેડૂતોને ખેતીમાં ઘણી મદદ મળશે. ચાલો જાણીએ કિસાન જીપીટી શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
હવે Kissan GPT લોન્ચ કરવામાં આવ્યું છે જે ખાસ ભારતીય ખેડૂતો માટે છે. અગાઉ, GitaGPT પણ શરૂ કરવામાં આવી હતી, જે શ્રીમદ ભગવદગીતાના આધારે લોકોના પ્રશ્નોના જવાબ આપવાનો દાવો કરે છે. કિસાન જીપીટી વિશે એવો દાવો છે કે તેનાથી ખેડૂતોને ખેતીમાં ઘણી મદદ મળશે. ચાલો જાણીએ કિસાન જીપીટી શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
આ પણ વાંચો: Tech News: ભારતની Mappls એપ ચલાવી ? Google Map ભૂલી જશો!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સપોર્ટ સાથેના સાધનો આજકાલ સામાન્ય બની ગયા છે. ચેટજીપીટીના આગમન પછી, આવા સાધનોનું પૂર આવ્યું છે. ChatGPT ના ઘણા અવતાર અત્યાર સુધી લૉન્ચ કરવામાં આવ્યા છે. હવે કિસાન જીપીટી લોન્ચ કરવામાં આવી છે જે ખાસ ભારતીય ખેડૂતો માટે છે.
અગાઉ, ગીતાજીપીટી પણ શરૂ કરવામાં આવી હતી, જે શ્રીમદ ભગવદગીતાના આધારે લોકોના પ્રશ્નોના જવાબ આપવાનો દાવો કરે છે. કિસાન જીપીટી વિશે એવો દાવો છે કે તેનાથી ખેડૂતોને ખેતીમાં ઘણી મદદ મળશે. ચાલો જાણીએ કિસાન જીપીટી શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
કિસાન જીપીટી શું છે?
તે અન્ય AI ચેટબોટ્સની જેમ છે, પરંતુ તે ખાસ કરીને ખેડૂતોને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કિસાન જીપીટી ખેડૂતોને વાસ્તવિક સમયના સૂચનો આપશે. કિસાન જીપીટી ખેડૂતોને પાકની ખેતી, સિંચાઈ, જંતુ નિયંત્રણ અને અન્ય ખેતી સંબંધિત વિષયો પર વાસ્તવિક સમયની સલાહ આપે છે.
કિસાન જીપીટીનું ઇન્ટરફેસ કેવું છે?
કિસાન જીપીટીનું ઈન્ટરફેસ એકદમ સરળ છે. ઘણી હદ સુધી તે ChatGPT જેવું જ દેખાશે. તેમાં માઇક્રોફોન ઇનપુટ માટે સપોર્ટ છે. આ સિવાય તે હિન્દી સહિત 10 ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરે છે. તે સ્માર્ટફોન અથવા લેપટોપથી એક્સેસ કરી શકાય છે. તે ChatGPT-3.5-ટર્બોનો ઉપયોગ કરીને તમારા પ્રશ્નોના જવાબ આપે છે, જો કે તેની સાથે એક સમસ્યા એ છે કે તમે તેને લેખિતમાં પૂછી શકતા નથી. માત્ર બોલીને પૂછવાનો વિકલ્પ છે.
કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
APMC ભાવ સમાચાર, એગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝ, સક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…