Tech News: ભારતની Mappls એપ ચલાવી ? Google Map ભૂલી જશો!

તમે મેપ માય ઇન્ડિયાનું નામ સાંભળ્યું જ હશે. ભારતીય કંપની જે લગભગ 28 વર્ષથી માર્કેટમાં છે. તે હેલ્મેટ માટે મેપ એપ્લિકેશન્સ અને સ્માર્ટ ઉત્પાદનો સાથે વાહન ટ્રેકિંગ ડિવાઈસનું પણ ઉત્પાદન કરે છે. ચાલો તેના વિશે જાણીએ.

Tech News: ભારતની Mappls એપ ચલાવી ? Google Map ભૂલી જશો!
India's Mappls App
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 1:39 PM

મેપનું નામ આવે ત્યારે લોકોના મનમાં પહેલા Google Map જ આવે છે. શક્ય છે કે તમે મેપ માય ઇન્ડિયાનું નામ સાંભળ્યું જ હશે. ભારતીય કંપની જે લગભગ 28 વર્ષથી માર્કેટમાં છે. તે હેલ્મેટ માટે મેપ એપ્લિકેશન્સ અને સ્માર્ટ ઉત્પાદનો સાથે વાહન ટ્રેકિંગ ડિવાઈસનું પણ ઉત્પાદન કરે છે. ચાલો તેના વિશે જાણીએ.

આ પણ વાંચો: ‘કેજરીવાલ રુકેગા નહીં’, AAPએ ‘પુષ્પા’ સ્ટાઈલમાં અરવિંદ કેજરીવાલનું પોસ્ટર રિલીઝ કર્યું, ભાજપે પણ પોસ્ટર દ્વારા કર્યો પલટવાર

Mappls By MapmyIndia

મેપલ્સ એપ્લિકેશન Google Play Store અને App Store (iOS) પર ફ્રીમાં ઉપલબ્ધ છે. એપને પ્લે સ્ટોર પર 4 સ્ટાર રેટિંગ મળ્યું છે અને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ છે. એપ ભારતમાં બનાવવામાં આવી છે એટલે નાની શેરીઓ અને અન્ય સ્થળોની વિગતો પણ વિગતવાર જોવા મળે છે. લોકલ શબ્દ કદાચ બંધબેસતો નથી, તેથી મેપલ્સ મેપને હાઇપર લોકલ કહી શકાય. એપ પર લેંગ્વેજ સપોર્ટ, ડાર્ક મોડ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ કેટલીક વિશિષ્ટ ફીચર્સ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

3D જંકશન વ્યૂ

મેપનો ઉપયોગ કરતી વખતે કદાચ સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે બે રસ્તા અથવા લાંબો પુલ સામે આવે. જ્યારે મન ડબલ માઈન્ડેડ થઈ જાય છે, ત્યારે આપણે ઘણીવાર બેદરકારીને કારણે ખોટા માર્ગે ચાલીએ છીએ. આવી સ્થિતિમાં મેપલ્સમાં, આવા જંકશન સ્ક્રીન પર અલગથી દેખાય છે.

Speed ​​Camera Alert

તે તમને જણાવશે કે તમે કઈ સ્પીડથી ગાડી ચલાવી રહ્યા છો, સાથે જ સ્પીડ કેમેરા ક્યાં લગાવ્યા છે તેની માહિતી પણ સ્ક્રીન પર ઉપલબ્ધ થશે. કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે વધુ ઝડપે વાહન ચલાવવું જોઈએ. વાહનની ગતિ હંમેશા નિયત મર્યાદામાં સારી હોય છે.

ક્યાં કેટલા ખાડાઓ

રસ્તા પર કેટલા જોખમી ખાડા છે તે કહેવાની જરૂર નથી. મેપલ્સ માત્ર આના વિશે જ નહીં, પણ સ્ક્રીન પર સ્પીડ-બ્રેકર અને ઝિગઝેગ મોડ્સ પણ બતાવે છે.

ટોલ ટેકસનુ ટોટલ

રસ્તામાં કેટલા ટોલ મળશે અને કેટલી ઓક્ટ્રોય આવશે. તમને તેનું સરનામું મેપલ્સમાં પણ મળશે. તેમજ મેપલ્સ દરેક ટોલની કુલ રકમ જણાવશે.

Near By

એડ્રેસ પર પહોંચવા માટે કોઈ લેન્ડમાર્ક અથવા Near By સ્થળોની ઝંજટ નહીં થાય. તમે મેપલ્સની મદદથી સીધા જ લોકેશન પર પહોંચી જશો.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">