નાના અને સીમાંત ખેડૂતો માટે કામની છે આ એપ, ટ્રેક્ટર અને કૃષિ સાધનો ઘરે બેઠા સરળતાથી ભાડે મળશે
કૃષિ મંત્રાલયનું કહેવું છે કે તેઓ નાના અને સીમાંત ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચાડવા માટે આ યોજના પર કામ કરી રહ્યા છે અને ખેડૂતો પણ તેનો લાભ મેળવી રહ્યા છે.
નાના ખેડૂતો (Farmers) મોંઘા કૃષિ સાધનો ખરીદવા અસમર્થ હોય છે. આ જ કારણ છે કે ઘણી વખત તેઓ ખેતરોમાં જરૂરી કામ કરાવી શકતા નથી. CHC- ફાર્મ મશીનરી એપ (FARMS- Farm Machinery Solutions) ખેડૂતોને આવી સમસ્યાઓના નિવારણ માટે મદદ કરે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની આ એપ પર નોંધણી કર્યા પછી, ખેડૂતો ઘરે બેસીને તમામ કૃષિ સાધનો ભાડા પર મંગાવી શકે છે. આ એપ દ્વારા ખેડૂતો સરળતાથી ટ્રેક્ટર અને અન્ય કૃષિ મશીનરી ભાડા પર મંગાવી શકે છે.
આ એપ કેવી રીતે કામ કરે છે આ એપ ડાઉનલોડ કર્યા પછી, તમારે તેમાં તમારી સંપૂર્ણ માહિતી ભરવી પડશે. જેમ કે નામ, રાજ્ય, જિલ્લા, તાલુકો અને ગામ તેમજ ખેડૂત પાસે ખેતીલાયક જમીન વિશેની માહિતી. આ પછી, ખેડૂતો તેમના કામ મુજબ ભાડા પર યંત્ર અથવા મશીન મંગાવી શકે છે. આ એપ 12 ભાષાઓમાં છે. એપ ડાઉનલોડ કર્યા બાદ જ ખેડૂતો તેમની ભાષા પસંદ કરી શકે છે. કૃષિ મંત્રાલયનું કહેવું છે કે તેઓ નાના અને સીમાંત ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચાડવા માટે આ યોજના પર કામ કરી રહ્યા છે અને ખેડૂતો પણ તેનો લાભ મેળવી રહ્યા છે.
ખેડૂતો અને વેપારીઓ એક જ મંચ પર આ એપની ખાસ વિશેષતા એ છે કે અહીં ખેડૂતો અને વેપારીઓ બંને એક જ પ્લેટફોર્મ પર હશે. ખેડૂતોને ભાડા પર મશીનો મોકલશે વેપારીઓ, તે પણ સસ્તા દરે. હાલમાં એપ પર લગભગ 40,000 કસ્ટમ હાયરિંગ સેન્ટર નોંધાયેલા છે, જેની મદદથી 1,20,000 કૃષિ મશીનરી અને સાધનો ભાડે રાખી શકાય છે. ખેડૂતોને આ સુવિધા 50 કિમીની ત્રિજ્યામાં મળશે.
સીએચસી-ફાર્મ મશીનરી એપ ક્યાંથી અને કેવી રીતે મેળવવી
આ એપ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા ગૂગલ પ્લેસ્ટોર પર જવું પડશે. ત્યાં તમારે હિન્દી અથવા અંગ્રેજીમાં લખવું પડશે FARMS- Farm Machinery Solutions. ડાઉનલોડ બટન પર ક્લિક કરતા જ એપ ડાઉનલોડ થઈ જશે. લગભગ 15 MB ની આ એપને ડાઉનલોડ કરવા માટે તમારે વધારે જગ્યાની પણ જરૂર નહીં પડે. એકવાર તમે આ એપ પર નોંધણી કરાવ્યા બાદ તમે ભારત સરકારની કિસાન રથ એપ પર નોંધણી કરાવી શકો છો જે ઘરેથી બજારમાં ઉપજ લઈ જવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : શાકભાજીની નર્સરીમાંથી લાખો રૂપિયા કમાય છે આ ખેડૂત, જાણો તેની ખેતી પદ્ધતિ
આ પણ વાંચો : બટાકાના ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, બમ્પર ઉત્પાદન માટે બટાકાની આ જાતોનું વાવેતર કરો