AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone Training: સરકાર ખેડૂતોને મફતમાં આપશે ડ્રોન ઉડાવવાની તાલીમ, આ રીતે કરો અરજી

હવે ખેડૂતો (Farmers) પરંપરાગત પધ્ધતિઓથી નહીં પરંતુ ટેકનિકથી ખેતી કરી રહ્યા છે. જેના કારણે અગાઉની સરખામણીએ ઉપજમાં વધારો થયો છે, જેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. ખાસ વાત એ છે કે હવે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Drone Training: સરકાર ખેડૂતોને મફતમાં આપશે ડ્રોન ઉડાવવાની તાલીમ, આ રીતે કરો અરજી
Agriculture Drone
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 1:14 PM
Share

વિજ્ઞાનની પ્રગતિની સાથે સાથે ખેતી પણ આધુનિક બની છે. હવે ખેડૂતો (Farmers) પરંપરાગત પધ્ધતિઓથી નહીં પરંતુ ટેકનિકથી ખેતી કરી રહ્યા છે. જેના કારણે અગાઉની સરખામણીએ ઉપજમાં વધારો થયો છે, જેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. ખાસ વાત એ છે કે હવે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાક પર જંતુનાશકો અને રસાયણોનો છંટકાવ ડ્રોન દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સમયની બચત સાથે ખેતીનો ખર્ચ પણ ઓછો થયો છે. સાથે જ સરકાર દ્વારા ખેડૂતોને ડ્રોન ઉડાવવાની મફત તાલીમ આપવામાં આવી રહી છે.

યુવાનો અને ખેડૂતોને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે

દરમિયાન, એવા સમાચાર છે કે હરિયાણા સરકારે કૃષિમાં ડ્રોનનો ઉપયોગ વધારવા માટે ખેડૂતોને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સરકાર માને છે કે ડ્રોનના ઉપયોગથી કૃષિમાં ક્રાંતિ આવશે. આ માટે હરિયાણા સરકારે રાજ્યના ખેડૂતોને ફ્રી ડ્રોન ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે હાલ રાજ્યભરમાં માત્ર 500 યુવાનો અને ખેડૂતોને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે. આ માટે ખેડૂતો અને યુવાનોએ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : Earthworm Farming: અળસિયાના ખાતરની વધી રહી છે માગ, તેની ખેતીથી લાખો રૂપિયાની કરી શકો છો કમાણી

અરજીની પ્રક્રિયા 19 મેથી શરૂ કરવામાં આવી

મળતી માહિતી મુજબ ડ્રોન ટ્રેનિંગ લેવા માટે સરકાર દ્વારા વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. માત્ર 18 વર્ષથી 45 વર્ષની વયના લોકો જ ડ્રોન ઉડાવવાની તાલીમ લઈ શકે છે. આ સાથે ટ્રેનિંગ લેનાર વ્યક્તિએ 10મું પાસ હોવું જરૂરી છે. જે ખેડૂતો 10મું પાસ નથી તો તેઓ તાલીમ લઈ શકશે નહીં.

ખાસ વાત એ છે કે ટ્રેનિંગ માટે અરજી કરવાની પ્રક્રિયા 19 મેથી શરૂ થઈ ગઈ છે. જે ખેડૂતો ડ્રોનની તાલીમ લેવા ઇચ્છતા હોય તેઓ ઘરે બેઠા ઓનલાઇન અરજી પણ કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 જૂન સુધી છે. એટલે કે ખેડૂત ભાઈઓ આવતા મહિને 13 જૂન સુધી અરજી કરી શકશે.

વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર પર કોલ કરો

ખેડૂતો www.agriharyana.hov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમે આ સંબંધિત વધુ માહિતી મેળવવા માંગતા હો, તો તમે ટોલ ફ્રી નંબર 1800-180-2117 પર કોલ પણ કરી શકો છો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">