ઘઉં બાદ શું લોટના નિકાસ પર પણ રોક લગાવવાની થઈ રહી છે તૈયારી, જાણો સરકારનો જવાબ

ઘઉં બાદ શું લોટના નિકાસ પર પણ રોક લગાવવાની થઈ રહી છે તૈયારી, જાણો સરકારનો જવાબ
Flour Export
Image Credit source: File Photo

ઘઉં(Wheat)ની સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અને ભાવ વધારાને રોકવા માટે, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જે 13 મેથી અમલમાં આવ્યો હતો. જો કે, સરકારે કહ્યું હતું કે તે અલગ અલગ બાબતોના આધારે અન્ય દેશોમાં ઘઉંની નિકાસને મંજૂરી આપવા વિશે વિચારશે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jun 23, 2022 | 9:27 AM

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતે અત્યાર સુધીમાં લગભગ 30 લાખ ટન ઘઉંની નિકાસ (Wheat Export)કરી છે. ઉપરાંત, અનાજના પુરવઠા માટે કેટલાક દેશોની વિનંતી પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારે બુધવારે આ જાણકારી આપી. લોટની નિકાસ (Flour Export) પર પ્રતિબંધ મૂકવાની યોજના અંગે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને યોગ્ય સમયે પગલાં લેશે. ઘઉંની સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અને ભાવ વધારાને રોકવા માટે, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જે 13 મેથી અમલમાં આવ્યો હતો. જો કે, સરકારે કહ્યું હતું કે તે અલગ અલગ બાબતોના આધારે અન્ય દેશોમાં ઘઉંની નિકાસને મંજૂરી આપવા વિશે વિચારશે.

ખાદ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ પાર્થ એસદાસે કહ્યું કે ઘણા દેશોમાંથી વિનંતીઓ આવી છે, તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દાસે જોકે એવા દેશોના નામ જાહેર કર્યા નથી કે જેમણે ભારતીય ઘઉં માટે વિનંતી કરી છે. અધિકારીએ કહ્યું કે કેટલાક દેશો માટે ચોક્કસ માત્રાને મંજૂરી આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે બાંગ્લાદેશમાં 1.5 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશે ચાલુ નાણાકીય વર્ષમાં 14 જૂન સુધી કુલ 29.70 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. આ જ સમયગાળા દરમિયાન ઘઉંના લોટ (આટા)ની નિકાસ 2.59 લાખ ટન હતી.

ઘઉંની ખરીદી અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે

માર્ચ મહિનામાં ભારે ગરમીને કારણે ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઘઉં માર્ચ મહિનામાં જ પાકે છે. ઉંચા તાપમાનને કારણે અનાજ સંપૂર્ણ રીતે તૈયાર નહોતા અને સુકાઈ ગયા હતા. જેના કારણે વજન ઘણું ઓછું થઈ ગયું છે. ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે, ઘઉં સહિત અન્ય ખાદ્યપદાર્થોના વૈશ્વિક પુરવઠાને અસર થઈ હતી અને લણણીની શરૂઆત પહેલાં જ ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેનો ખેડૂતોએ લાભ લીધો હતો. લઘુત્તમ ટેકાના ભાવ (MSP)પર ઘઉં વેચવાને બદલે, તેણે ખુલ્લા બજારમાં ઊંચા દરે વેચીને વધારાની કમાણી કરી.

ખુલ્લા બજારમાં વેચાણને કારણે ઘઉંની સરકારી ખરીદી પર પણ અસર પડી હતી. આ વખતે 4.44 કરોડ મેટ્રિક ટન ઘઉંનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો હતો, જ્યારે ગયા વર્ષે દેશમાં 4.33 કરોડ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. ઓછા ઉત્પાદન અને ખેડૂતો દ્વારા ખુલ્લા બજારમાં ઘઉં વેચવાને ધ્યાનમાં રાખીને સરકારે ખરીદીનો લક્ષ્યાંક ઘટાડી દીધો હતો.

ઘઉંની ખરીદીની તારીખ પણ લંબાવવામાં આવી હતી, આમ છતાં ખરીદીનો લક્ષ્યાંક હાંસલ કરી શકાયો નથી. ત્યારે ઘઉંના ભાવમાં વધારાને કારણે, સ્થાનિક બજારમાં અનાજની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે. તેને નિયંત્રિત કરવા માટે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati